યમુનાષ્ટક – વલ્લભાચાર્ય

આજે વલ્લભાચાર્ય જયંતિ નિમિત્તે સાંભળીએ એમના દ્રારા રચિત યમુનાષ્ટક… લતા મંગેશકર અને માયાદિપકના સ્વરમાં રાગ કલ્યાણમાં… અને સાથે ભૈરવી રાગમાં માયાબેનના સ્વરમાં… (શબ્દો માટે આભાર – Wikisource.org)

સ્વર – લતા મંગેશકર
રાગ – કલ્યાણ
આલ્બમ – ??

.

– – – – – – – – – – – – – – – – – – – – – –

નમામિ યમુનામહં સકલ સિદ્ધિ હેતું મુદા
મુરારિ પદ પંકજ સ્ફ઼્ઉરદમન્દ રેણુત્કટામ |
તટસ્થ નવ કાનન પ્રકટમોદ પુષ્પામ્બુના
સુરાસુરસુપૂજિત સ્મરપિતુઃ શ્રિયં બિભ્રતીમ ||૧||

કલિન્દ ગિરિ મસ્તકે પતદમન્દપૂરોજ્જ્વલા
વિલાસગમનોલ્લસત્પ્રકટગણ્ડ્શૈલોન્ન્તા |
સઘોષગતિ દન્તુરા સમધિરૂઢદોલોત્તમા
મુકુન્દરતિવર્દ્ધિની જયતિ પદ્મબન્ધોઃ સુતા ||૨||

ભુવં ભુવનપાવનીમધિગતામનેકસ્વનૈઃ
પ્રિયાભિરિવ સેવિતાં શુકમયૂરહંસાદિભિઃ |
તરંગભુજકંકણ પ્રકટમુક્તિકાવાકુકા-
નિતન્બતટસુન્દરીં નમત કૃષ્ણ્તુર્યપ્રિયામ ||૩||

અનન્તગુણ ભૂષિતે શિવવિરંચિદેવસ્તુતે
ઘનાઘનનિભે સદા ધ્રુવપરાશરાભીષ્ટદે |
વિશુદ્ધ મથુરાતટે સકલગોપગોપીવૃતે
કૃપાજલધિસંશ્રિતે મમ મનઃ સુખં ભાવય ||૪||

યયા ચરણપદ્મજા મુરરિપોઃ પ્રિયં ભાવુકા
સમાગમનતો ભવત્સકલસિદ્ધિદા સેવતામ |
તયા સહ્શતામિયાત્કમલજા સપત્નીવય-
હરિપ્રિયકલિન્દયા મનસિ મે સદા સ્થીયતામ ||૫||

નમોસ્તુ યમુને સદા તવ ચરિત્ર મત્યદ્ભુતં
ન જાતુ યમયાતના ભવતિ તે પયઃ પાનતઃ |
યમોપિ ભગિનીસુતાન કથમુહન્તિ દુષ્ટાનપિ
પ્રિયો ભવતિ સેવનાત્તવ હરેર્યથા ગોપિકાઃ ||૬||

મમાસ્તુ તવ સન્નિધૌ તનુનવત્વમેતાવતા
ન દુર્લભતમારતિર્મુરરિપૌ મુકુન્દપ્રિયે |
અતોસ્તુ તવ લાલના સુરધુની પરં સુંગમા-
ત્તવૈવ ભુવિ કીર્તિતા ન તુ કદાપિ પુષ્ટિસ્થિતૈઃ ||૭||

સ્તુતિ તવ કરોતિ કઃ કમલજાસપત્નિ પ્રિયે
હરેર્યદનુસેવયા ભવતિ સૌખ્યમામોક્ષતઃ |
ઇયં તવ કથાધિકા સકલ ગોપિકા સંગમ-
સ્મરશ્રમજલાણુભિઃ સકલ ગાત્રજૈઃ સંગમઃ ||૮||

તવાષ્ટકમિદં મુદા પઠતિ સૂરસૂતે સદા
સમસ્તદુરિતક્ષયો ભવતિ વૈ મુકુન્દે રતિઃ |
તયા સકલસિદ્ધયો મુરરિપુશ્ચ સન્તુષ્યતિ
સ્વભાવવિજયો ભવેત વદતિ વલ્લભઃ શ્રી હરેઃ ||૯||

|| ઇતિ શ્રી વલ્લભાચાર્ય વિરચિતં યમુનાષ્ટકં સમ્પૂર્ણમ ||
– – – – – – – – – – – – – – – – – – – – – –

(શ્રીવલ્લભઅનુગ્રહ.કોમ પરથી યમુનાષ્ટકનો ગુજરાતી ભાવાનુવાદ)

(હરી ગીત છંદ)

શ્રી કૃષ્ણના ચરણાવીંદની રજ થકી શોભી રહ્યા
સિદ્ધિ અલૌકિક આપનારા વંદુ શ્રી યમુનાજીને
સુપુષ્પની સુવાસથી જંગલ બધું મહેકી ઉઠ્યું
ને મંદ શીતલ પવનથી જલ પણ સુગંધિત થઈ રહ્યું
પૂજે સુરા સુર સ્નેહથી વળી સેવતા દૈવી જીવો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૧)

મા ! સુર્યમંડળ છોડીને બહુ વેગથી આવી રહ્યાં
ત્યાં કલિન્દના શિખ ઉપર શોભા અતિ સુંદર દીસે
એ વેગમાં પત્થર ઘણા હરખાઈને ઉછળી રહ્યા
ને આપ પણ ઉલ્લાસ પૂર્વક ઉછળતાં શોભી રહ્યા
હરી હેતના ઝુલા ઉપર જાણે બીરાજ્યા આપ હે
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૨)

શુક મોર સારસ હંસ યાદિ પક્ષીથી સેવાયેલાં
ગોપીજનોને સેવ્ય ભુવન સ્વજન પાવન રાખતાં
તરંગ રૂપશ્રી હસ્તમાં રેતી રૂપી મોતી તણાં
કંકણ સરસ શોભી રહ્યાં શ્રી કૃષ્ણને બહુ પ્રિય થયાં
નિતમ્બ રૂપ શ્રી તટતણું અદભૂત દર્શન થાય જો.
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૩)

અનન્ત ગુણથી શોભતાં સ્તુતિ દેવ બ્રહ્મા શિવ કરે
ઘન શ્યામ જેવું મેઘ સમ છે સ્વરૂપ સુંદર આપનું
વિશુદ્ધ મથુરા આપના સાન્નિધ્યમાં શોભી રહ્યું
સહુ ગોપ ગોપી વૃન્દને ઇચ્છીત ફળ આપી રહ્યું
મમ કોડ સૌ પુરા કરો જ્યમ ધ્રુવ પરાસરના કર્યા
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૪)

શ્રી કૃષ્ણના ચરણો થકી શ્રી જાન્હવી ઉત્પન્ન થયાં
સત્સંગ પામ્યાં આપનોને સિદ્ધિ દાયક થઇ ગયા.
એવું મહાત્મય છે આપનું સરખામણી કોઇ શું કરે
સમ કક્ષમાં આવી શકે સાગર સુતા એકજ ખરે.
એવાં પ્રભુને પ્રિય મારા હૃદયમાં આવી વસો
વંદન કરૂં યમુનાજીને શ્રીકૃષ્ણ આશ્રય આપજો (૫)

અદભૂત ચરિત્ર છે આપનું વંદન કરૂં હું પ્રેમથી
યમ યાતના આવે નહિ; મા ! આપના પય પાનથી
કદી દુષ્ટ હોઇએ તોય પણ સંતાન અમે સૌ આપના
સ્પર્શે ન અમને કોઇ ભય છાયા સદા છે આપની
ગોપીજનો પ્રભુ પ્રિય બન્યાં એવી કૃપા બસ રાખજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૬)

શ્રી કૃષ્ણને પ્રિય આપ છો મમ દેહ સુંદર રાખજો
ભગવદ્ લીલામાં થાય પ્રિતી સ્નેહ એવો આપજો
જ્યમ આપના સંસર્ગથી ગંગાજી પુષ્ટિમાં વહ્યાં
મમ, દેહ મન શ્રી કૃષ્ણને પ્રિય થાય એવાં રાખજો
વિરહાર્તિમાં હે માત ! મારા હૃદયમાં બીરાજજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૭)

હું આપની સ્તુતિ શું કરૂં માહાત્મય અપરંપાર છે
શ્રી લક્ષ્મી વિષ્ણુ સેવવાથી મોક્ષનો અધિકાર છે.
જલના અણુની સેવા થકી અદભુત જલ ક્રિડાતણાં
એ સ્નેહનું સુખ દિવ્ય છે મન મારૂં એમાં સ્થાપજો,
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો. (૮)

કોઈ સ્નેહથી કરશે સદા આ પાઠ યમુનાષ્ટક તણો
નિશ્ચય પ્રભુને પ્રિય થશેને નાશ થાશે પાપનો
સિદ્ધિ સકલ મલશે અને શ્રી કૃષ્ણમાં વધશે પ્રીતી
આનંદ સાગર ઉમટશેને સ્વભાવ પણ જાશે જીતી
જગદીશને વ્હાલા શ્રી વલ્લભી નામ સદૈવ ઉચ્ચારજો
વંદન કરૂં યમુનાજીને શ્રી કૃષ્ણ આશ્રય આપજો (૯)

37 replies on “યમુનાષ્ટક – વલ્લભાચાર્ય”

  1. જય યમુનાજિ
    યમુનાશ્ટક સામ્ભળેી ખુબ મજા આવિ.

  2. આદર્િન્ય
    મારા બાપુજએ ગાયેલ હવેલઇ સઅન્ગેીત ના ક્ીર્તન કેઈ િર્તે અિહ્ મુકાય ?
    પુરુશોત્તમ – અન્ય શ્લોક્સ પન મારી પાસે ચ્હે

  3. પ્રિય જયશ્રિબેનઃ
    આ શ્રી યમુનાશ્ટકમા ત્રણ વાર “નમામિ”શબ્દ શ્રી મહાપ્રભુજી વાપરે છે.વિદ્વાન્
    મહાનુભાવુનુ એવુ દ્રઢ મન્તવ્ય છે કે સ્નાન કરતી વેળાએ આ શ્રી યમુનાશ્ટકનુ પ્રુથ્વી છન્દમા ગાવાનુ અને જ્યારે “નમામિ”શબ્દ આવે છે ત્યારે કમરથી વળી ત્રણ વાર નમન કરવાથી કમરના કોઇ પણ દરદ ટક્તા નથી અને હોય તેમા
    સમપુર્ણ રાહત ૨૧ દિવસના એક્ધારા પ્રયોગ બાદ મળે છે એ મે મારા સ્વાનુભવથી જોયુ છે.

  4. પ્રભુ ન સર્વે વૈશ્નનવો ને જૈ શ્રેી ક્રિશ્ન.

    ખરે ખર અદ ભુત્

    પ્રવિન માસ્ત્રર્

  5. સહુઇ વૈસ્શ્નવ જન ને ગમ્તુ ,બહુ સરિ વત્ચે

  6. માયાબહેને ટકોર કરી પણ આપણે હજી સુધારો ન કર્યો

  7. શ્રિ યમુનાષ્ટ્કમ અતિ સુન્દર પોસ્ટ
    આભાર જયશ્રિબેન

    શ્રિ વલ્લભાધિશ કિ જય્
    સર્વે વૈશ્નવ ને જય શ્રિ ક્રિશ્ના

  8. thank you jay shree dd hu aa ketla divso thi find kari rahyo hato and ek divas mara mail ma joyu to tamari site ni updates ma mali gayu hu dhanya thai gayo thanks thanks many many thanks

  9. અતિ મધુર આનન્દ દાયક મન ને તથા અન્તકરન પ્ર્જ્વલિત થઇ ગયુ. વાહ બહેના વાહ.

  10. The great Lata Mangeshkar sang Yamunastakam for a gujarati movie on Yamuna Maharani and not for any album. The same can be heard at Nathdwara Temple everday morning before mangla darshan.

  11. લતાજીના સ્વર મા યમુનાષ્ટ પહેલીવાર સાંભ્ળયુ…..આભાર..

    વ્રજવેલી બ્લોગ (www.vrajveli.blogspot.com) તરફથી વલ્લભાચાર્ય જયંતિની ખુબ ખુબ વધાઈ.

    જય શ્રી ક્રિષ્ણ

  12. Jayshreeben & Team :

    To day on the birthday celebration of Shree Mahaprabhauji, you have showered bounty on all of us in no small measure.Three melodious renderings of Yamunashtaka composed by ShreeVallabhacharya and that too melodiously rendered by legendary Lata Mangeshkar and Maya Deepak in raagas Kalyan and Bhairavi!!
    However,two suggestions need to be made:(1)This prayer to Yamunaji was originally composed in Pruthvi Chhand by ShreeVallabhachrya and is rendered soulfully in that Chhand by Pandit Jasraj and (2)that his correct name is ShreeVallabhachrya as his birth name was ShreeVallabh and not Vallabh.If there would have been telephones then and, therefore, Telephone Directory, his name as a subscriber would have been listed under letter “S” and not under letter “V”.Misspelling of any personal name is considered disrespect,abuse and slang according to authentic English and western etiquette.

    With ShreeVallabhacharya in heart,

    Vallabhdas Raichura,
    Maryland,April 10,2010.

  13. સ્વરાકન ખુબ્જ સરસ અને લતા જિ ના સ્વર્ મા સભ્લ્વુ લાહવો માન્વા જેવો

  14. માનનીય જયશ્રીબહેન
    યમુનાશ્ટક ત્રણે સ્વર મા સામ્ભળવાની ખુબ મજા પડી. ગુજરાતી અનુવાદ જાણવા મળ્યા નો અન્હદ આનન્દ છે
    ધન્યવાદ
    ખ્યાતિ મહેતા

  15. બહુ મઝા આવેી , યમુનાશતક સાભલવાનેી,
    જય શ્રેી બેન,એક હવેલેી સન્ગેીત સભલવશોૂ,
    …..હવેલેી બનધાવિ દઉ શ્રિજિ તારા નામ નેી …

  16. Dear Jayshree & Family:

    Jay Shree Krishna & Jay Shri Vallabh

    Thank you very much for posting the wonderful Yamunastakam. I am enjoying and listening this great devotional song on appearance day of Shri Shri Vallabacharya today continuously.

    Again, thank you so much for your wonderful devotional service for every one.

    Atul Krsna dasa (Atul C. Shah, MD)
    Troy, Michigan, U.S.A.

  17. JSK TO JAYSHREEDIDI,
    WHEN I HAVE SEEN YAMINASHTAKAM ON SCREEN I JUST TAKEN ABACK.
    AFTER THAT I FEEL VERY GOOD.THANK U VERY MUCH.

  18. સહુને આજના દિવસની શુભેચ્છા.

    વલ્લભાચર્યજીનો જન્મ ચાપાંર્ણયમાં થયો હતો. તેમનો પરિવાર વિષ્ણૂસ્વામી વિચારધારામા વિશ્વાસ ધરાવતો હતો. એક માન્યતામુજબ સ્વયં ભગવાન શ્રીકૃષ્ણે વલ્લભાચર્યજીના પૂર્વજોને વચન આપ્યું હ્તુ કે સો સોમયજ્ઞની પૂર્ણાહૂતી બાદ તેઓ સ્વંય તેમના વંશમાં જન્મ લેશે. આ રીતે ચૈત્ર વદ ૧૧ન શુબ દિવસે માતા ઇલામ્મા અને પિતા લક્ષમણ ભટ્ટ્ના ઘરે તેમનો જન્મ થયો. મધ્યયુગી ભારત કે જ્યારે મુસ્લિમોના આક્રમણ અને હિન્દુ સંપ્રદાયોના પરસ્પર વિખવાદને કારણે સનાતન ધર્મનો હ્રાસ થયો હતો, ત્યારે આર્યાવતને માર્ગ બતાવવા ભગવાન કૃષ્ણે વલ્લભાચર્યજીના નામે અવતાર ધારણ કર્યો એમ મનાય છે. આજે વલ્લભાચર્યજીના અનુયાયીઓ સમગ્ર વિશ્વમા ફેલાયેલા છે
    આને હા જયશ્રી, યમુનાષ્ટકના ગુજરાતી ભાવાનુવાદનો સંગીત મઢેલ વિડીયો યુ ટ્યુબ પર ઉપલબ્ધ છે.

  19. Wow Jayshree !!
    Gr8 ” YAMUNASHTAK “… Pleasant to hear melodious voice of LATA ji…
    Keep it up… Keep posting other slokas, mantras, stutis, ashtak’s etc etc…
    Regards
    Rajesh Vyas
    Chennai

  20. ખુબ જ મઝા આવી. જો યમુનાષ્ટ્કમ્ ની જેમ વિષ્ણુસહસ્ત્રનામ તથા હનુમાનચાલિસા પણ મળે તો વધુ મઝા આવે. આપનો ઘણો ઘણો આભાર.

  21. આભાર…………..
    સવારે આ બધુ સાંભળીને મ્ન આનંદિત થઈ ગયું……..
    સીમા

  22. Thankyou Jayshreeben for posting ‘yamunashtakam’.The one sung by mayadeepak is based on raga BHAIRAV,
    instead of BHAIRAVI. Please correct the same.

  23. લતાજી ના સ્વર મા….. યમુનાષ્ટક…….
    દિવ્યતા…વ્યાપી ગઈ……

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *