તને નજરું લાગી છે મારા નામની ! – વંચિત કુકમાવાલા

હરીન્દ્ર દવેનું પેલું ગીત યાદ છે ? ‘સોળ સજી શણગાર, ગયા જ્યાં જરીક ઘરની બહાર, અમોને નજરું લાગી..‘ ( થોડા દિવસોમાં આ ગીત સંગીત સાથે પાછું મુકીશ, મજા આવી જાય એવું ગીત છે.. 🙂 )
એ ગીતના જવાબ જેવું આ ગીત પણ સાંભળવા જેવું છે.. કવિની કલ્પનાઓ અમુક વાર ખરેખર દાદ માંગી લે એવી હોય છે. હવે આ જ ગીતમાં, કવિ પ્રિયતમાને કહે છે કે – વાસીદું કરશે તો છાણવાળા હાથ હવે મહેંદી રંગેલ તને લાગશે…!! જેટલીવાર ગીત સાંભળો એટલીવાર એક મુસ્કાન લઇ આવે એવી છે આ કડી..!!

અને હા.. આ ગીત લીધું છે આલ્બમ ‘યાદોનો દરિયો’માંથી. ટહુકો અને આપણા બધા તરફથી શ્રી અનિલભાઇનો ખૂબ ખૂબ આભાર આ આલ્બમ માટે.
સંગીત : અનિલ ધોળકિયા
સ્વર : અનિલ ધોળકિયા , સોનલ રાવલ

rajasthani_belle_PI59

ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !

લહેરાતા વાળ તારે ખેંચીને બાંધવા
ને આઇનામાં જોઇ અમથું હસવું
માથે ઓઢીને તારું શેરીમાં ફરવું
ને ઊંબરે બેસીને તારું રડવું

ઘરના તો ઠીક હવે ગામ આખું કહેશે,
કે રહી ના હવે તું કશા કામની..
તને નજરું લાગી છે મારા નામની !

વાસીદું કરશે તો છાણવાળા હાથ
હવે મેંહદી રંગેલ તને લાગશે
ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
અને કેટલીય ઇચ્છાઓ જાગશે

વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
પકડી લે કેડી મારા ગામની..
તને નજરું લાગી છે મારા નામની !

ભૂવા જાગરિયાના દોરા તું છોડ,
અને ન માળા ફેરવ તું સીતા-રામની..
તને નજરું લાગી છે મારા નામની !

27 replies on “તને નજરું લાગી છે મારા નામની ! – વંચિત કુકમાવાલા”

 1. Reader says:

  Nice song it is!!
  છેલ્લા અંતરામાં “વાડીએ જવાનું કોઈ બહાનું કાઢીને હવે” એવું સંભળાય છે.

 2. Himanshu Zaveri says:

  તને નજરું લાગી છે મારા નામની – ખરેખર સુંદર રચના છે. અને તેવુ જ સારી રીતે સંગીતબદ્ધ કરાયેલુ ગીત છે. Thanks for posting it

 3. pankita.b says:

  Khub ja saras geet che. 🙂

 4. ramesh shah says:

  જેટલીવાર ગીત સાંભળો એટલીવાર એક મુસ્કાન લઇ આવે એવી છે આ કડી..!!
  સાવ સાચી વાત.અને કેટલીય ઇચ્છાઓ જાગશે-એ પણ એટલી જ સાચી વાત.

 5. છેલ્લા ચારેક દિવસોથી નોંધી રહ્યો છું કે ટહુકો પર માત્ર પ્રેમ-રંગની છોળ જ ઊડી રહી છે. છેલ્લા ત્રણ દિવસની પૉસ્ટની તો વળી એવી વિશેષતા છે કે એ એક સ્ત્રીના, પ્રેમમાં પડેલી સ્ત્રીના મનોજગતનું જ નિરૂપણ કરે છે… આ માત્ર અકસ્માત્ જ થઈ રહ્યું છે કે….

 6. harshad jangla says:

  સરસ ગીત
  આ કવિનું નામ કદિ સાંભળવામાં આવ્યું નથી. આ સાચું નામ હોઈ શકે? કુકમાવાલા અટક પણ જરા નવી લાગે છે.ખુલાસો?

 7. Jayshree says:

  કવિની એક ગઝલ (એમના વિષેની થોડી માહિતી સાથે) લયસ્તરો પર : http://layastaro.com/?p=786

 8. manvantpatel says:

  વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે,
  પકડી લે કેડી મારા ગામની !
  સુંદર આહ્વાન ! નિમંત્રણ !

 9. manvantpatel says:

  દુઃખ સાથે કહેવાનુઁ કે ઃ-ગીત સાઁભળવાનો મારો પ્રયાસ ન ફળ્યો !

 10. વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
  પકડી લે કેડી મારા ગામની…

  વાહ, સુંદર ગીત… પણ તું કોને કેડી પકડવાનું કહે છે બેના?

  હમ્મ્મ્મ્મ… વિવેકની પ્રશ્નમાં બહુ દમ છે હોં…! જોઈએ હવે જવાબ મળે છે કે નઈં… 😕

 11. Pinki says:

  ઊર્મિ ,

  આ બાબતમાં હવે તો હું પણ વિવેકભાઈની સાથે સહમત છું
  અને તારી ગાગરનો સાગર પણ બહુ છલકાય છે ને કંઈ ?!

  સૈયર, તારા કિયા છુંદણે, મોહ્યો તારો છેલ, કહેને?
  સૈયર, તારા કિયા ફૂલની લૂમીઝૂમી વેલ, કહેને?

  બાકી,
  વાડીએ જવાનું કોઇ બહાનું કાઢીને હવે
  પકડી લે કેડી એના ગામની..
  તને નજરું લાગી છે એના નામની !

  હવે બહાનાની કોઇ જરુર નથી……….!!

 12. ashalata says:

  બહુ જ સુન્દર ગીત સાભળ્વાની મજા આવી——-

 13. zankhana says:

  A must listen song, especially when Anil Sir sings this song in a live concert…..

 14. Kiran Mankad says:

  ઍક્ષેલ્લેન્ત્ કવિ સન્ગિત અને સ્વ્રર્ વન્ચિત કુક્માવલ તેનુ ઉપ્નામ .કુક્મા ભુજ ગુજરાત્ વતન. બહુ ઉચ્ચ કવિ

 15. panna.buch says:

  વાહઃ ગરવા ગુજરાત મા ઓજસ પાથ્ર્યા.

 16. Bharat Oza says:

  વાહ અનિલભાઈ….! ગ્રેટ યાર… તમને ઘણા વખત બાદ સાઁભળવાનો મોકો મલ્યો. અને તે પણ નેટ પર. બહુ જ સુઁદર ગીત…મઝા આવી ગઈ…જય હાટકેશ.. સાલમુબારક..

 17. tku says:

  આ ગીત સંભળાવો. ‘error opening file’ આવે છે

 18. Divyang says:

  જયશ્રી બહેન , ગીત “error opening file” બતાવે છે. જલ્દી થી એને પાછુ ગુંજતુ કરી દો એવી વિનંતી.

 19. Bipin Baxi says:

  ભૂવા જાગરિયાના દોરા તું છોડ gives an error opening file

 20. SJS says:

  અદભુત રચના અને ગાયકી તો બહુ જ સરસ છે. કોઈના પ્યારમાં બાવરી બનેલીને બરાબર લાગુ પડતુ ગીત. જ્યારે કોઈને સાથે પ્રેમ થઈ જાય અને એ મળશે કે નહીં ની મુંઝવણ કાળજાને કોરી ખાતી હોય ત્યારે દોરા-ધાગા અને ભગવાનની માળાનો જાપ શરુ થાય છે પણ મનમાં તો પિયુના જ નામની માળા ચાલતી હોય છે.
  સાચે જ એને નજરું લાગી છે પિયુના નામની. હવે એના પિયુને એની નામની નજર લાગે તો વાત કંઈ બને.
  ઓચિંતા આંગળીમાં વાગશે ટચાકા
  અને કેટલીય ઇચ્છાઓ જાગશે

 21. bhautik says:

  Vanchit bhai ne abhinandan… Tamari “Ek ankhma sannato” book shodhta ‘Tahuko’ par jai chadyo ane mane tamaru likhit ane maru priy geet malyu…

 22. […] મસ્તીભર્યું ગીત પણ સાંભળવા જેવું છે. તને નજરું લાગી છે મારા નામની ! addthis_pub = ‘shree49’; addthis_logo = ‘http://www.addthis.com/images/yourlogo.png’; […]

 23. ગમે આપનુ કાર્ય

 24. Rasik Mamtora says:

  VANCHIT’s 2nd Kavya Sangrah ‘APARN VRUKSH’
  will be published on 21st Feb 2010 in Bhuj-Kachchh.
  E mail ID : vanchitkukmawala@gmail.com

 25. Bhautik says:

  સરસ મજાનુ ગાયન અ

 26. devraj gadhvi says:

  આજ રચના ને હમણા બે દિવસ અગાઊ વંચિત કુકમાવાલા દ્વારા પ્રત્યક્ષ કચ્છ માંડવી ના ગોધરા ગામે માણિ બહુ જ મજા આવી ….

 27. Upendraroy says:

  Anilbhai,Jai Hatkesh !!!!
  Ane Jai Swaminarayan !!!!
  Jo Tame Ex.BOI employee Ane Dhyani Swami Kanbha-Kuha Wala Na Bhakta Ho.Ane Tej Ho To,Hu Tamara Awaj Ane Sangeet Thi Ja Admirer Fan Tamaro Thai Gayelo.Kashiram Agrawal Hall Ma Saat Divas Sambhalya Pachhi,Surabhi,Tamare Tya pan Avelo Ane Darek Ravivare Tamane Sambhalava Ne Ja To,Jalaram Mandir Pase Ek Flat Ma Avato?? !!!
  tamane Malvu Duralabh Chee??
  Tamara Darek Geet Sathe,Gava ni Khub Maja Awe Che !!!
  Prabhu Tamara Avaj Ne,Tena Modulated voice pitch Ne Aka Bandh Rakhe,Tevi Prarthana !!!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *