કોઇક તો અમને યાદ કરે છે – પન્ના નાયક

sunset1.jpg

કોઇક તો અમને યાદ કરે છે
એ જાણીને ધરપત થઇ
આંસુઓના સ્મિત થયાં
ને સાંજની સાથે સોબત થઇ.

અમે તમારી નીંદમાં ક્યારે
સપનું થઇને આવ્યા:
જાણ્યું ત્યારે એમ થયું કે
કલ્પવૃક્ષને વાવ્યાં.

જિંદગી સાથે જાણે મારી
મનગમતી એક નિસ્બત થઇ
કોઇક તો અમને યાદ કરે છે
એ જાણીને ધરપત થઇ…

ચલો હવે એ શ્રધ્ધા સાથે
રસ્તો મારો ખૂલ્યો
શબ્દમાં તો નહિ પણ મારો
નીંદમાં પ્રેમ કબૂલ્યો

વિરહના દિવસ વેઠ્યા ત્યારે
મિલનની જાણે ઇજ્જત થઇ
કોઇક તો અમને યાદ કરે છે
એ જાણીને લિજ્જત થઇ…

13 replies on “કોઇક તો અમને યાદ કરે છે – પન્ના નાયક”

 1. manvantpatel says:

  કોઇક તો અમને યાદ કરે છે એ જાણીને લિજ્જત થઇ ! સાચી વાત ?

 2. અમે તમારી નીંદમાં ક્યારે
  સપનું થઇને આવ્યા:
  જાણ્યું ત્યારે એમ થયું કે
  કલ્પવૃક્ષને વાવ્યાં.

  એકમ સરસ લખ્યુ છે

 3. sonal says:

  તમે બહુ સરસ ગઝલ લખો છો, એકદમ સરસ લખ્યુ છે કોઇક તો અમને યાદ કરે છે એ જાણીને લિજ્જત થઇ ગુજરાતી ભાષાની ઇજ્જત થઇ

 4. sa says:

  i want t listen “roj bapore sanj ne tane zadwa keri dar saad kare che dil hare che door ni dungar mar” and the poet’s name

 5. Viren Patel says:

  Panna ben,
  Aa geet bahu sunder banyu chhe.
  Chhelli char lines vadhare gami.

 6. mehmood says:

  કોઇક તો અમને યાદ કરે છે.. ફ્કત આટલીજ વાત જિવનમા એટલી પ્રેરણા આપે છે ..કે જિવન જિવાય જ્વાય છે.

 7. dipti says:

  જિંદગીની સફર કોઈની યાદ સાથેજ પુરી થઈ જાય તો પણ ઍવુ બને કે ઍને કહેવાનુજ રહી જાય કે તને યાદ કરુ પરંતુ જયારે કોઈ આપણને યાદ કરે ત્યારે લાગે કે…..

  જિંદગી સાથે જાણે મારી
  મનગમતી એક નિસ્બત થઇ
  કોઇક તો અમને યાદ કરે છે
  એ જાણીને ધરપત થઇ…

 8. rajnikant shah says:

  જિંદગી સાથે જાણે મારી
  મનગમતી એક નિસ્બત થઇ
  કોઇક તો અમને યાદ કરે છે
  એ જાણીને ધરપત થઇ…

  nice!!!!

 9. rajnikant shah says:

  જિંદગી સાથે જાણે મારી
  મનગમતી એક નિસ્બત થઇ
  કોઇક તો અમને યાદ કરે છે
  એ જાણીને ધરપત થઇ…
  nice

 10. Just 4 You says:

  ચલો હવે એ શ્રધ્ધા સાથે
  રસ્તો મારો ખૂલ્યો
  શબ્દમાં તો નહિ પણ મારો
  નીંદમાં પ્રેમ કબૂલ્યો…

  Nice one…

 11. Nina shah says:

  I am your biggest fan. Why is it that you have not come up with any new kayvan sang rah.
  I am eagerly waiting for it.

 12. rajnikant shah says:

  કોઇક તો અમને યાદ કરે છે..
  ફ્કત આટલીજ વાત જિવનમા એટલી પ્રેરણા આપે છે ..કે જિવન જિવાય જ્વાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *