તું નથી મહેફિલમાં તો… (ગઝલ) ~ દેવેન્દ્ર રાવલ

તું નથી મહેફિલમાં તો ચારે તરફ સુનકાર છે,
આ ચળકતી રોશની પણ મારે મન અંધાર છે.

બહારના ક્યાં છે પ્રસાધનની જરૂરત પણ તને?
સાદગી તારાં હૃદયની એ ખરો શણગાર છે.

આટલા તોફાન વચ્ચે પણ ટકી ગ્યો એટલે,
હર કદમ પર રાહમાં તારો મને આધાર છે.

હું નથી જાતો કદી પણ મંદિરોમાં એટલે,
હાજરી જ્યાં તારી છે, ઈશ્વરનો ત્યાં દરબાર છે.

આજપણ આશ્ચર્ય છે એ વાતનું ભીતર હજી,
કે ખરેખર તારા જેવો મારે શું દિલદાર છે?

~ દેવેન્દ્ર રાવલ

4 replies on “તું નથી મહેફિલમાં તો… (ગઝલ) ~ દેવેન્દ્ર રાવલ”

  1. ખૂબ સરસ શબ્દો, ભાવ અને અભિવ્યક્તિ. ગઝલના બેતાજ બાદશાહ છો આપ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *