આજે (April 22) આખી દુનિયાભરમાં ૪૦મો ‘ધરતી દિવસ’ – Earth Day – ઉજવાઇ રહ્યો છે.. ત્યારે આજનું આ કુદરતને અર્પણ.. જાણે હું કુદરતને કહેતી હોઉં કે – હું મારું (એટલે આમ તો સુરેશ દલાલનું 🙂 ) એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે..!!!
સ્વર : વૃંદગાન
સંગીત : પરેશ ભટ્ટ
આલ્બમ : હસ્તાક્ષર – સુરેશ દલાલ
Celebrating the 40th Anniversary of Earth Day on 22nd April, 2010
.
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન…
મારી ધરતી કેવી મલકે… મારી ધરતી કેવી મલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.
આખા તે આકાશ વિષે આ સ્વરનાં સોનલ સાવ સુકોમળ સ્પંદન,
મારો સાગર કેવો છલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.
હું મારા એક અંકુરેથી વૃક્ષ થઈને વેરું લીલાં ટહુકા,
હું મારું એક જલબિંદું થઈ, સાગર થઈને તરતી રાખું નૌકા,
હું મારું એક આભ થઈને ઉજળો ઉજળો તડકો ઓઢી મ્હાલું,
હળવે હળવે ચંદ્ર-કિરણનું પીંચ્છ ફેરવું પાંપણ ઉપર સુંવાળું,
હું મારું એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે,
મારી ધરતી કેવી મલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.
Wahh
Wah This is our real Heritage
Please repeat good post and song again
મને કુદરત વિશે લખેલ અલન્કારો વાલા કાવ્ય ગમેઆતો મનોરમ્ય કાવ્ય .ખુબ સુન્દર કહેવાય.ગુજરાતિ લખ્વાન મુશ્કેલ લાગે ખરુ.ભાશા બરાબર લખાતિ નથિ.
ખુબ સુન્દર સમુહ ગાન….
પ્રક્રુતિની ગોદમા જાણે ખોવાઈ જવાની ક્ષણ……
વૃંદગાન ના સિદ્ધાંતની સુંદર અભિવ્યક્તિ !
Dear Jayshreeben &Team;
What do we say when Sureshbhai Dalal is the poet and the subject is nature? Only one word will suffice:
E X C E L L A N T!!!
Vallabhdas Raichura
Maryland,April 4, 2010.
i like this song
i like tree
this song is very interesting
પરેશ ભટ્ટ એટ્લે કાવ્ય સન્ગિત્ત નુ સાચુ સરનામુ.
પયૉવરણની વૈશ્વિક સમસ્યા માનવજાત માટે ખતરો બની ગઇ છે
ત્યારે ધરતી દિન તરીકે ઊજવવાનું ખાસ મહત્વ છે
હું મારું એક ગીત ગાઉ છું તારે માટે મારા લાખ ઉમળકે,
મારી ધરતી કેવી મલકે… મારો સાગર કેવો છલકે…
વૃક્ષ-વૃક્ષની ડાળ-ડાળ ને પાન-પાન ને ફૂલ-ફૂલમાં નર્તન.
ખૂબ રૂહાની કોમ્પોઝીશન, સીધો હૃદયમાંથી આવતો પરેશભાઈનો અવાજ… ખૂબ ઓછા વાદ્યો અને છતાં અદભૂત, લાગણીશીલ રચના…તેઓનાં કોમ્પોઝીશન ગીતના શબ્દો ને અનુરૂપ હોય છે, તેઓ પોતાના કોમ્પોઝીશન દ્વારા શબ્દોનો ભારોભાર અનુભવ કરાવે છે.
આ સુંદર ગીત નુ સંગીત સુરતના જ મહાન સંગીતકાર શ્રી પરેશ ભટ્ટનુ છે. It is very very famous composition of him You can check him name in Hastaxar album also.
સરસ ગીત છે.
ખુબજ સુન્દર રચના સાચે જ પ્રકૃતિનુ નર્તન અદભૂત છે.
સુરેશ દલાલ એટલે લીલોછમ ‘ટહુકો’.
ડૉ. સુરેશભાઈનુ સુંદર ગીત સાંભળીને મન પુલકીત થઈ ગયુ.
ઉલ્લાસ
સુંદર ગીત…
ખૂબ જ સુંદર મજાનું ગીત… ગાયકી પણ સદાબહાર લીલીછમ્મ !!
આખુ કલ્પનાચિત્ર આંખ સામે ઊભુ થૈ ગયું. સાચે જ પ્રકૃતિનુ નર્તન અદભૂત છે.