મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી ~ ગીત: નીલેશ રાણા ~ સ્વર-સ્વરાંકન: નયનેશ જાની 

ગીત : નીલેશ રાણા
સ્વર-સ્વરાંકન :
નયનેશ જાની

મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.
આભથી જુઓ બરફ પડે છે ને પળમાં વહેતું પાણી.

જળની કુંડળી પરપોટામાં શાને જાય સમાઈ?
પથ્થરમાંથી ઝરણું ક્યાંથી પ્રકટે એ જ નવાઈ?
નદી, સરોવર, સમદર જળની જૂજવી હોય કહાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

રેતી પર એક નામ લખું રે પવન ભૂંસતો જાય
જળમાં તારું નામ લખું તો તરંગમાં લહેરાય
રહસ્ય પછી આ જિંદગી જોને બેઠી ઘૂંઘટ તાણી
મૌન કહો તો એક શબ્દ છે : આમ જુઓ તો વાણી.

***

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *