ગાંધીડો મારો – દુલા ભાયા ‘કાગ’

રચના અને સ્વર – દુલા ભાયા ‘કાગ’

.

સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો

ડગલે ડગલે હાલ્યા કરે ઈ
ઊંચાણમાં ન ઊભનારો

એ ઢાળ ભાળીને સૌ ધ્રોડવા માંડે
ઢાળમાં નવ ધ્રોડનારો મોભીડો મારો
ઢાળમાં નવ ધ્રોડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ભાંગ્યા હોય એનો ભેરુ થનારો
મેલાંઘેલાંને માનનારો

એ ઉપર ઊજળાં ને મનનાં મેલા એવાં
ધોળાને નહિ ધીરનારો મોભીડો મારો
ધોળાને નહિ ધીરનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

એના કાંતેલામાં ફોદો ન ઊમટે
તાર સદા એકતારો

એ દેહે દુબળિયો ને ગેબી ગામડિયો
મુત્સદીને મૂંઝવનારો મોભીડો મારો
મુત્સદીને મૂંઝવનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

પગલાં માંડશે એવે મારગડે
આડો ન કોઈ આવનારો

એ ઝેરના ઘૂંટડા જીરવી જાશે ઈ તો
બોલીને નહિ બગાડનારો મોભીડો મારો
બોલીને નહિ બગાડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

નાનાં બાળક જેવો હૈયે લેરીલો
એરુમાં આથડનારો

એ કૂણો માખણ જેવો સાદો ને સોયલો ઈ
કાળને નોતરનારો મોભીડો મારો
કાળને નોતરનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ઝીણી છાબડીએ ઝીણી આંખડીએ
ઝીણી નજરુંથી જોનારો

એ પોતે ચણેલામાં પોલ ભાળે તો તો
પાયામાંથી જ પાડનારો મોભીડો મારો
પાયામાંથી જ પાડનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

આવવું હોય તો કાચે તાંતણે
બંધાઈને આવનારો

એ ના’વવું હોય ને નાડે જો બાંધશો તો
નાડાં તોડાવી નાસનારો મોભીડો મારો
નાડાં તોડાવી નાસનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

રૂડો રૂપાળો થાળ ભરીને
પીરસે પીરસનારો

એ અજીરણ થાય એવો આહાર કરે નૈ
જરૂર એટલું જ જમનારો મોભીડો મારો
જરૂર એટલું જ જમનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

આભે ખૂંતેલી મેડી ઊજળિયુંમાં
એક ઘડી ન ઊભનારો

એ અન્નનાં ધીંગાણાની જૂની ઝૂંપડિયુંમાં
વણ તેડાવ્યે જાનારો મોભીડો મારો
વણ તેડાવ્યે જાનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

સૌને માથે દુખડા પડે છે
દુખડાંને ડરાવનારો

એ દુખને માથે પડ્યો દુખ દબવીને એ તો
સોડ તાણીને સૂનારો મોભીડો મારો
સોડ તાણીને સૂનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

કાળ જેવાને મહાકાળ લાગે છે
આભને બાથ ભીડનારો

એ સૂરજ આંટાં ફરે એવડો ડુંગરો
ડુંગરાને ડોલાવનારો મોભીડો મારો
ડુંગરાને ડોલાવનારો ગાંધીડો મારો
સો સો વાતુંનો જાણનારો

ઓળખજે બેનડી એ જ એંધાણીએ
એ મારા ખોળાનો ખૂંદનારો

એ મારો મોહનજી એ ઝાઝેરું જીવો મારા
ઘડપણને પાળનારો ગાંધીડો મારો
ઘડપણને પાળનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો

સો સો વાતુંનો જાણનારો ગાંધીડો મારો
ઝાઝી વાતુંનો ઝીલનારો

(આભાર – માવજીભાઇ.કોમ)

12 replies on “ગાંધીડો મારો – દુલા ભાયા ‘કાગ’”

  1. દુલ ભયા કાગે બહુજ અસર્કારક ભજ્નો બનાવ્યા ચ્હે મને એના ભજ્નો બહુ ગમે ચ્હે કેત્લાક ભજ્નો હુ ગઐ પન શકુ ચ્હુ

  2. રચના દુલા ભાયા કાગની છે…..પણ સ્વર એમનો નથી…..આ કોઈ અજાણ્યો સ્વર છે..

  3. ખુબજ સરસ રચના ગાધીજી વિશે શુધ્ધ કાઠીયાવાડી શબ્દો મા વર્ણન ખરેખર એક મહાન કવિ અને લોક સાહિત્ય્કાર નુ એક્ અદભુત સર્જન્…..ટહુકો.કોમ નો ખુબજ આભાર્

  4. Nice Song, Every Indian & Every Gujarati Should understand it. Gandhiji’s life described in this song is very touching heart.
    Thanks . . . .

  5. જયશ્રી
    દુલાભાઈ કાગ નું ભજન ” એજી તારે આંગણિયે જો કોઈ નર
    આવે તો આવકારો મીઠો આપજે હોજી …” એ મુકવા વિનંતી..
    આભાર
    રાજેશ વ્યાસ
    ચેન્નાઈ(તમિલનાડુ)

  6. આ જ દોહો મહન કવિ કાગ ના સ્વરે ૫૭;૫૮ રન્ગ્ભવન મધ્યે સાભ્દ્ય નુ યદે આવે ……………….કહા ગયે વો લોગ કહ ગયે વો દિન્………મારા અન્ગત મતે આ નજર થિ ગાધિ જિ ને જોનરુ કોઇ જદે જ નહિ , આ જ લોક સહિત્ય નેી ખુબિ ગન્વિ રહિ …..ત્મારા સર્વે નો આભાર …………..એક ………..મજ્બોૂત વાત ફરિ ય્યાદ કર્વા બદલ …………નહિ તો આ સરવે …….ભુલિજ ગયા

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *