ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી ..!! - તુષાર શુક્લ

આ મારું ખૂબ જ ગમતું ગીત, એક વ્હાલી સખીને એના જન્મદિવસે મારા તરફથી શુભેચ્છારૂપે.. :) ( Happy Birthday, Bena… !! )

અને એમ પણ, તુષાર શુક્લ જેવા કવિની લખાયેલું આટલું મધમીઠું ગીત, અને સાથે સોનામાં સુગંધ ઉમેરતો સૌમિલ મુન્શી અને આરતી મુન્શીનો યુગલ સ્વર…

અને હા… એક બીજી કમાલ કરી છે માલવભાઇએ સંગીત આપીને… જ્યારે જ્યારે ગીતમાં આ શબ્દ આવે, લે તાલી…. દે તાલી.. ત્યારે તો એમ થાય કે બાજુમાં કોઇ ઉભુ હોય તો એને જરૂરથી તાલી આપી જ દઉં.. !!
સ્વર : સૌમિલ અને આરતી મુન્શી
સંગીત : માલવ દિવેટીઆ

tahuke.JPG

This text will be replaced

ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી
આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી, દે તાલી

અધમધરાતે ઊડી જતાં એ સપનાં કેરાં સમ
આંખોના આકાશમાં હોયે કાંકતો નીતિ નિયમ
પરવાળાના ટાપુ જેવી નીંદરને ન લડીએ
પાંપણ પાળે પ્રીત વસે છે એને જઇને કહીએ

હોવું આખું મ્હેક મ્હેક એ પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….

આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ
નકશાની નદીઓને માથે ચિતરાયાનો શાપ
અધક્ષણ ઉપરવાસમાં મૂઠી ચોમાસા શું આપ

સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ સખી દે તાલી
આ વધઘટ મનનાં વ્હેમ….

એક વર્ષ પહેલા : કે કાગળ હરિ લખે તો બને - રમેશ પારેખ, હરિવરને કાગળ લખીએ રે... - ભગવતીકુમાર શર્મા

19 comments to ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી ..!! - તુષાર શુક્લ

  1. કુણાલ
    September 17th, 2007 at 10:36 pm

    સુંદર ગીત

  2. સુરેશ જાની
    September 18th, 2007 at 6:22 am

    પહેલી જ વાર સાંભળ્યું.
    આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
    અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ
    આ પંક્તી બહુ ગમી.
    ——————–
    નકશાની નદીઓને માથે ચિતરાયાનો શાપ
    અધક્ષણ ઉપરવાસમાં મૂઠી ચોમાસા શું આપ

    સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ સખી દે તાલી

    આનું કોઈ રસદર્શન કરાવે તો સારું.

  3. Pinki
    September 18th, 2007 at 9:17 am

    જયશ્રી, ખૂબ જ સુંદર……. દે તાલી……..

  4. વ્હાલી સખી
    September 18th, 2007 at 1:34 pm

    આભાર વ્હાલી સખી! :-)

    એકદમ સામાન્ય લાગે એવી ખૂબ જ અદભૂત ધ્રુવપંક્તિ…!!

    ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, સખી દે તાલી
    આ વધઘટ મનમાં વહેમ, પ્રિયે લે તાલી, દે તાલી…

  5. manvant patel
    September 18th, 2007 at 2:19 pm

    સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ,સખિ ! દે તાલી !
    ઘણું જ સરસ ગીત ! સાભિનંદન આભાર ! જયશ્રીબહેન !

  6. tushar shukla
    May 14th, 2008 at 11:19 pm

    geetnun bhav vishv sav spsht chhe .ogalavanu ane te pan parane nahin ,prasanntathi ,tahuke tahuke ..enun nam prem .vadhu vaat mate morpichh@yahoo.co.in par malie .tushar ,the poet .

  7. krishana
    September 22nd, 2008 at 8:31 am

    cant listen…no link is displayed … what to do??? please tell

  8. tushar
    October 11th, 2008 at 9:43 pm

    પન્ક્તિ આમ વાન્ચો ; સુર્ય્મુખિના સમ્બન્ધોનિ પરવશતા ના પ્રેમ .

  9. anu
    December 4th, 2008 at 11:55 pm

    જયશ્રેીબેન,દો તાલેી.મજા આવેી ગઈ.

  10. ગાગરમાં સાગર » Blog Archive » ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ -તુષાર શુક્લ
    September 6th, 2009 at 8:27 am

    [...] ઉપર જ સાંભળ્યું હતું અને ત્યારે એણે એ મારે માટે જ મૂક્યું હતું.  આજે એ જ ગીત હું ય એનાં [...]

  11. Tejal jani
    September 18th, 2009 at 11:10 am

    Varmvar Sambhlvu Game Tevu Geet…

  12. લયસ્તરો » યાદગાર ગીતો :૨૫: એમ પૂછીને થાય નહીં પ્રેમ – તુષાર શુક્લ
    December 18th, 2009 at 7:31 pm

    [...] તોડી, મારો સાહ્યબો અષાઢીલો મેઘ છે સખી, ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ, તારી હથેળીને દરિયો માનીને કોઈ, વગેરે [...]

  13. bhadresh shah
    January 19th, 2010 at 12:09 pm

    એક વ્હાલી સખીને………

    “પ્રેમ ની અદભુત અનુભુતી……………….. ”

    પાંપણ પાળે પ્રીત વસે છે એને જઇને કહીએ……………

    ટહૂકે ટહૂકે ઓગળવું એ પ્રેમ,

    હોવું આખું મ્હેક મ્હેક એ પ્રેમ

    સૂર્યમુખીના સંબંધોની પરવશતાના પ્રેમ…………વધઘટ મનનાં વ્હેમ…. પ્રિયે લે તાલી, દે તાલી

  14. bhadresh shah
    January 19th, 2010 at 7:46 pm

    સખી દે તાલી
    પ્રિયે લે તાલી,
    દે તાલી

    પ્રેમ નો શાક્સાત્કાર્……….સુન્દર્ અભિવ્યક્તિ……….

  15. dipti
    April 14th, 2010 at 7:10 pm

    સરસ ગીત..સુંદર ગાયકી અને સંગીત તો લાજવાબ.. જયશ્રી બેન તમારી વાત સાવ સાચી છે …જ્યારે જ્યારે ગીતમાં આ શબ્દ આવે, લે તાલી…. દે તાલી.. ત્યારે તો એમ થાય કે બાજુમાં કોઇ ઉભુ હોય તો એને જરૂરથી તાલી આપી જ દઉં.. !!

    આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
    અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ
    આ પંક્તી બહુ ગમી….

  16. falguni
    April 17th, 2010 at 11:47 pm

    I am big fan of songs of Tushar Shukla n ofcourse, SaumilbhaI n Aartiben. I just love this song.

  17. falguni
    May 14th, 2010 at 12:31 am

    જેટલી વાર આ ગીત સામ્ભળીએ એટલી વાર ઓગળી જવાય છે પ્રેમ મા. અદભુત શબ્દ સન્ગીત ને સ્વર નુ સન્યોજન. આભાર.

  18. dipti
    May 21st, 2010 at 6:56 pm

    વારંવાર સાંભળવુ ગમે તેવુ ગીત..

    …સુંદર ગાયકી અને સંગીત તો લાજવાબ.. જયશ્રી બેન તમારી વાત સાવ સાચી છે …જ્યારે જ્યારે ગીતમાં આ શબ્દ આવે, લે તાલી…. દે તાલી.. ત્યારે તો એમ થાય કે બાજુમાં કોઇ ઉભુ હોય તો એને જરૂરથી તાલી આપી જ દઉં.. !!

    આપણી વચ્ચે બે કાંઠે આ જમુનાજીનાં જલ
    અહીં ઓગળે હોવું ને ત્યાં ઓગળ તું પળપળ….

    આ પંક્તી બહુ ગમી….

  19. dipti
    August 4th, 2010 at 7:25 pm

    આ મારું ખૂબ જ ગમતું ગીત છે.ક્ષેમુદાદાની ‘સંગીત સુધા’મા હમણા જ આ ગીત માણ્યુ, અને અહી ટહુકામા ફરી એક વખત….

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>