મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.
જળની કુંડળી પરપોટામાં શાને જાય સમાઈ?
પથ્થરમાંથી ઝરણું ક્યાંથી પ્રકટે એ જ નવાઈ?
નદી, સરોવર, સમદર જળની જૂજવી હોય કહાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
રેતી પર એક નામ લખું રે પવન ભૂંસતો જાય
જળમાં તારું નામ લખું તો તરંગમાં લહેરાય
રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
કવિ સુરેશ દલાલે અનેક સુંદર કૃષ્ણગીતો આપ્યા છે. અહી એક એવું ગીત છે જેનું સ્વરાંકન કરવું અઘરું પડે. પ્રલંબ લય છે. સુરેશભાઈના કંઠે પઠનરૂપે અનેક વાર સાંભળ્યું છે, પણ સ્વરાંકન સાંભળીને આ ગીત, ફરિયાદ સ્વવરૂપે હોવા છતાં, વધારે વ્હાલું લાગશે.
ટહુકો ટીમ વતી સૌ વાચકોને નવાં વર્ષની શુભકામનાઓ. નવાં વરસે ગીતોનો લય અને ગઝલનો તરન્નુમ આપણને તરબતર કરતો રહે, નવાં સ્વરાંકનો મળતાં રહે, નવી નવી જગ્યાએ “લિવિગ રૂમ મહેફિલ” સજતી રહે અને આપણને કવિતા અને સંગીતના વિશ્વને માણતા રહીએ એવી આશા વ્યક્ત કરીએ છીએ. નવાં વર્ષની શરૂઆત કરીએ મહારાષ્ટ્ર રાજ્ય ગુજરાતી સાહિત્ય અકાદમી દ્વારા જેમને જીવન ગૌરવ પુરસ્કાર ગયા વર્ષે એનાયત કરવામાં આવ્યો હતો તે કવિ પ્રફુલ્લ પંડ્યાના ગીતથી.
***
એક ગીત દરિયાનું ગાવું, એક ગીત નદીઓનું
એક ગીત એક પળનું ગાવું, એક ગીત સદીઓનું!