જાણે દુશ્મન પર રાખી છે,
એમ નજર ભીતર રાખી છે.
નિષ્ફળતાનો પ્રશ્ન જ ક્યાં છે,
શ્રધ્ધા જાત ઉપર રાખી છે.
છાતી પર ખંજર ક્યાં મારો?
જાન હથેળી પર રાખી છે.
હું તો ચલ ધીમું ચાલું છું,
તેંય ગતિ મંથર રાખી છે.
માણસ દોડ્યે રાખે માટે,
ઈચ્છાઓ ઘર ઘર રાખી છે.
– મકરંદ મુસળે
” જાણે દુશ્મન પર રાખી છે,
એમ નજર ભીતર રાખી છે.”
સૌને હ્રદયે ઈ બેઠો છે
જીવ પર નજર રાખી ને
શુ કરુ કે ના કરુ હુ
તેના પર નજર રાખી છે.
તેના રાજીપા મા
મે મારો રાજીપો જોયો છે.
ક્યા કહને !
ટૂંકી બહર માં મકરંદની હથોટી આમ પણ જાણીતી છે.
શું વાત છે કાંઇ? મજો પડ્યો.
બધાય નો ખુબ ખુબ આભાર.
હતા ત્યાંના ત્યાંજ્..
હું તો ચલ ધીમું ચાલું છું,
તેંય ગતિ મંથર રાખી છે…
આ તે કેવી સમયની ગતિ હતી મુઠ્ઠી ખોલીને જોયું તો અકબંધ રેતી હતી…
Definitely best to think how to control desires.
ટૂંકી બહેરમાં ઊંડુ ચિંતન.
ખૂબ જ સુંદર ગઝલ… બધા જ શેર મનનીય થયા છે…
ક્યા બાત,ક્યા બાત ,ક્યા બાત ……
માઁની મમતા એકજ સાચી ,
બાકી મમતા પર રાખી છે .
તારી મારી ભીતર હરિએ ,
ઇચ્છાને હરફર રાખી છે .
it is always nice to have a nice things to have but it is not only nice but nicest…..
ખુબજ સુન્દર મકરન્દ ભૈ તુને તો મુઝે ઘાયલી જ કર ડાલા. સલામ ,નમસ્તે,
સુંદર ગઝલ
માણસ દોડ્યે રાખે માટે,
ઈચ્છાઓ ઘર ઘર રાખી છે….
ઘણુ બધુ કહેવાય જાય છે…..અભિનદન અને આભાર….
સુંદર ગઝલ! ટૂંકી બહેરમાં ઊંડી વાત!
Good one… spiritual message.
First few SHER remind me of BEFAM or SHUNYA PALANPURI…
Last SHER reminds me of Gazals by Ashraf Dabawala as his Gazals have ususlly good philosophical and spiritual message…