સ્વર : ગૌરાંગ વ્યાસ

This text will be replaced
શબદ સુરાહી સૂર છલોછલ સભર અનલ હક માણ્યો રે
પીધો પાયો પાયો પીધો પ્રગટ પરમ રસ જાણ્યો રે
અમર સદા અવિનાશ!!
કૃષ્ણકૃપાવિણ કશું નવ સંભવ અનુપમ રસ બરસાયો રે
મન-ઓષ્ઠનાં દ્વાર ખૂલ્યાં ને સૂર ઉર ગૂર્જર ગાયો રે
હે નાગર! તું સૂરશબદસર છલક છલક છલકાયો રે.
અમર સદા અવિનાશ!
અજબ રસાયણ સૂરશબદનું રાગવિરાગ સોહાયો રે
જ્યોત સે જ્યોત મિલી મોરે હંસા અદ્ભૂત અલખ જગાયો રે
હે રસરાજ! તું નાદબ્રહ્મ અવ ગહન પરમ પમરાયો રે!
અમર સદા અવિનાશ!
Share what you loved...
Email
શ્રી અવિનાશ વ્યાસની પુણ્યતિથી નિમિત્તે આ ગીત અહીં એકદમ
યોગ્ય. એનાં કવી શ્રી. તુષાર શુકલ અને સ્વરકાર શ્રી. ગૌરાંગ વ્યાસ. ગુજરાતને ગાતું કરનારા આ ગીતકાર – સંગીતકારને શત શત પ્રણામ.
It should be ‘Sabhar’ and not ‘Sabar’ in the ist line of the song.
અરે વાહ, ખૂબ સુંદર શબ્દો.
ખૂબ ખૂબ આભાર સૌમિલભાઈ, પોસ્ટ સુધારી દીધી છે!
શ્રી અવિનાશભાઇની એક પંક્તિ બાળપણથી યાદ છે. સથવારો કાવ્ય સંગ્રહમાંથી
ભોમિયાને મેં પૂછ્યું “કેડી આ ક્યાં જાય છે?”
“અણજાણ છું” કહે ભોમિયો, “સહુ આવે છે ને જાય છે”
શ્રીમતી વસુમતિબહેન દિવેટિયા (અવિનાશભાઈના પહેલાં પત્ની) મારા સંગીત શિક્ષિકા હતાં
સથવારો અને દુધગંગા કાવ્ય સંગ્રહો ક્યાંયથી મળે તો ખૂબ આભારિત થઈશ
for tushar bhai ……………………….
his hastakshar i liked very much………….
its wonderful and gorgeous…………….especially the title song………………..thank u very much…………
અવિનાશ ભાઈ ને સામ્ભલિ ને નાગર હોવાનુ ગૌરવ થાય ..
good
ખુબ ગમતુ ગિત
ખરેખર સરસ ગેીત ચે.ગુજરાતના પૈતામહ્.
ગુજરાતી સન્ગીતના ગોડ ફાધર ચે.ગુજરતી સન્ગેીતને ઘરે ઘરે ગુન્જતુ કરયુ.
હે નાગર! તું સૂરશબદસર છલક છલક છલકાયો રે.
વાહ વાહ
AA GEET SAMBHALTA AANKO MARI BHINJAI GAYI