“લ્યો, કાગળ આપું કોરો,
સોળ વરસનો એક જ ટહૂકો લથબથ એમાં દોરો,
લ્યો, કાગળ આપું કોરો.”…
જુન 12, 2006 ના દિવસે બ્લોગ્સ ની દુનિયામાં મે પ્રથમ પ્રવેશ કર્યો ગુજરાતી કાવ્ય અને ગુજરાતી સંગીત પ્રત્યેની મારી રુચી ને અનુલક્ષીને બન્ને વિષયો નાં બે અલગ અલગ બ્લોગ્સ રજુ કર્યા.અનાયાસે ત્યારે, ભગીરથ બ્રહ્મભટ્ટના આ શબ્દો પરથી મને, સંગીતનાં બ્લોગનું નામ ‘ટહુકો’ આપવાનું સૂઝ્યું. કાવ્ય નાં બ્લોગ ને ‘મોરપિચ્છ’નામ આપ્યું. એ ટહુકો તથા મોરપિચ્છ, બ્લોગમાંથી આજે ‘ટહુકો.કોમ’ – એક સ્વતંત્ર વેબસાઇટ તરીકેં સમ્મિલીત થયા.
કાકાસાહેબ કાલેલકર નાં શબ્દો માં વર્ણવુ, તો એક્લા ચાલુ કરેલી મુસાફરી, વડીલો, મિત્રો તથા વાચકોના સંગાથ થી આનંદદાયક પ્રવાસ બની અને હવે મારા માટે યાત્રા જેટલી ભાવપૂર્ણ બની છે. યાત્રાનાં આ મુકામે આ બધા આપ્તજનોને તેમના અમુલ્ય યોગદાન માટેનો, ફક્ત શબ્દોમાં આભાર માનવો, કદાચ ક્ષુલ્લક ગણાય.
સૌથી પહેલા તો દક્ષેશભાઇનો આભાર માનું, જેમણે પોતાનું domain name ‘ટહુકો.કોમ’ મને આપ્યું, એ પણ નવા-વર્ષની ભેટ રૂપે. ટહુકાની સફળતામાં સૌથી મોટો ફાળો એ ગીતકાર, સંગીતકાર અને ગાયકોનો, જેમની રચનાઓ અહીં ટહુકા પર છે. હું મારા પરીવારના સભ્યોની પણ ઋણી છુ, જેમણે મારામાં ગુજરાતી ગીત તથા કાવ્યની રૂચીનું સિંચન કર્યું. સાથે મિત્રો, વડીલો તથા મારા બ્લોગની મુલાકાત લેતા વાચકોને તો કેમના ભુલાય, તેમના સુચનો, પ્રસંશા તથા ટીકા-ટીપ્પણીથી જ, મને આગાળ વધવાની દીશા તથા ઉત્તેજન મળ્યુ. અનેં અંતે આભાર માનું મારી માતૃભાષાનો, જેણે હજારો માઈલ દુર પણ, મને મારા મૂળોથી બાંધીને રાખી છે.
જ્યાં જ્યાં શક્ય હોય ત્યાં ત્યાં બધાં જ સર્જકોનાં નામ આપવાનો પ્રયત્ન કર્યો છે, પણ ઘણી એવી પણ રચનાઓ છે ખાસ કરીને સંગીતની, કે જેમાં મને બધા જ રચનાકારોનાં નામ ન મળી શક્યા હોય. આપ જો આ ખૂટતી કડીઓ જોડવામાં મદદરૂપ થઇ શકો તો આભારી રહીશ. સૌમિલ મુન્શી, સોલી કાપડિયા, મનહર ઉધાસ, ચેતન ગઢવી, અચલ મહેતા, મેહુલ સુરતી વગેરે કલાકારોએ એમના ગીતો અહીં મુકવાની વ્યક્તિગત પરવાનગી આપી, એ માટે એમની ઋણી છું. ઘણા ગીતો એવા છે, જેના માટે કલાકારોનો સંપર્ક કરવો મારાથી શક્ય બન્યો નથી. આવા સૌ કલાકારોની ક્ષમા સહ, હું વિનંતી કરું છું કે કોઇની પાસે આવા કોઇ કલાકારની સંપર્ક માહિતી હોય, તો મને જરૂરથી જણાવશો.
રચનાનો એકાદ ઘૂંટ પીવા મળે તો સોનામાં સુગંધ ભળે તે ભાવથી પ્રેરાઇને, ગુજરાતી કાવ્ય તથા સંગીત જગતનાં વિવિધ રંગો આ વેબસાઇટ ધ્વારા પ્રસ્તુત કરી રહી છું. ઉદ્દેશ ફક્ત ગુજરાતી સાહિત્ય તથા સંગીત ની સમૃધ્ધિનો આસ્વાદ કરાવવાનો તથા તેને લોકપ્રિય બનાવવાનો છે. ટહુકો પર રચનાઓ પ્રસિદ્ધ્ કરતાં કોઇના કોપીરાઇટનો ભંગ થયેલો કોઇને લાગે અને મને જાણ કરવામાં આવશે, તો તેને સત્વરે અહીંથી દૂર કરીશ. પણ મને આશા અને શ્રદ્ધા છે કે, સૌ સર્જકો અને પ્રકાશકો, તેમ જ તેમના વારસદારો ગુજરાતી ભાષાના પનોતા સંતાનોને માટે વિશ્વ-ગુર્જરી સમાજમાં સભાનતા કેળવવાના આ નિસ્વાર્થ પ્રયત્નોને હૃદયપૂર્વક ટેકો આપશે અને બીરદાવશે.
અત્રે એ ઉલ્લેખ જરુરી છે કે, ટહુકો.કોમ વેબસાઇટ આ સ્તર સુધી પહુંચી, એના માટે તે બધાં જ ગુજરાતી મિત્રોની આભારી છું, જેમણે નિસ્વાર્થભાવે પોતાનો સમય તથા જાણકારીનું યોગદાન આપ્યુ. વેબપ્રકશાનનાં વિષયની મારી પૂરતી જાણકારીના અભાવે, ઘણા પ્રયત્નો છતાંય, ટહુકો.કોમ પર કેટલીક ટેક્નીકલ ઉણપો રહી ગઇ છે, જેને હું દૂર કરવા પ્રયત્ન કરી રહી છું. પણ જો આપ આ વિષય માં જાણકારી ધરાવતા હો, તથા આ ઉણપોને દૂર કરવામાં, આપનો સહકાર આપી શકો, તો આપની આભારી રહીશ.
મને આશા છે કે આપ સહુને ટહુકા અને મોરપિચ્છનું આ નવું સ્વરૂપ ગમશે. આ વેબસાઇટને વધુ સુંદર અને સરળ બનાવતા આપના સુચનો આવકાર્ય છે.
ટહુકો.કોમ માં આપનું સ્વાગત છે.
- જયશ્રી
Contact : write2us@tahuko.com
Disclaimer :
The entries posted on tahuko.com are purely with the intention of sharing personal interest in gujarati music and poetry and indian film and classical music, without any intention of any direct or indirect commercial gain. If any of the posts are causing infringement of copyrights, it is purely unintentional and such posts would be discarded with immediate effect, as soon as they are brought to notice of the administrator.
Email
મારા પુત્ર એ મને તહુકાનિ ઓલખ આપિ,હજિ ગઇ કાલે જ્.
i have enjoyed hemu gadhavi,praful dave & lot of others.
i do not know why,but it seems i was just dying for my own lok sangeet…
વહુ એ વગોવ્યા મોતા ખોર્દા..સામ્ભલ્વા,i m ready to give away entire empire state building
i m in america till 1st sept.from now on i can go without tea,newspaper,bathing,or
anything except -tahuko !!
ખુબ જ સારા ગીતો સાંભળવા મળ્યા તે બદલ તમારો આભાર
ખુબજ સુંદર કવિતા મંદિર
Thanks a lot ……………..
The person being a gujarati ; can be in touch with Gujarati Sahitya by this mode of Website.
Its not only website Tahuco.com its real voice of Gujarat.
Hats off you all for publishing so nice gazals n words here.
I feel i am studying R.Tagore still in gujarat.
Thanks to u tahuko ni jankari friend dhwar malya pa6i mane khub j aanand thayo tahuko.com dhwara sundar gito ma khovai javani maja aavi gana samay thi sarjan ni bandh padeli mari dayri ma navu panu umetvani disha mali 6 tahuko.com thi j aabhinandan
આપણી ઓલખાણ અમને પડી આપના થકી,અમે આપને શુ શિર્પાવ આપી શકિયે ભલા!…તમે તો લૈને આવ્યા છો…
ખુબજ સુંદર કવિતા ખુબ જ સારા ગીતો સાંભળવા મળ્યા
કવિતા કવિના હ્ર્દયનુ સર્જન્,
એ સર્જન ને લોકો સુધિ પહોચાડવાનુ આપે જે ભગિરથ કામ કર્ય તે અભિનન્દ નિય છે.
સાધક ને મારા હ્રદય પુર્વક અશિર્વાદ્.
you are doing beautiful job – you deserve a big pat on your back- we far away from Gujrat (nairobi – Kenya)) have great pleasure in keeping in touch with our Matru-bhasa
ઘણા વરસો કામ કર્ય પછિ આપણ્ ને એમ લાગે કે….જુનુ તો થયુ રે દેવલ્….જર થ જાય્…
મને ટહુકો બહુ જ ગમે પણ લખવામા થોડી તકલીફ પડે છે વારમ્વાર લખીશ તો વધારે લખી શકશે. જયશ્રીબેન તમારું નામ બરાબર લખી ન શકી પણ કોશિશ કરી છતાં શ્રી કેવી રીતે લખવૉ તે નથી આવડતું.
મંજુ ના વન્દન. જયશિ કખાય છે પણ જયશ્રી
I can write to you in English but to write shree word is difficult for me if you can saw me I will be very pleased I have copy and paste your name જયશ્રીબેન but I cannot write શ્રી in gujarati what keys do you use in gujarati Key board thanks very much . You can e mail. me . I have written in English and also in gujarati
Manjula Parekh
નાના હતા ત્યારે રોજ સવારે બાપુજેી સાથે એક સર્વધર્મ પ્રાર્થ્ના ગાતા હતા. શરુઆત અને અન્ત યાદ નથેી પણ વચ્ચે નેી બે લેીટેીઓ નેીચે પ્રમાણે
ક્શમા સિન્ધુ પ્યારા ઇશુ ઉર તને વન્દન કરુ
દુલારા નેકિના મોહમ્મદ સ્મરુ
આખેી પ્રાર્થના મોકલશો તો ખોૂબ આભારેી થઈશ્.
જાનકી જ્યા જ્યા હશે માધવ હશે રાધિકાની પ્રિતમા માધવ
હશે આ ગિત શોધિને સભળાવશોતો ખુબ આભરિ થઇશ
I feel mental peace to hear Gujarati old songs which I did not find in CD. Jayshreeben, you have done really a good job.
Bankim
New post mail are not receiving……
aavi site & osho pravachan biju su joiye ……………………
મારે એક કવિતા મોકલવિ તો તમને કેવિ રિતે મોકલવિ? તમારો ઇમેલ મોક્લો.
હમણાં જ ડિસે.૨૦૧૨ના અખંડ આનદ”શ્રી રતિલાલ સાં નાયક નો “કલાકાર દલસુખરામ ઠાકોર.”ઉપર્નો લેખ વાચ્યો અઅને તેમાં દર્શાવેલ બે ગુજરાતી ગીતો,
(૧)પહેલા પહેલા જુગમાં રાણી ! તું હતી પોપટી ને અમે રે પોપટ રાજા રામના,
ઓતરા તે ખંડમાં આંબલા રે પાક્યા ત્યારે
સૂંડલે મારેલ મને ચાંચ.
ઈ રે પાપીડે મારા પ્રાણ જ હરિયા,
ને તોયે ન હાલી મોરી સાથ.
રાણી પિંગલા ! દનડા સંભારો ખમ્મા
પૂરવ જનમના સહવાસના .
(૨) ભિક્ષા દેને મૈયા પિગલા,
ભેખ રે ઉતારો રાજા ભરથરી
હાટકેશ જયંતિ તારીખ ૨૪ મી એપ્રીલે છે.મારે હાટકેશ સ્તુતિ, “નમામી નાટકેશ્ર્વરમ ભજામી હાટકેશ્ર્વરમ ” સાભળવાનું મન છે.કોઈ નાગર બંધું સંબળાવી શકવાની કૃઆ કરશો ? આભાર સહ ઉમાકાન્ત વિ મહેતા( ન્યુ જર્સી.)