Category Archives: ગઝલ

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે (ગઝલ) ~ રાજેન્દ્ર શુક્લ ~ સ્વરાંકન; નયન પંચોલી ~ સ્વર: મિરાન્દે શાહ

કવિ: રાજેન્દ્ર શુક્લ
સ્વરાંકન; નયન પંચોલી
સ્વર: મિરાન્દે શાહ

મનને સમજાવો નહીં કે મન સમજતું હોય છે,
આ સમજ, આ અણસમજ, એ ખુદ સરજતું હોય છે.

છે ને કવકોલાહલે આ સાવ મૂગું મૂઢ સમ,
એકલું પડતાં જ તો કેવું ગરજતું હોય છે!

એક પલકારે જ જો વીંધાય, તો વીંધી શકો,
બીજી ક્ષણ તો એ જ સામા સાજ સજતું હોય છે.

એ જ વરસે વાદળી સમ ઝૂકતું આકાશથી,
એ જ તો મોતી સમું પાછું નીપજતું હોય છે.

ઓગળે તો મૌનથી એ ઓગળે ઝળહળ થતું,
શબ્દનું એની કને કૈં ક્યાં ઊપજતું હોય છે !

***

તારું શહેર તો સૂર્યનો ભીનો ઉજાગરો (ગઝલ) ~ કૈલાસ પંડિત ~ સ્વર-સ્વરાંકન: આશિત દેસાઈ

રચના: કૈલાસ પંડિત
સ્વર-સ્વરાંકન: આશિત દેસાઈ

તારું શહેર તો સૂર્યનો ભીનો ઉજાગરો
મારું શહેર તો પાણીમાં ડૂબેલ કાંકરો

તારું શહેર તો સાંજના પૂરો થતો દિવસ
મારા શહેરમાં રાત દી ખુલ્લા મળે ઘરો

તારા શેહેરના લોક તો ભૂખ્યા નહિ રહે
મારા શેહેરના લોક તો વાવે છે બાજરો

તારા શહેરમાં સિગ્નલો જોવા મળે બધે
મારા શહેરમાં જ્યાં ગમે ત્યાં આવ-જા કરો

તારા શહેરમાં જિંદગી મૃત્યુ પછી હશે
મારા શેહેરમાં જિંદગી જીવ્યા પછી મરો

 

આપણે હોતા નથી (ગઝલ) ~ બાબુલાલ ચાવડા ‘આતુર’

હોઈએ જ્યાં ત્યાંય હાજર આપણે હોતા નથી
આપણામાં પણ નિરંતર આપણે હોતા નથી

ઘાટ મનગમતો ઘડે ક્યારેક કોઈ આપણો
એટલા નાજુક પથ્થર આપણે હોતા નથી

જેટલાં સૌને સતત દેખાઈએ – દેખાડીએ
એટલાં વાસ્તવમાં સુંદર આપણે હોતાં નથી

એક ચહેરો પણ ન સરખો આપણાથી ઊકલે
સાવ એવાં તો નિરક્ષર આપણે હોતાં નથી

આપણામાં કોઈ પણ પૂરેપૂરું ડૂબી શકે
એ સરોવર કે સમંદર આપણે હોતાં નથી

~ બાબુલાલ ચાવડા ‘આતુર’
~ ગઝલસંગ્રહઃ શબ્દ પણ બોલ્યા વિના

પ્રસ્તુત ગઝલમાં શાયરે આપણી ભીતર રહેલો વિરોધાભાસ આક્રોશ કે ઉહાપોહ વિના, શાંત ચિત્તે વ્યક્ત કર્યો છે.

આયોજન કરીએ ત્યારે સૌથી મોટી મોકાણ ચાલુ કાર્યક્રમે પ્રેક્ષકોનું વ્હૉટસેપ ચેકિંગ અને ચેટિંગ બંધ કરાવવાની હોય છે. કેટલાક તો વળી પહેલી હરોળમાં બેસી ગેમ રમતા હોય છે. એક બહેનને તો મેં સલવાર કમીઝ ખરીદવાની પ્રક્રિયા કરતાં જોઈ ટોક્યા અને વળતરમાં એમની પહાડી નારાજગી વહોરી લીધી હતી. આ પ્રકારનું નિર્લજ્જપણું કલાજગત માટે અપમાનજનક અને હાનિકારક છે. આપણી સામે જ આપણી અવગણના થતી જોવી દુઃખદ છે. શાયરે આપણી કેટલીક ખામીઓ આ ગઝલમાં ઉજાગર કરી છે. આ યાદી લંબાઈ પણ શકે છે.
***

તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે ~ કવિ: જવાહર બક્ષી ~ સ્વરાંકન: નિનુ મઝુમદાર ~ સ્વર:  કૌમુદી મુનશી  

કવિ: જવાહર બક્ષી
સ્વરાંકન: નિનુ મઝુમદાર
સ્વર:  કૌમુદી મુનશી

તારો વિયોગ શ્વાસમાં ડંખો ભરી જશે
જ્યારે પવન સુગંધના ખેતરને ખેડશે

તારો વિયોગ અતિથિ બની ઘરમાં આવશે
જ્યારે અજંપો ઓઢીને ઘર સૂઈ ગયું હશે

તારો વિયોગ ધુમ્ર થઈ આંખ ચોળશે
જયારે સૂરજનાં આવેલા સ્વપનોને બાળશે

તારો વિયોગ આંખમાં ખંડેર થઈ જશે
જયારે એ તારી શોધમાં ભટકીને થાકશે

તારો વિયોગ વીજળી થઈને પડી જશે
જયારે અજાણ્યા વાદળો આપસમાં ભેટશે
***

જીવે ને અંતે સ્વાહા (ગઝલ) ~ કૌશિક પરમાર ‘ઉસ્તાદ’, વડોદરા 

એ કેવળ અજવાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા
પડછાયા વચગાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.

આખો જન્મારો કઇ જન્માવ્યું ના ભીતર એ મનવાને,
અંતે, શ્રદ્ધા  માળામાં  જન્મે,  જીવે  ને  અંતે સ્વાહા.

થોડા જણ પંખી માફક સરહદ કાપી અનહદ પામે પણ,
થોડા  જણ  કુંડાળામાં  જન્મે, જીવે  ને અંતે સ્વાહા.

કંઈ અઢળક જીવોને  કેદ કર્યા  છે પોતાની માયામાં,
એ પોતે પણ  જાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.

લાંબા ગાળાની સમતા માટે આખો સક્ષમ બનાવ તું,
પરચા  ટૂંકા ગાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.

મ્હેલ સજાવી રાખો ત્યાં લગ એ વસસે બાકી છું-મંતર,
શ્વાસો છે, રજવાળામાં જન્મે જીવે ને અંતે સ્વાહા.

~ કૌશિક પરમાર ‘ઉસ્તાદ’, વડોદરા 

कोई उम्मीद बर नहीं आती (ग़ज़ल) ~ मिर्ज़ा ग़ालिब ~ स्वर: सुधीर नारायण

ग़ज़ल: मिर्ज़ा ग़ालिब
स्वर: सुधीर नारायण
(1) Live Recording: Komal Nishad Prog, Vadodra (2018)
प्रेषक: प्रणय वसावड़ा

(2) स्वर: जगजीत सिंह

कोई उम्मीद बर नहीं आती
कोई सूरत नज़र नहीं आती

मौत का एक दिन मुअ’य्यन है
नींद क्यूँ रात भर नहीं आती

आगे आती थी हाल-ए-दिल पे हँसी
अब किसी बात पर नहीं आती

जानता हूँ सवाब-ए-ताअत-ओ-ज़ोहद
पर तबीअत इधर नहीं आती

है कुछ ऐसी ही बात जो चुप हूँ
वर्ना क्या बात कर नहीं आती

क्यूँ न चीख़ूँ कि याद करते हैं
मेरी आवाज़ गर नहीं आती

दाग़-ए-दिल गर नज़र नहीं आता
बू भी ऐ चारा-गर नहीं आती

हम वहाँ हैं जहाँ से हम को भी
कुछ हमारी ख़बर नहीं आती

मरते हैं आरज़ू में मरने की
मौत आती है पर नहीं आती

का’बा किस मुँह से जाओगे ‘ग़ालिब’
शर्म तुम को मगर नहीं आती

તું નથી મહેફિલમાં તો… (ગઝલ) ~ દેવેન્દ્ર રાવલ

તું નથી મહેફિલમાં તો ચારે તરફ સુનકાર છે,
આ ચળકતી રોશની પણ મારે મન અંધાર છે.

બહારના ક્યાં છે પ્રસાધનની જરૂરત પણ તને?
સાદગી તારાં હૃદયની એ ખરો શણગાર છે.

આટલા તોફાન વચ્ચે પણ ટકી ગ્યો એટલે,
હર કદમ પર રાહમાં તારો મને આધાર છે.

હું નથી જાતો કદી પણ મંદિરોમાં એટલે,
હાજરી જ્યાં તારી છે, ઈશ્વરનો ત્યાં દરબાર છે.

આજપણ આશ્ચર્ય છે એ વાતનું ભીતર હજી,
કે ખરેખર તારા જેવો મારે શું દિલદાર છે?

~ દેવેન્દ્ર રાવલ

ખબર પડશે તને ~ ખલીલ ધનતેજવી ~ સ્વરાંકન-સ્વર: આલાપ દેસાઈ

પ્રિય સ્વરકાર-ગાયક મિત્ર આલાપ દેસાઈ સુગમ સંગીતનો વારસો સુપેરે જાળવી રહ્યા છે. મંચ અને મહેફિલ બંને વચ્ચેનો ફરક આલાપને ખબર છે.

મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી અકાદમીના છત્રમાં આલાપ દેસાઈ સાથે `ગઝલ ગુજરાતી’ શીર્ષક હેઠળ કેટલાક પ્રયોગ કર્યા છે. માત્ર અંતરંગ બેઠકમાં જ સાંભળવા મળે એવી ગઝલો એની ચુસ્ત ગાયકીમાં સાંભળવાની મજા જ કંઈ ઓર છે.

અમારી જેમ આલાપ પણ જનાબ ખલીલ ધનતેજવીના અઠંગ ચાહક છે. ખલીલભાઈની ઘણી ગઝલોનું સ્વરાંકન કર્યું છે, જેમાંથી એક આજે આપ ભાવકો સમક્ષ રજૂ કરીએ છીએ. સાંભળો અને શૅઅર કરો. જય જય ગઝલ ગુજરાતી.

https://tahuko.com/?p=841

??? ???? ??? – ???? ???????

નૃત્યાંગના (ગઝલ) ~ લિપિ ઓઝા

નૃત્યાંગના

થાય જ્યારે કોઈ કામણમાં ગરક નૃત્યાંગના
હોય જ્યાં, સર્જે છે ત્યાં ખુદની ખલક નૃત્યાંગના

શ્વેત વસ્ત્રોમાંય એ આભા બહુરંગી રચે!
ચીતરે છે લાસ્યની ક્યાંથી ધનક નૃત્યાંગના?

કૈક જન્મોની તરસ ભાંગે એ કેવળ જળ નથી!
દ્રષ્ટિમાં રાખે છે અમૃતની મશક નૃત્યાંગના

પાનીએ ચોંટી રહ્યા રજકણ ખરે છે ઠેસથી
ભૂતળે પ્રસરાવતી થોડું ફલક નૃત્યાંગના

તાર એના શોધવા છે કોઈ નર્તનની ક્ષણે
કોઈની કઠપૂતળી છે કે સનક નૃત્યાંગના

થાય છે ધબકાર પગમાં એના, છાતીમાં નહીં
જિંદગીને મોતનો સમજે ફરક નૃત્યાંગના

‘દેણ ઈશ્વરની’ એ શબ્દો ન્યાય પૂરો ક્યાં કરે
યુગ યુગાંતરના પરિશ્રમનો પદક નૃત્યાંગના

~ લિપિ ઓઝા

જરા જુદી બની ગઈ છે કથા તારી, કથા મારી (ગઝલ) ~ હેમંત કારિયા ~ સ્વરકાર: પરેશ નાયક ~ સ્વર: પ્રહર વોરા

~ શાયર: હેમંત કારિયા
~ સ્વરકાર:
પરેશ નાયક
~ સ્વર:
પ્રહર વોરા

 

જરા જુદી બની ગઈ છે કથા તારી, કથા મારી,
ગમી છે એટલે મુજને વ્યથા તારી, વ્યથા મારી.

વચન છે આપવા માટે વચનને આપતા રહીશું,
કદી વચનો નહીં પાળે મજા તારી, મજા મારી.

અલગ છે દર્દ તારા ને અલગ છે દર્દ મારા તો-
ગણું કેવી રીતે કહી દે દવા તારી, દવા મારી.

રૂડું સર્જન કરી નાખે જગત જોતું રહે જેને,
અગર ભેગી થઈ જાએ કલા તારી, કલા મારી.

તું મુખડું છે ગઝલનું ને ગઝલની અંતમાં હું છું,
ગઝલમાં છે જુદી જુદી જગા તારી, જગા મારી.

શાયર: હેમંત કારિયા, મુંબઈ