આ નવરાત્રી શરૂ થઇ, અને ગરબા - રાસની મૌસમ આવી. અને જ્યાં રાસની વાત થતી હોય, ત્યાં રાધા-કૃષ્ણનો રાસ યાદ કર્યા વગર કેમ રહી જવાય ?
આ ગીતની એક તો ખાસિયત કવિ શ્રી હરીન્દ્ર દવેના અવાજમાં આ ગીતનો આસ્વાદ.. જાણે કે એમની સાથે સાથે આપણે પણ કૃષ્ણ-રાધાનો રાસ જોવા પહોંચી જઇએ…!!
અને ગીતને સ્વર આપ્યો છે ગુજરાતી સંગીતના Legendary ગાયિકા - કૌમુદી મુનશી એ. કૌમુદીબેનના હજુ તો ઘણા ગીતો આપણે સાંભળવાના છે.. આજે શરૂઆત કરીએ આ રાધાગીતથી.

સંગીત : નિનુ મઝુમદાર
સ્વર : કૌમુદી મુનશી
આસ્વાદ : હરીન્દ્ર દવે
સ્વર : ?
નાગર નંદજીના લાલ !
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
કાના ! જડી હોય તો આલ
રાસ રમંતાં મારી નથડી ખોવાણી.
.. નાગર નંદજીના લાલ !
નાની નાની નથણી ને માંહી જડેલા હીરા,
નથણી આપો ને મારા સુભદ્રાના વીરા.
.. નાગર નંદજીના લાલ !
નાનેરી પહેરું તો મારે નાકે ના સોહાય,
મોટેરી પહેરું તો મારા મુખપર ઝોલાં ખાય
.. નાગર નંદજીના લાલ !
વૃંદાવનની કુંજગલીમાં બોલે ઝીણા મોર
રાધાજીની નથડીનો શામળિયો છે ચોર
.. નાગર નંદજીના લાલ !
નથણી આપોને પ્રભુ નંદના કુમાર,
નરસૈંયાના સ્વામી ઉપર જાઉં બલિહાર.
.. નાગર નંદજીના લાલ !



October 13th, 2007 at 8:19 pm
Awesome !!!! સાક્ષાત હ.દ. ના અવાજ માં આસ્વાદ…..જયશ્રી આજે તો તે હદ કરી નાખી….મારી ટોપ ટેન ની લીસ્ટમાં હવે ફરી નં-૧ ને બદલવુ પડશે :)…જીઓ જીઓ… નવરાત્રી ની સરસ શરુઆત કરી!
October 14th, 2007 at 3:31 am
I wud repeat same sentences said by chirag…….shakti ane bhakti tahuka ma jeevant rahe…………
October 14th, 2007 at 1:44 pm
બહેના ! તમારી શક્તિ ને ભક્તિનો સુઁદર
સમન્વય એક રાધા -એક કહાનના આ ચિત્ર
અને રાસમાઁ દેખાય ને સઁભળાય છે હોઁ ! જય અઁબે !
October 14th, 2007 at 11:40 pm
હ.દ.ના મૃદુ મંજુલસ્વરમાં આ ગીતની પૂર્વભૂમિકા (આસ્વાદ નહીં, હોં કે!) સાંભળવાની ખૂબ મજા આવી. ગાયકી પણ એવી જ મધુર છે… વારંવાર માણવાનું મન થાય એવી મજાની ભેટ…
October 15th, 2007 at 1:25 am
tahuka dwara tame kharekahr gujarti jannara upar krupa kari che, khub maja aavi, keep it up.
October 15th, 2007 at 8:16 pm
[...] નાગર નંદજીના લાલ… - નરસિંહ મહેતા October 16, 2007 Filed under: અન્ય સ્તુતિઓ — મગજના ડોક્ટર @ 3:16 am નાગર નંદજીના લાલ… - નરસિંહ મહેતા [...]
October 17th, 2007 at 8:50 am
આજે ખુબ મજા આવિ ગઇ તમારો આભાર.
મિનાક્ષિ
April 9th, 2008 at 2:02 pm
Harindrabhai na avaj no jadu . Anhiya je Aswad aapyo chhe ene vadhare manavi hoy to ” Narsainyo Bhakta Harino” namani Cd ke Caset chhe ee sambhadjo. Aakho programe Pujya Harindrabhaie compare karyo chhe. ( sorry for the espelling mistake ગુજરાતિ મા લખવુ હતુ પન બહુજ વાર લાગે
April 9th, 2008 at 2:05 pm
નિનુ ભાઈ ના ગિતો મા સિતાયન મુકાય તો ચાર ચાન્દ લાગિ જાય
June 24th, 2008 at 7:04 pm
આ ગિત થિ મને મારિ પ્રાથ્મિક શાલા યાદ આવિ ગઈ કેમ કે આ ગિત અમારા પાથય પુસ્તક મા આવ્તુ હતુ સરસ ગિત
ઘના સમયે સામ્ભલવા મલ્યુ. આભાર
June 5th, 2009 at 5:36 pm
નન્દ્ જિ ના લાલ ,,,,,,ખુબજ સુન્દર
મજા આવિ ગઈ
June 5th, 2009 at 9:20 pm
બહુ મજા પડી ગઇ, ખુબ ખુબ આભાર
October 3rd, 2009 at 6:34 pm
Really it is exited experience
October 15th, 2009 at 10:54 pm
નાગર નન્દજિના લાલ્…બઆલ પન્મા ગાતાતા..લ્ખાન આને ગાએલા મા ૧..૨..કદિ મા લોપ હતો…મનદોરવા માતે માફ કર્શો જિ….
February 13th, 2010 at 3:24 pm
બહુજ સરસ ભજનો છે….. મન પ્રફુલ્લીત થઇ રોજ સાભળ વા થી….. ખુબ ખુબ અભાર…
August 16th, 2010 at 8:30 pm
Mr Bankim Dholakia our executive Director has suggested this song. I must say and thankful to him that our cast celebreti Kaumidini Munshi has really song a invaluable memory