સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ…

ટહુકોના એક વાચક-શ્રોતા મિત્ર ‘રાજશ્રીબેન ત્રિવેદી’ એક ગીત છેલ્લા ૨૦ વર્ષથી શોધતા હતા, અને આખરે એ ગીત એમને મળ્યું પણ ખરું..! અને એમણે તરત જ એ ગીત ટહુકોના બીજા મિત્રો સાથે વહેંચવા મને મોકલી આપ્યું..! જો કે મેં એ ગીત… શ્રાવણના દિવસોમાં સાંભળાવવા માટે સાચવી રાખ્યું..! 🙂

પણ શ્રાવણ આવી ને જતો રહ્યો તો યે એ ગીત સંભળાવવાનું તો ભૂલી જ ગઇ..! (માફ કરશો ને?! 🙂 તો ચલો, આવતા વર્ષના શ્રાવણ સુધી રાહ નથી જોવી..!! આ રહ્યું આ અણમોલું ગીત.. સુધા મલ્હોત્રાના સ્વરમાં..!!

ગીત વિષે વધુ માહિતી નથી મારી પાસે… તમે મદદ કરશો ને? !!

સ્વર – સુધા મલ્હોત્રા
કવિ – ?
સ્વરકાર – ?

This text will be replaced

સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન

આકાશે જોઇ મેં તો છાયા ઘનશ્યામની
ને જાગી ઉઠ્યા શમણાંના ગીત
જોઇ જોઇ ઝંખુ ને ઝૂરું હું રાત’દી
એવી મારી પાગલની પ્રિત
વીજળી ચીરે વ્યોમ ને મને, વેદના ચીરે —-?

સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ

કોણ જાણે એવું શું આવે છે યાદ કે
નીતરે છે આંખમાંથી ધારા
આખા આ આયખાને આમ કાં દઝાડતા
કોની તે યાદના અંગારા
નથી ઉજળા દિવસ, ઘોર અંધારી રૈન

સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ
નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન

16 replies on “સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ…”

 1. Jayshree Merchant says:

  આ ગીત સ્વ. વેણીભાઈ પુરોહિત નુ હોઈ શકે. મઝા પડી ગઈ સાંભળવાની.

 2. Dr.Narayan Patel says:

  Nice song in Sudha malhotra’ voice.I heard her after many years.Dr.Narayan Patel Ahmedabad

 3. Just 4 You says:

  સખી, નીતરે શ્રાવણ, એમ નીતરે આ નૈણ..

  કોણ જાણે એવું શું આવે છે યાદ કે
  નીતરે છે આંખમાંથી ધારા..

  Too GOOD!!!

 4. Mehmood says:

  કોણ જાણે એવું શું આવે છે યાદ કે
  નીતરે છે આંખમાંથી ધારા
  આખા આ આયખાને આમ કાં દઝાડતા
  કોની તે યાદના અંગારા..
  યાદને તારી વિસરવા એક ભવ ઓછો પડે,આ અગનજવાળાને ઠરવા એક ભવ ઓછો પડે

 5. Deepak says:

  Bahuj Saras Geet ane Sabdo thi man ni, ankhoni and meet ni vaat kahi…નથી એને કાંઇ જંપ, નથી મનને આ ચૈન

 6. dipti says:

  બહુજ સરસ શબ્દો…સરસ ગીત.

  વિના કહ્યે દોડી આવે તે યાદ…

 7. hina says:

  ખુબ સરાસ ગેીત .

 8. jasmin says:

  મઝા આવી ગઈ.જેટલા મીઠા શબ્દો એટલો મધુર સ્વર અને સુર.

 9. sima shah says:

  આકાશે જોઇ મેં તો છાયા ઘનશ્યામની
  ને જાગી ઉઠ્યા શમણાંના ગીત
  જોઇ જોઇ ઝંખુ ને ઝૂરું હું રાત’દી
  એવી મારી પાગલની પ્રિત
  વીજળી ચીરે વ્યોમ ને મને, વેદના ચીરે….. (વેણ )
  મને તો આવુ સંભળાય છે,

  ખૂબ જ સુંદર શબ્દો, અવાજ અને ગીત……
  આભાર

 10. Kumi Pandya says:

  બહુ જ સરસ ગીત – કેટલા બધા વરસો પછી સામ્ભળવા મળ્યુ.
  આભાર રાજશ્રીબેન અને જયશ્રીબેન.

 11. manvant says:

  મધમીઠો સુર ને મધમીઠુઁ ગેીત !આભાર !

 12. rajeshree trivedi says:

  ખૂબ ખૂબ આભાર્.
  વીજળી ચીરે વ્યોમ વીધી નાખી રે વેન—– એ શબ્દો છે.
  આશા છોડી દીધી.ઍટ્લે છેક્ક આજે ટહુકો જોઈ ખુશી થઈ.

  આ સાલનો વરસાદ આ ગીત સાથે માણ્યો હોય તે જ આની વેદના જાણી ને માણી શકે.મર્મસ્પર્શી રચના. કવિને અભિનઁદન.

 13. આભાર મધમીઠો સુર ને મધમીઠુઁ ગેીત !

 14. kamlesh udani કમલેશ ઉદાણી says:

  કેટલા બધા વર્ષો પછી આ ગીત સાંભળ્યુ, આ ગીત તો સુરેશ દલાલ ની રચના છે . મિત્રો કોઈ પાસે અમદાવાદ ના શ્રુતિ મંડળ નો ખુબજ જૂનો ગરબો “ હું તો ગઈ તી …………….. મેળે ,મન મળી ગયું એની મેળે મેળામાં ………” તથા “ કાનમાં પવન કહીને ચાલ્યો કે હે …………… આવે મેહુલિયો રે…………”આ બંને ગીતો હોય તો ચોક્કસ ટહુકો ઉપર મુકશો. આપની સેવા ઉત્તમ ગણાશે ,હૃદઈએ થી લગાડીશું .
  કમલેશ ઉદાણી રાજકોટ તા. ૨૦-ઓગસ્ટ ,૨૦૧૨. અધિક માસ (ભાદરવી ચતુર્થી )

 15. manilalmmaroo says:

  bahuj sundar ane mind ne shanti appe aavu geet manilal,m,maroo

 16. રાજેશ્રી ત્રિવેદી says:

  આ ગીત upload થયુ નથી. સંભળાવી શકશો ?

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *