મુકેશભાઇનો આ કાગળ (એટલે કે કવિતા..) પહેલીવાર આશિત દેસાઇના કંઠે સાંભળેલો..! ગયા વર્ષે જ્યારે આશિતભાઇ-હેમાબેન-આલાપ અહીં બે-એરિયામાં હતા ત્યારે દર્શનાબેનના ઘરે એમને રૂબરૂ સાંભળવાનો મોકો મળેલો.. ત્યારે એમણે આ ગીત ખૂબ મઝાના સ્વરાંકન સાથે રજૂ કરેલું..! કોઇ આલ્બમમાં કે કશે એનું રેકોર્ડિંગ મને હજુ મળ્યું નથી, પણ મળે એટલે તરત તમારી સાથે વહેંચવા લઇ આવીશ અહી… આજે મુકેશભાઇના શબ્દોની મઝા લઇએ..! (આ ગીત પોસ્ટ કર્યાના બે જ કલાકમાં આ ગીતનો ઓડિયો મળી પણ ગયો..) કવિ કાગળ પહેલો પ્રેમપત્ર (ઇમેઇલ નહિં, હોં!!) લખવાની શરૂઆત કરે છે.. સંબોધન.. પહેલો ફકરો… બીજો ફકરો… ત્રીજો ફકરો… અને છેલ્લે લિખિતંગ..! બધામાં કવિ કેવી કેવી લાગણી અનુભવી આખરે શું લખે છે, એ વાંચવાની ખરેખર મઝા આવશે..!
સ્વર સંગીત – આશિત દેસાઇ
.
અમે કાગળ લખ્યોતો પહેલ વહેલો છાનો છપનો કાગળ લખ્યોતો પહેલ વહેલો
કસ્તુરી શબ્દોને ચંદનમાં ઘોળયાતા ફાગણ જ્યાં મલક્યોતો પહેલો…. છાનો છપનો
સંબોધન જાણે કે દરિયાના મોજાઓ આવી આવી ને જાય તૂટી
સંબોધન છોડીને કાગળ લખ્યો ભલે કાગળમાં એક ચીજ ખુટી
નામજાપ કરવાની માળા લૈ બેઠાને પહેલો મણકો જ ના ફરેલો ..છાનો છપનો
પહેલા ફકરાની એ પહેલી લીટી તો અમે જાણી બુજીને લખી ખાલી
બીજામાં પગરણ જયાં માંડ્યા તો લજ્જાએ પાચે આંગળીઓને જાલી
કોરો કટ્ટાક મારો કગળ વહી જાય બેક લાગણીના ટીપા તરસેલો…છાનો છપનો
ત્રીજામા એમ થયુ લાવ લખી નાખીએ અહિયાં મજામાં સહુ ઠીક છે
તો અદરથી ચૂંટી ખણીને કોઇ બોલ્યુ કે સાચુ લખવામા શુ બીક છે
હોઠ ઊપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની ચોકિયાત એક ત્યા ઉભેલો…છાનો છપનો
લખિતંગ લખવાની જગ્યાઅએ ઓચિંતુ આંખેથી ટપક્યુ રે બિંદુ
પળમા તો કાગળ પર માય નહી એમ જાણે છલકેલો લાગણીનો સિંધુ
મોગરનુ ફૂલ એક મૂકીને મહેકંતા શ્વાસ સાથ કાગળ બિડેલો. છાનો છપનો
– મુકેશ જોષી
(આભાર – મુકેશ જોષીનો બ્લોગ)
(Audio file માટે સાક્ષરનો આભાર)
સ્નેહનૉ આ તે કેવો ઉદગાર!
સરસ રચના, આસિત દેસાઈના સ્વરમા રજુઆત…. આહાહા….
no words man,game tetly ummare tamne 17 no anubhav karavetevu aa git …superb..
એક તરફ નો અસીમ પણ નવજાત પ્રેમ અને બીજી તરફ વ્યક્ત કરવાની મુઝવણ !
ખુબ સુન્દર રચના અને રજુઆત પણ એટલી જ સરસ. મુકેશભાઈ અભીનદન.
ફુલ તુમેહ ભેીજા હૈ ફુલ નહિ મેરા દિલ હૈ………….મુકેશ્ભૈ સમ્જ ગયા ને ……………અભિનદન્……..
પ્રેમ જ્યારે પ્રબળ બને છે ત્યારે શબ્દો બની સરી પડે છે.
હૈયું જ્યારે ખળભળી ઉઠે છે,
ત્યારે આંસુ બની દડી પડે છે.
પ્રેમની અભિવ્યક્તિની પ્રબળ ઇચ્છા અને
સમાજની આમન્યા+મર્યાદા વચ્ચે પત્ર લખવામાં
જે મૂંઝવણ ઉદભવે છે તેનું સચોટ શબ્દાંકન
સૌથી માતબર સાહિત્ય તો ” પ્રેમંપત્રોમાંજ ” સમાયેલું હશેને?
આશીતની અર્થપૂર્ણ ગાયકી બરોબર મર્મને ઉઘાડ આપે છે!અભિનંદન અને અભાર!
-લા’કાન્ત / ૧૧-૨-૧૨
dear Jayshree bahen vah Asit Desai na madhur Swar ma ane really jem Mughdha ek sol varshni Sundari ne pahel vaheli Muzvaan thaye jyare tene BHAAN pade TEVUJ ek Chokarane paan Thayaj..je aa GEET ma aati NAZUK paan sunder rite NIROOPAYU CHE…..
Congrates to ALL.
God Bless All and wish aava ane aava j bija sunder Geeto male sambhalava
Aap no j
Sanatbhai Dave ….(Findlay ohio USA..) Jay shree Krishna..
સરસસરસ સરસ સરસ સરસ સરસ
સ…….રસ સરસ સર
dear mukeshbhai
u r de jewel of gujarati poetry. simple.easy to follow bt really difficult to write. all goood wishes to u.
વણલખાયેલ છતા પુરા વંચાયેલ પત્રો નો કોઇ તોટો પ્રેમ જગતમાં હોતો નથી.આ એક વધુ એક પત્ર.
આફ્રિન ! કવિશ્રી અને ગાયકશ્રી , બન્ને દાદને પાત્ર.
shu kalpna che.
saras khub saras.
maza aavi.
ખૂબ સુંદર ગીત
મારો પહેલો પત્ર હજુ સચવાયલો છે
અમાનતની જેમ!
વાતે વાતે હરિ જ આવે યાદ પોતે જ શબદ લખાવે પાછા પોતે જ આપે દાદ. હરિ લખાવે એને એક ગુજરાતી તો દાદ આપે જ ને મુકેશભાઈ. તમારા શબ્દો અને આશિતભાઈ નિ ગાયકી. અદભુત્.
બે દિવસથી આ ગીત સતત સાંભળી રહ્યો છું… જેટલું વધુ સાંભળું છું, એ લોહીમાં વધુ ને વધુ ઓગળતું જતું હોય એમ લાગે છે…
કવિ અને ગાયક બંનેને અભિનંદન!!!
Ashit desai ni saras pasandgi.saras swar rachana.
ભાઈ મુકેશ, તારા ગીતો બહુ જ ઓરિજિનલ અને ક્રીએટીવ હોય છે. ખુબ અભિનંદન! આવા જ ગીતો લખતો રહે તેવી શુભેછાઓ. આશિતભાઈનું સ્વરાંકન પણ
ખુબ સરસ છે.
દિનેશ ઓ. શાહ, ડી. ડી. યુનિવરસીટી, નડિયાદ, ગુજરાત, ભારત
આશિત ભાઇ મરા ગુરુ છે તેમને સાભળી ને ગુરુ કરેલ છે તેમના વિશે કઇ પણ કહેવુ ઓછુ છે ફકરા ઓ ઓછા પડે મારી પાસે કોઇ શબ્દો નથી
મુકેશ ભાઈ ના જાદુઈ શબ્દો માટે આથી સારા સ્વરકાર ગાયક ના મળે
અતિ સુંદર અભિવ્યક્તિ અને અદભૂત ગાયકી. ખૂબ, પેટ ભરી ને માણ્યુ
ન ભૂલી શકાય એવુ દરેકની સ્વાનુભૂતિનુ સ્ઁદર ગીત.
સઁવેદન શબ્દ વિના જ અનુભવી શકયુ ૬
તમે ઘન્નુ જલદઈ શોધિ કાધ્યુ.અભિનન્દન
કેટલુ સરસ…
શબ્દોમાં ન વર્ણવી શકાય તેટલુ..
ખુબજ સરસ…
મુકેશભાઈ, આમ પણ તમારી રચનાઓ ખુબ ગમતી હોય છે.
જયશ્રીબેન નો ખુબ ખુબ આભાર,
સરસ રચનાઓ ગોતી ગોતી અમારા સુધી પહોંચાડવા બદલ..
ખુબજ સુન્દર પરેશ ભટ્ટના સ્વરમા જાણી બુઝિને અમ સામ્ભલિ શકાતુ નથિ મદદ કરશો
અતિ સુન્દર ગીત, સન્ગીત અને ગાયકી.
સરસ ગીત છે.
લખવો છે એક પ્રેમપત્ર
ઝાકળના ટીપાંની
કરું સ્યાહી,
ઝળકે જેમાંથી
પારદર્શકતા લાગણીની…
ગુલાબની પાંખડીઓ પર
લખું કંઇક એવું,
પરબિડીયું ખુલે,
ને અસ્તિત્વ મહેંકે…
Jayshreeના આભાર સહ…
Jayshree !!
Saru geet chhe maza aavi gayi… thanks…
regards
Rajesh Vyas
Chennai
ખૂબ જ મજાનું ગીત… આસિત દેસાઈના હળવા સ્વરે હળુ હળુ સાંભળવાની પણ મજા આવી…
ક્યા બાત હૈ, મુકેશભાઈ ! superb…fantabulous…mind-blowing !!!
પહેલો કાગળ તો આમ જ લખાય… ચાર-પાંચ વાર મનમાં જ લખી,
પછી માંડ હિંમત એકઠી કરી શબ્દદેહે ઉતારતાં દસ-બાર કાગળનાં ડૂચા થાય…
અને પછી કોઇ કાગળ લખાય ત્યારે આપવાની હિંમત ના હોય ?!! 🙂
ત્રીજામા એમ થયુ લાવ લખી નાખીએ અહિયાં મજામાં સહુ ઠીક છે
તો અદરથી ચૂંટી ખણીને કોઇ બોલ્યુ કે સાચુ લખવામા શુ બીક છે
હોઠ ઊપર હકડેઠઠ ભીડ હતી શબ્દોની ચોકિયાત એક ત્યા ઉભેલો…છાનો છપનો
અદભુત અને અત્યંત રોમાન્ટીક!
પેહલી પેહલી પ્રિત વ્યક્ત કરતી કાગળ લખવાની મુંઝ્વણ સરસ વર્ણવી છે….
બધા દુનિયા ના પ્રેમિઓ નિ આજ હાલત પહેલો પ્રેમપત્ર લખતિ વખતે હોય ચ્હે
સુદર