સ્વર : પૌરવી દેસાઇ,
સંગીત : ક્ષેમુ દિવેટીઆ
This text will be replaced
સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યા કરું.
સાંજનું ઉદાસ આ કેવું આકાશ
અમે ઉડેલાં પંખીને ગોતી રહ્યાં
સૂમસામ પડી છે તારી પથારી
મારા તકિયા પર આંસુઓ મોતી થયાં.
મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.
બારણાની બા’ર આ રસ્તો પડ્યો છે
પણ ચાલવાનું મન મને થાતું નથી.
કંઠમાં અધવચ્ચે અટક્યું છે ગીત
પણ ગાવાનું મન મને થાતું નથી.
ક્યારનો ઉજાગરાનો દીવો બળે છે:
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું.
Share what you loved...

Email
પહેલી જ વખત આ ગીત વાંચ્યું અને સાંભળ્યું . આભાર.
Pingback: પન્ના નાયક, Panna Naik « ગુજરાતી સારસ્વત પરિચય
સોજ્જું મજાનું ગીત…
યાર ! આ તમારા બ્લૉગ પર જેટલી વાર કૉમેન્ટ કરવા આવો, દર વખતે ત્રણ ખાનાં ભરવાનાં, ભરવાનાં ને ભરવાનાં જ… કંઈ કરો ને, મેડમ !
વાહ!
ગીતમાં લીટીએ લીટીએ કાળજું કોરી નાખે એવી વિરહની વેદના ભરી છે. અને શબ્દો પાછા કેટલા સરળ છેઃ
***
“મનમાં ને મનમાં હું તારા આ નામને
એકલી ને એકલી બોલ્યાં કરું.”
….વિરહમાં માનવ કેટલો પરવશ થઈ જાય છે!
***
“ક્યારનો ઉજાગરાનો દીવો બળે છે:
કહે, દીવાને કેમ કરી ઓલવ્યાં કરું. ”
…..અહીં તો વિરહની આગની ચરમસીમા જ આવી જાય છે.
***
ખરેખર, પ્રિય પાત્રના વિરહમાં ઉજાગરાનો દીવો અખંડ જ્યોતની માફક બળ્યા જ કરે છે!
અને પૌરવી દેસાઈનો અવાજ!
જાણે એ દીવામાં ઈંધન ના પૂરતો હોય!?
આભાર.
હી હી હી… વિવેક, મેઁ ય એને કે’દાડનું એ જ કહ્યું છે કે આ ત્રણ ખાના કાયમ ભરવાનો કંટાળો આવે છે… ચાલ બેના, હવે તો અમે બે થયા.. હવે તો કાંઇક કર યાર!
(જો પાછા, આ કોમેન્ટ મોકલવા ય નીચેનું બધ્ધું ભરવું પડશે પાછુ…!
)
જયશ્રી
ઈમેઇલ ન લખવો પડે એવું કરો
બે ખાના તો ભઈ ભરશું
જયશ્રી,
બધું બરાબર છે.
તમે આટલું સંશોધન કાર્ય કરો, અને અમે એક-બે ખાના ભરતાં કંટાળીએ તે કેમ ચાલે!
કેમ, બરાબર ને મિત્રો!
આભાર
Dear Jayshreeben,
It is always nice to read poem in Tahuko. So many thanks. I like to read poems. I have no words. Keep it. God bless u. Long live Gujarati poems and its writers.
Hansa
ખુબ જ સુદર વેબસઈટ છે. વખાણ કરીએ એટલા ઓછા પડે.
પ્રવિન ભાઈ ના શબ્દો જ મારા મનનિ વાત શુ વધુ લખુ !!!
Beautiful Geet and PAURAVIBEN sang so well. She still holds the command on sur and swar. I would like more of her sugam sangeet.
પૌરવી બહેન,
ખુબ ભાવ સાથે ગવાયેલ ગાયન સૌને પસનદ પડે તેવુ
અભિનન્દન્
પ્રફુલ રાના
bahuj mitho swar, & saras rachna, man thay sambhdyaj karie.
સોના વાટકડી જેવું આ કાળજું
ને યાદનું કેસર ઘોળ્યા કરું
આંખની સામે જે ચહેરો હતો
એ ચહેરાને હું તો ખોળ્યા કરું.
દિલને સ્પર્શિ જાય તેવી સુન્દર રચના..
We loved listening to this song one more time (after a long time). Thank you.
Priyadarshi (Pauraviben’s son)