ગરબે આવો મા – હસિત બુચ

ગાયિકા : માલિની પંડિત નાયક, રાજેન્દ્ર જોષી
સ્વરકાર : પરેશ નાયક
કવિ : હસિત બુચ
આલ્બમ : ગરબે આવ્યા મા

(ગરબે આવો મા…ચૈત્રી નવરાત્રી… Photo : Navarathri.org)

.

દૂર ડુંગરીયે વાગતી વેણ, ગરબે આવો મા…

રૂડી ધરતીની ગાજતી રેણ, ગરબે આવો મા…

મારી ગાગર પર ચીતરી વેલ, ગરબે આવો મા…

મહીં દીવડીઓ રેલમરેલ, ગરબે આવો મા…

મારી સૈયરની ફોરતી ઘેર, ગરબે આવો મા…

રમે હૈયામાં ઝીણેરી સેર, ગરબે આવો મા…

મારી શમણાંએ આંખડી ભરેલ, ગરબે આવો મા…

મને ચાંદલિયે હેતથી મઢેલ, ગરબે આવો મા…

આજ નવરાતે અમરતના કહેણ, ગરબે આવો મા…

કુંજ-ગુર્જરના નોરતે કહેણ, ગરબે આવો મા…

13 replies on “ગરબે આવો મા – હસિત બુચ”

 1. જય પટેલ says:

  મા વિશ્વેષવરીની અખૂટ…નિરંતર કૃપા
  વિશ્વ ગુર્જરો પર વરસતી રહે તેવી અર્ચના.

  ખુબ સુંદર…પ્રસંગયોચિત પ્રસ્તુતિ.
  આભાર.

 2. kanubhai Suchak says:

  વાહ !! પરેશભાઇ અને માલિનીબેન.ઉત્તમ સ્વરાંકન અને મધુર ભાવવાહી સ્વર.મન પ્રસન્ન થઈ ગયું. અભિનંદન.

 3. kanubhai Suchak says:

  મારી શમણાંએ આંખડી ભરેલ, ગરબે આવો મા…

  મને ચાંદલિયે હેતથી મઢેલ, ગરબે આવો મા…

  કવિ હસિતભાઇની આ પંક્તિઓમાં ભાવવિશ્વનો પરિવેશ પ્રતીક વ્યંજનાત્મક અભિવ્યક્તિથી ગરબો હોવા છતા કવિતાનો છે.

 4. hema says:

  શુભ નવરાત્રિ…મા આજે બહુ ખુશ છૅ ખુબ ખુબ આભાર

 5. bipin parekh says:

  I want to listen Hansa Dave old songs & also of Rekha Trivedi

 6. Maheshchandra Naik says:

  નવરાત્રિની શુભકામનાઓ…..

 7. ગરબો બહુ ભાવથિ ગવાયો ૬….થેન્ક્સ્…

 8. Chintan says:

  આભાર જયશ્રીબેન…

 9. M.D.Gandhi, U.S.A. says:

  ચૈત્ર નવરાત્રિ પ્રસંગે સરસ ગરબો મુક્યો છે. ગાયકો પણ સારું ગાય છે.

 10. pragnajuvyas says:

  શુભ નવરાત્રિ

 11. સુંદર ગરબો અને સુંદર સ્વર…

  ગુજરાતી શ્રોતાઓને સતત આવી સરસ રચનાઓની ભેટ ધરતા રહેશો.

  ઓછા સાઁભળેલા અને ઓછા પ્રચલિત ગુજરાતી ગીતો સાઁભળવાનુઁ પણ ગમશે.

  અભિનઁદન.

  હિમાઁશુ પ્રેમ

 12. swati says:

  સરસ ગરબો ,ખરેખર મન માના શરન મા જ પહોચ્યુ.

 13. ghazal says:

  composition nd malini aunty’s voice is really very nice combination 🙂

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *