સાવ અચાનક મૂશળધારે… – તુષાર શુક્લ

આજે વ્હાલા કવિ શ્રી તુષાર શુક્લનો જન્મદિવસ..! એમને ખૂબ ખૂબ… અઢળક…અમિત શુભેચ્છાઓ સાથે સાંભળીએ એમનું આ ખૂબ જ જાણીતું, અને મારું ખૂબ જ ગમતું વરસાદી ગીત..! અને હા, તુષારભાઇની કલમના ચાહકો માટે એક ખબર.. તાજેતરમાં જ એમની ૩ નવી ચોપડીઓ બહાર પડી છે. દીકરા-દીકરીના પિતા સાથેના સંવેદનશીલ સંવાદો મઢેલી આ ચોપડીઓ મારા હાથમાં ક્યારે આવે એની જ રાહ જોઇ રહી છું. :)

Happy Birthday Tusharbhai….  !!

સ્વર અને સંગીત : સોલી કાપડિયા

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
આ વાદળ વરસે છે કે તું ?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા,
કુંતલ કંઠે આવકારના પ્રીત-ગીત નભમાં લહેરાયા;
ઉત્કટ મિલનની પ્યાસ લઈને, આલિંગન અણમોલ દઈને
આ મનભર મેઘ મળે કે તું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

દાવા છોડી લ્હાવા લઈએ, ભીંજાઈને ભીંજાવા દઈએ,
આજ કશું ના કોઈને કહીએ, મોસમ છે તો વરસી રહીએ;
તરસતણાં ચલ ગીત ભૂલીને, વરસ હવે તું સાવ ખૂલીને,
હવે કોઈ પાગલ કહે તો શું?
ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
મને તું વાદળ કહે તો શું?

-તુષાર શુક્લ

37 thoughts on “સાવ અચાનક મૂશળધારે… – તુષાર શુક્લ

 1. Asha

  સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
  આ વાદળ વરસે છે કે તું ????

  Reply
 2. Govind Maru

  માન. શ્રીમાન તુષારભાઈ શુક્લને જન્મદીવસે હૃદયથી શુભેચ્છાઓ…

  Reply
 3. Jagruti

  જન્મ દિવસ ની ખુબ ખુબ શુભેચ્છા!

  અમને આવા જ ગીતો થી ભીંજવતા રહો અવી આકાંક્ષા…..

  Reply
 4. ખજિત

  શ્રી તુષાર શુક્લ ની જન્મદિવસની ખૂબ ખુબ શુભકામનાઓ. હંમેશા સાંભળવુ ગમે એવુ ગીત.

  Reply
 5. ashalata

  મનભાવન ગીત —–કવિને જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ.

  Reply
 6. Nayana

  તુસારભાઇ ના જન્મ દિવસે ખુબ ખુબ મુબારક.ખુબ જ સુદર ગીત વરસાદી મોસમમા વરસાદી ગીત

  Reply
 7. અશોક જાની 'આનંદ'

  તુષારભાઇને અઢળક શુભકામનાઓ, વરસાદની ખેંચમાં, જાતે વરસવા જેવું ખરું…

  Reply
 8. amit shah

  કવિ શ્રિ તુશાર શુકલ ને તેમની જન્મદિન નિ શુભેચ્હા ઓ ,

  Reply
 9. urmi m pandya

  many many happy returns of the day tusharbhai.god give you all strength wealth and prosperity and we pray to god to keep you happy and we request you to keep us happy by composing all new poems.happy returns of the day once again.

  Reply
 10. Mukesh Vora

  મને તું વાદળ કહે તો શું?
  સાઉદિ અરેબિયા જેવા સુક્કા પ્રદેશ માં તુષારભાઇ એ ભિંજવિ નાખ્યા.
  જન્મદિનની ખૂબ ખૂબ શુભકામનાઓ.

  Reply
 11. vimal khanna

  કવિ શ્રિ તુશારભાઇ ને જન્મ દિન નિ શુભકામના, ખુબજ સુનદર ગિત લગ્યુ
  આભાર

  Reply
 12. jahnvi vaishnav

  wishing you many happy returns of the day tusharbhai.thanking jayshreeben and amit bhai for the innitiative for this site.thank you.

  Reply
 13. Kalpana

  ખૂબ જ સુન્દર ભાવને ભીઁજવતુઁ લયની લહેરખીને વહાવતુઁ ગીત. ખૂબ ખૂબ વધામણી જન્મદિનની માનનીય તુષારભાઈને. આભાર.

  Reply
 14. jaimin

  સુન્દર રચના ,સોલિ ના અવાજમા ખુબ જ સુન્દર લાગ્યુ ,Happy Birthday to Tusharbhai

  Reply
 15. Ullas Oza

  શ્રી તુષારભાઈને જન્મદિન મુબારક.
  અર્થ-સભર ગીતો દ્વારા અમારા જેવા ચાહકોને આસ્વાદ કરાવતા રહો તેવી પ્રભુને પ્રાર્થના.
  ઉલ્લાસ ઓઝા

  Reply
 16. som

  Tushar means quenching the thirst- many happy returns of the day.Your excellence on compering the programmes may achive Himaslayan Hights Som

  Reply
 17. વિવેક ટેલર

  સુંદર ગીત… પણ સ્વરાંકન એટલું સરસ છે કે આ ગીતને એ એક અલગ જ ઊંચાઈએ લઈ જાય છે… સ્વરાંકન અને ગાયકીને સોમાંથી સો માર્ક્સ…

  Reply
 18. Geeta Vakil

  તુષારભાઈ, જન્મદિવસના ખૂબખૂબ અભિનંદન!

  Reply
 19. Priten Modi

  શ્રિ તુશારભાઈને જન્મ દિવસનિ ખુબ ખુબ શુભેછા.
  સુન્દર ગીત રચના અને મધુર સન્ગીત.

  પ્રિતેન મોદી

  Reply
 20. Asha

  સાવ અચાનક મૂશળધારે, ધોધમાર ને નવલખ ધારે,
  …આ વાદળ વરસે છે કે તું ?
  ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
  મને તું વાદળ કહે તો શું?

  ગેબને આરે આભ ઓવારે શ્યામલ શ્યામલ મેઘ ઘેરાયા,
  કુંતલ કંઠે આવકારના પ્રીત-ગીત નભમાં લહેરાયા;
  ઉત્કટ મિલનની પ્યાસ લઈને, આલિંગન અણમોલ દઈને
  આ મનભર મેઘ મળે કે તું?
  ધરાની તરસે વાદળ વરસે, તારી તરસે હું,
  મને તું વાદળ કહે તો શું?..

  Superb…It’s raining hard here…Loved this geet!!!

  Reply
 21. ullas kapadia

  tusharbhai i dont hv words 2 express my feelings.. you are the best..khub khub khub sunder rachna ane mind blowing voice of soli kapadia…………..thanks jayshreeben & amitbhai..

  Reply
 22. Tushar Shukla

  All the three books are now on stands..Dikari naame avasar, Back Pack, Denim.They are in gujaraati and available at Navbharat prakashan.

  Reply
 23. jigar shah

  સુન્દર રચ્ના સોલિ ના સ્વર મા..નિશા ઉપધ્યાય અને સોલિ ન સ્વર નો કોઇ વિકલ્પ નથિ

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *