તારો મધમીઠો મહિમા – તુષાર શુક્લ

આજે સ્વરકાર અને ગાયક – માયા દિપકના જન્મદિવસે આ ગીત… ખાસ એમના દિકરા કુંજનની ફરમાઇશ પર 🙂

Happy Birthday માયાબેન..!! જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ..!

સ્વર સંગીત : માયા દિપક
આલ્બમ : મા-The Mother

.

તારો મધમીઠો મહિમા તને કેમ વિસારું મા?

પા પા પગલી તેં શીખવાડી આંગળીએ વળગાડી
આગળ પાછળ હરતા ફરતા વ્હાલથી રહે જમાડી
મા, તું કદીય થાકતી ના

ભૂલ કરીને તારે ખોળે માથું મૂકી રડાતું
તારી આંખનું મૂંગૂં આંસુ કહેવાનું કહી જાતું
કોઈને કેમ સમજાવું આ?

દૂર હોય કે હોય પાસમાં હોય દેશ પરદેશ
અમૃત ઝરતી આંખ્ડી તારી આવતી યાદ હંમેશ
ઠોકર ખાઉં તો કહે: ‘ખમ્મા!’

આંગળી તોડી ઊડતાં શીખવ્યું આભ પડે ત્યાં નાનું
‘આવજે’ કહેવા અટક્યો ત્યારનું મુખ સંભારું માનું
મુખથી કદી કહે ના: જા

રાત પડે તું નભતારક થઈ મુજને રહેતી જોઈ
આંખનું આંસુ પવન પાલવે મા, તું લેતી લ્હોઈ
તારા હાતને જાણું મા કહી દઉં: આ તો મારી મા
હાથ ફરી માથે ફેરવવા મા, તું આવી જા

– તુષાર શુક્લ

31 replies on “તારો મધમીઠો મહિમા – તુષાર શુક્લ”

  1. કાવ્યના શબ્દો ખૂબ અદ્ભુત છે ! જે વ્યક્તિ આ કાવ્ય સાથે કનેક્ટ કરી શકે એની આંખોમાંથી આંસુ સરી પડે એવું આ કાવ્ય છે અને સાથે એટલું સુંદર રીતે એને સ્વરાંકન પણ કરવામાં આવ્યું છે.

  2. જય્શ્રેીબેન્
    માયાબેન નુ ગેીત તારો મધમિથો મહિમા તને કેમ વિસારુ મા ગેીત પહેલાકોમ્પુતેર સરસ સમ્ભલતુ હતુ હવે કેમ આખુ આવ્તુ નથિ? પ્લેસ શુ કર્વનુ?

  3. ઘરમાં એક રોટલીના ચાર ટુકડા હોય અને ઘરની પાંચ વ્યકિતમાંથી જે સૌપ્રથમ બોલી ઉઠે કે મને ભૂખ નથી તેનું નામ મા!!!!!!!! ખુબ સરસ રચના

  4. Mayaben you are one of my favourite singers. I have lot of respect for your singing. Your soulful voice is a rare quality and a god gift. I am fortunate to share with you some of the joyful moments in my musical journey. God bless you. Kaushik Khajuria, Stanmore, London

  5. soulful lyrics tusharbhai,beautifully sung also…best tribute to ma…tears well up…no words to express the emotion it stirred in me

  6. માયા જન્મદિવસ મુબારક્,સાચુ સુગમ .વિપુલ અને નિહ્રારિકા આચાર્ય

  7. Mayaben Happy Birthday, belatedly. This is a wonderful song chosen by you and wonderful song written by Tusharbhai. I am going to try and get
    your CD of MAA. Your voice is wonderful and reminded of my mother.
    Thanks Jayshreeben to put this song .
    Sheela Sheth

  8. I had an opportunity to express what we all feel for Maa.Maya came out with a CD entitled ” MAA “. i compered it in a different way. i enjoyed it too. Happy birth day..Maya…keep singing.

  9. happy b’day mayaben.
    I am big fan of yours.
    You have such a great voice quality
    I herd your song from MAA.I realy like that.
    your fan,
    Meha

  10. જયશ્રીબેન,
    તારો મધમીઠો મહિમા – તુષાર શુક્લ By Jayshree, on April 22nd, 2010 in ગીત , ટહુકો , તુષાર શુક્લ , માયા દિપક. મા ની મૃદુ મમતા, મા ની સંતાનો માટેની અમર આશઓ અને મા ના હ્રદયના
    આશિર્વાદ જગતમાં જ્ન્મ લેતા દરેક જીવો માણે છે, અનુભવે છે. પછી ભલે તે સ્ત્રી હોય કે પુરૂષ. માયાબેનના
    આ અનુભવ ગણગણવા ખૂબ જ ગમશે.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  11. Thank you very much Jayshreeben for this pleasant surprise from you and my son Kunjan.
    I would like to thank all the listeners for their pleasant wishes and comments.
    There couldn’t have been a better gift for me on this day.

  12. માયાબેનને જન્મદિવસની શુભેચ્છાઓ
    રાત પડે તું નભતારક થઈ મુજને રહેતી જોઈ
    આંખનું આંસુ પવન પાલવે મા, તું લેતી લ્હોઈ
    તારા હાતને જાણું મા કહી દઉં: આ તો મારી મા
    હાથ ફરી માથે ફેરવવા મા, તું આવી જા
    તુષાર શુક્લના ભાવભીના શબ્દો અને માયા દિપકની ગાયકી
    ખૂબ સુંદર
    યાદ્

    મારા અંતરમાં અનુરાગ,
    તુજને કેમ કરી મા બતાવું
    શ્ર્વાસે શ્ર્વાસે રટણ છે તારું
    રુંવે રુંવે રચતું આંખના પલકારા
    સરખું કેમ કરી મા વિસારું
    નેત્ર વિના નિરખચી તુજને
    રસના વિના પરખવી

  13. આજના શુભ દિવસે (April 22, EARTH DAY)માને યાદ કરી બધાને ધન્ય કર્યા.આભાર.

  14. Wah!! Saras Geet chhey… I was looking for sth to dedicate to My Mom… And This song is it…My Mom is in India and I miss her a lot… Though I dont express it so well but I love her a lot too… Cant wait till she comes to US:) Thanks Jayshree Di for putting up this song… Tushar Uncle khhub saras lakhyu chhey… 🙂

  15. Wah!! Saras Geet chhey… I was looking for sth to dedicate to My Mom… She is in India and I miss her a lot though I dont express it so well but I love her a lot too… Cant wait till she comes to US:) Thanks Jayshree Di for putting up this song… Tushar Uncle khhub saras lakhyu chhey… 🙂

  16. આ ગીત સાંભળવાનું નથી, આ તો રદય વલોવવાનું અથવા રદયના ઊંડા ભીતરમાં ઉતરવાનું ગીત છે. કવિશ્રી તુષારભાઈને શબ્દોની પસંદગી અને સુંદર કલ્પનાઓ માટે ખુબ ખુબ અભિનંદન અને માયાબેન તમારા કોયલના મીઠા ટહુકા જેવા અવાજમાં ગીત ગાવા માટે ખુબ ખુબ અભિનંદન તેમજ આભાર. પ્રભુ આપને સદા આવી રીતે ગાતા રાખે તેવી જન્મદિનની શુભેછાઓ!

    દિનેશ ઓ.શાહ, ગેઈન્સવિલ,
    ફ્લોરીડા,યુ.એસ.એ.

  17. માયાબેનને જન્મદિનની શુભકામના.
    સુંદર ગીત મૂકવા બદલ જયશ્રીબેનનો આભાર.
    ઉલ્લાસ

  18. માયાબેન જન્મદિન મુબારક્.
    સુન્દર શ્બ્દો ને સુન્દર મધ મઘ તો સ્વર હ્ર્દયને સ્પર્શી ગયો. વાહ, શુ શબ્દો છે, શુ કંઠ છે……………….
    માતૃપ્રેમ પર લખાતા કાવ્યોની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે તે જાણીને આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થયો.
    માયા દીપકે પોતાના મધુર કન્ઠથી કાવ્યને પૂરો ન્યાય આપ્યો છે.
    બા આવ્યાના સમકક્ષ આ કાવ્ય માટે શ્રી તુષાર શુક્લને અભિનંદન.
    મને આ ગીત મેઈલ કરવા બદલ જયશ્રી નો ખુબજ આભારી છુ.

  19. મારી માં ૨૦૦૬ માં ભગવાન ના ધામમાં ગઇ. આ ગીત સામ્ભળીને આંખો ભરાઈ આવી. સુન્દર શ્બ્દો ને સુન્દર મધ મઘ તો સ્વર હ્ર્દયને સ્પર્શી ગયો. કવિ છુ તેથી વાધરે અસર કરી જાય છે. મને આ ગીત મેઈલ કરવા બદલ જયશ્રી નો ખુબજ આભારી છુ.

  20. માતૃપ્રેમ પર લખાતા કાવ્યોની પરંપરા હજુ પણ જળવાઈ રહી છે તે જાણીને આનંદ અને સંતોષની લાગણીનો અનુભવ થયો. જનનીની જોડ સખી નહીં મળે રે લોલ અને વળાવી બા આવ્યાના સમકક્ષ આ કાવ્ય માટે શ્રી તુષાર શુક્લને અભિનંદન. માયા દીપકે પોતાના મધુર કન્ઠથી કાવ્યને પૂરો ન્યાય આપ્યો છે. માયાબેન જન્મદિન મુબારક્.

  21. માયાબેન ને આજના દિવસ નિ ખુબ જ શુભકામના.
    માનુ સાચુ સ્વૂરુપ નુ દશન કરાવતા શબ્દ્દો પ્રભાવિત કરે તેવા છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *