ઈસુ ઉપર ફેંકાયેલા પથ્થર તપાસ કર,
લોહી વડે લખાયેલા અક્ષર તપાસ કર.
ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર.
ટૂંકી ને ટચ છે બંધ એમાં એક વેદના,
આ કાચની કરચને સવિસ્તાર તપાસ કર.
મુજ નામની વિશાળ ઈમારત કને જઈ,
મળવું જ હો મને તો તું અંદર તપાસ કર.
-હેમેન શાહ
Sensible and touching composition…
સઁવેદનાનુઁ સઁસ્કરણ લોહીમા ફરતા ઉઝરડા, ઘાવ ,ચીરાઓ માથી શબ્દ સ્વરુપે થાય છે,અને અઁતે અઁતરિયળ પ્રવાસે સ્વ ની શોધમાઁ પરિણમે છે.
સુઁદર
very very good and true…….
હેમેન શાહ ની રચનાઓ ઘણી ગમે છે.
ત્યાં મિત્રતા ના અર્થ ને.વાળી વાત તો ઘણી સાચ્ચી છે.
એમણે લખેલી વાતો ઘણા બધાને બન્ધબેસતી હોય છે.
તેથી લાગે કે પોતાની જ છે.
આ ગઝલ કવિશ્રિ સુરેશ દલાલના શબ્દો યાદ આપવે – સબધ એક વહેમ ભર્યો અન્ધકર છે…!!
હેમેન શાહ સમ્વેદનો ને ખુબજ સરસ રિતે રજુ કરે છે – ભાસ્કર
મારી પ્રિય ગઝલ….
ત્યાં મિત્રતાના અર્થને ચોખ્ખો લખ્યો હશે,
જુલિયસ સિઝરની પીઠનું ખંજર તપાસ કર. – આ શેર તો જાણે મારી જિંદગીની ભગવદગીતાનો એક શ્લોક છે…!!!
ખુબ સરસ…