એ કેવળ અજવાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા
પડછાયા વચગાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.
આખો જન્મારો કઇ જન્માવ્યું ના ભીતર એ મનવાને,
અંતે, શ્રદ્ધા માળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.
થોડા જણ પંખી માફક સરહદ કાપી અનહદ પામે પણ,
થોડા જણ કુંડાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.
કંઈ અઢળક જીવોને કેદ કર્યા છે પોતાની માયામાં,
એ પોતે પણ જાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.
લાંબા ગાળાની સમતા માટે આખો સક્ષમ બનાવ તું,
પરચા ટૂંકા ગાળામાં જન્મે, જીવે ને અંતે સ્વાહા.
મ્હેલ સજાવી રાખો ત્યાં લગ એ વસસે બાકી છું-મંતર,
શ્વાસો છે, રજવાળામાં જન્મે જીવે ને અંતે સ્વાહા.
~ કૌશિક પરમાર ‘ઉસ્તાદ’, વડોદરા


વાહ…ખૂબસરસ ગઝલ…અંતે સ્વાહા રદીફ મસ્ત
અદ્ભુત રદિફ.. સુંદર ગઝલ