સ્વર : પુરુષોત્તમ ઉપાધ્યાય
.
વાતે વાતે તને વાંકું પડયું :
ને મેં વાતોની કુંજગલી છોડી દીધી.
શબ્દોને પંથ કોણ કોને નડયું ?
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
આંખોમાં વાદળાં ને શ્વાસોમાં વાયરા :
પણ અડકો તો ભોમ સાવ કોરી :
તારા તે કાન લગી આવી ઢોળાઇ ગઇ
હોઠ સમી અમરત કટોરી.
પંખીની પાંખમહીં પીંછુ રડયું :
મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
હવે ખળખળતાં ટળટળતાં અંધાર્યા જળ
કે અણધાર્યો તૂટી પડયો સેતુ :
પાસે રહીને મને લાગે છે કેમ હવે
કેટલાય જનમોનું છેટું !
મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું :
ને મેં તો વાતોની કુંજગલી છોડી દીધી.
Vate vate tane vanku padyu ne main vaato ni kunj gali chhodi didhi – jagdish joshi
Thank you, i was searching the lyrics for a long time and got it over here.
This is very good song and very good words.
The same song is composed by Shree Nayanesh Jani.
If u can, I request to put that song for me.
I like that song in his composition very much. In his voice it sounds beautiful.
ગુજરાતી ગીત મોકલો.
…મારાં સપનાંને વેદનાનું વૈકુંઠ જડયું ….
very painful…it’s better to have unfulfilled dreams…..at least you have hope…
WHY DID YOU KEEP ONLY 1 LINE OF THIS SONG ON NET !!! IT SEEMS YOU ARE JOKING WITH FEELING OF OTHERS, PLEASE PUT THIS SONG AND OTHER FULLL SONGS OF RAMESH PAREKH – SOORY BUT NEED TO IMPROVE
ખુબ ખુબ આભાર આ ગિત મુકવા બદલ
[…] ‘ટહુકો’ પર વાંચો અને સાંભળો: ‘આપણે હવે મળવું નથી’ ‘ખોબો ભરીને અમે એટલું હસ્યાં’, ‘વાતોની કુંજગલી’, ‘ઊર્મિનો સાગર’ પર વાંચો ‘એક હતી સર્વકાલિન વાર્તા’ , અને લયસ્તરો પર વાંચો ‘વિષમ ભોગ’ […]
[…] ખોબો ભરીને અમે : વાતોની કુંજગલી […]
‘વાતોની કુંજગલી’ – એ કેટલાં સુંદર શબ્દો છે? ‘એકલતા’ નો નિર્દેશ જરાપણ કરતાં નથી પણ ગીત વાંચ્યાં કે સાંભળ્યાં પછી કે જુદી જ પરિસ્થિતિ ઉત્પન્ન કરે છે.
હું તો ઈચ્છું કે હું ‘વાતોની કુંજગલી’ માં હમેંશા અટવાયેલો રહું કે મારે એનો જનમ જનમનો સાથ રહે ભલે એ ‘ઈંટરનેટ’ પર હોય. જય.
અદભૂત શબ્દો !
-નિલેશ્
ખૂબ ખૂબ અભિનન્દન.
Keep it up . very nice songs…
હાદિક અભિનન્દ્ન્ન્
હ્ર્ર્સદ જાગલા
અટ્લાન્ટા
Great Great & Great. Purushottam Upadhyay’s song gave me an immense joy.
“ટહુકો.કોમ” ની શરુઆત પર અભિનંદન, ખૂબ જ સુંદર અને સરળ અભિવ્યક્તી. વેબપેજ ની ડિઝાઇન અને રંગો બહુ સરસ છે.
ટહુકો અને મોરપિચ્છના સુભગ અને સુંદર સમન્વય “ટહુકો.કોમ”ની શરૂઆત પર અમારા તરફથી અંતરની શુભેચ્છાઓ…
-વિવેક…વૈશાલી