तेरे जाने के बाद – ઊર્મિ

લયસ્તરો પર પ્રથમવાર પ્રકાશિત થયેલી હિન્દી રદીફવાળી આ ગુજરાતી ગઝલ લખવાની પ્રેરણા ઊર્મિને જનાબ ઝફર ઈકબાલની ગુજરાતી રદીફવાળી ઉર્દૂ ગઝલ ઉપરથી મળી છે.

અને આજે – વ્હાલી ઊર્મિના જન્મદિવસે આ ગઝલ આપણા સર્વ તરફથી ઊર્મિને… જન્મદિવસની અમિત શુભેચ્છાઓ સાથે.. 🙂

fall-season1-sml
(લીલોતરીની સૂકી સૂકી વિદાય…     7 નવેમ્બર 2008)

*

બંસીથી સૂર
થઈ ગ્યો દૂર, तेरे
जाने के बाद !

*

સ્વર અને સ્વરાંકન – રિષભ મહેતા

.

સ્વર – ગાયત્રી મહેતા
સ્વરાંકન – રિષભ મહેતા

.

આભ ઝરમર ઝરે तेरे जाने के बाद,
રોજ પીંછાં ખરે तेरे जाने के बाद.

સ્તબ્ધ સૃષ્ટિ સકળ ને અકળ સ્તબ્ધતા,
ના હવા મર્મરે तेरे जाने के बाद.

મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
શૂન્યતા થરથરે तेरे जाने के बाद.

તારું ચાલ્યા જવું- એક પ્રસવયાતના,
કાવ્ય કૈં અવતરે तेरे जाने के बाद.

તું નથી, તું નથી, તું નથી, તું નથી,
તું બધે તરવરે तेरे जाने के बाद.

‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
ના જીવે, ના મરે तेरे जाने के बाद.

– ઊર્મિ (૬ મે ૨૦૦૯)

છંદવિધાન: ગાલગા ગાલગા ગાલગા ગાલગા

28 replies on “तेरे जाने के बाद – ઊર્મિ”

  1. …મેં મને ખોળી પણ ક્યાંયે હું ના મળી,
    શૂન્યતા થરથરે तेरे जाने के बाद…

    …તું નથી, તું નથી, તું નથી, તું નથી,
    તું બધે તરવરે तेरे जाने के बाद…

  2. hindi radeefe to char chand lagavi didha rachanama,

    mane aam to 6and ma kai khabar padati nathi 6ata pan,

    tum the to sab the, “radhai” ki zindagi me,
    sirf tum hi tum reh gaye, tere jane ke bad.

    jai shree krishna

  3. ઘણી જ સરસ રચના છે……

    તું નથી, તું નથી, તું નથી, તું નથી,
    તું બધે તરવરે तेरे जाने के बाद…..

  4. i am looking for a song if you have heard it….
    તારા વિયોગે રુપે ભરેલિ ચાદનિ રાત પણ ભડ્કે બળે છે..

  5. ઉર્મિ, વર્શાભિનન્દન્!તારુ ગાવાનુ ખુબ ગમ્યુ! નવો અખ્ત્રો અને સુન્દર અવાજ્ !

  6. જન્મદીવસ ની ઘણી શુભકામનાઓ સાથે,
    ભગવાન તમારી બધીજ મનોકામનાઓ પુર્ણ કરે તેવી આશા સાથે,
    સુન્દર અને સરસ રચના.

  7. ‘ઊર્મિ’ કેવી તરંગી હતી પણ હવે-
    ના જીવે, ના મરે तेरे जाने के बाद.

  8. સુંદર ગઝલ અને સ્વરાંકન! ગાયત્રિ મહેતાના સ્વરમાં ગઝલ જામે છે!
    જન્મ-દિન મુબારક હો!
    સુધીર પટેલ.

  9. વાહ… વાહ.. સુંદર ગઝલ અને મજેદાર પ્રસ્તુતિ…

    ગાયત્રી મહેતાના અવાજમાં ગઝલ સાચે જ ખીલી-ખુલી રહે છે…

  10. એ દિવસ રાત એ વાત એ પ્રેમની ,
    એ બધું સાંભરે તેરે જાને કે બાદ .

  11. ઊર્મિને જન્મદિન મુબારક.
    ઝરમર ઊર્મિ વરસાવતુ ગીત.
    સુંદર. અભિનંદન.

  12. બહેનશ્રી ઊર્મિબહેનના જન્મદિનની વર્ષગાંઠ પર એમને ખૂબ અભિનંદન !

  13. this really a very good poem, I am impressed very much by reading it, I modified your words in different way, i m putting it on your wall, i hope everybody will like it.tell me your opinion regarding my efforts to convert your words in hindi again.
    Dr. A. L.Savani

  14. જન્મદિન મુબારક ઊર્મિ…!
    અને આ હિન્દી રદિફનો ગુજરાતી ગઝલ-પ્રયોગ પણ સરસ રહ્યો …
    અભિનંદન અને અઢળક શુભકામનાઓ

  15. ઘણી જ સરસ રચના છે……
    तेरे जाने के बाद – ઊર્મિ

    તું નથી, તું નથી, તું નથી, તું નથી,
    તું બધે તરવરે तेरे जाने के बाद.

    લલીતકુમાર મારૂ

  16. અતિશય સુંદર રચના,,,,,,,,,
    મને કોઈ છંદ વિધાન સમજાવી શકશે?
    હું સમજી ન શક્યો.
    આભાર.

  17. ઉર્મિબેનને વર્ષાભિનંદન્. ગઝલમા હીન્દી રદીફથી કાંઈ વિશેશ ફરક પડતો નથી તેની જગ્યાe
    “તારા જવા / ગયા પછી” પણ યોગ્ય લાગત.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *