છેલ્લો કટોરો ઝેરનો – ઝવેરચંદ મેઘાણી

આજે રાષ્ટ્રીય કવિનું બિરુદ પામેલા કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીની પુષ્યતિથિ. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમની આ અમર રચના.. ગાંઘીજી જ્યારે લંડન જવાના હતા Round Table Conference માટે, ત્યારે ઝવેરચંદ મેઘાણીએ આ અમર કૃતિ લખેલી.

કવિ વિષે વધુ માહિતી, અને એમની કેટલીટ કૃતિઓ એમના પોતાના હસ્તાક્ષરમાં વાંચવા માટે એમની વેબસાઇટની મુલાકાત અચૂક લેશો.
http://www.jhaverchandmeghani.com/

સ્વર – ?
સંગીત – ?

.

છેલ્લો કટોરો ઝેરનો આ પી જજો, બાપુ !
સાગર પીનારા ! અંજલિ નવ ઢોળજો, બાપુ !

અણખૂટ વિશ્વાસે વહ્યું જીવન તમારું :
ધૂર્તો-દગલબાજો થકી પડિયું પનારું :
શત્રુ તણે ખોળે ઢળી, સુખથી સૂનારું :
આ આખરી ઓશીકડે શિર સોંપવું, બાપુ !
કાપે ભલે ગર્દન ! રિપુ-મન માપવું, બાપુ !

સુર-અસુરના નવયુગી ઉદધિ-વલોણે,
શી છે ગતાગમ રત્નના કામી જનોને ?
તું વિના, શંભુ ! કોણ પીશે ઝેર દોણે !
હૈયા લગી ગળવા ગરલ ઝટ જાઓ રે, બાપુ !
ઓ સૌમ્ય-રૌદ્ર ! કરાલ-કોમલ ! જાઓ રે, બાપુ !

કહેશે જગત : જોગી પણા શું જોગ ખૂટ્યા ?
દરિયા ગયા શોષાઈ ? શું ઘન-નીર ખૂટ્યાં ?
શું આભ સૂરજ-ચંદ્રમાનાં તેલ ખૂટ્યાં ?
દેખી અમારાં દુઃખ નવ અટકી જ્જો, બાપુ !
સહિયું ઘણું, સહીશું વધુ : નવ થડકજો, બાપુ !

ચાબુક, જપ્તી, દંડ, ડંડા મારના,
જીવતાં કબ્રસ્તાન કારાગારનાં,
થોડાઘણા છંટકાવ ગોળીબારના –
એ તો બધાંય જરી ગયાં, કોઠે પડ્યાં, બાપુ !
ફૂલ સમાં અમ હૈડાં તમે લોઢે ઘડ્યાં, બાપુ !

શું થયું – ત્યાંથી ઢીંગલું લાવો-ન લાવો !
બોસા દઈશું – ભલે ખાલી હાથ આવો !
રોપશું તારે કંઠ રસબસતી ભુજાઓ !
દુનિયા તણે મોંયે જરી જઈ આવજો, બાપુ !
હમદર્દીના સંદેશડા દઈ આવજો બાપુ !

જગ મારશે મે’ણાં : ન આવ્યો આત્મજ્ઞાની !
ના’વ્યો ગુમાની – પોલ પોતાની પિછાની !
જગપ્રેમી જોયો ! દાઝ દુનિયાની ન જાણી !
આજાર માનવ-જાત આકુલ થઈ રહી, બાપુ !
તારી તબીબી કાજ એ તલખી રહી, બાપુ !

જા, બાપ ! માતા આખલાને નાથવાને,
જા વિશ્વહત્યા ઉપરે જળ છાંટવાને,
જા સાત સાગર પાર સેતુ બાંધવાને –
ઘનઘોર વનની વાટને અજવાળતો, બાપુ !
વિકરાળ કેસરિયાળને પંપાળતો, બાપુ !

ચાલ્યો જ્જે ! તુજ ભોમિયો ભગવાન છે, બાપુ !
છેલ્લો કટોરો ઝેરનો પી આવજે, બાપુ !

– ઝવેરચંદ મેઘાણી

આભાર – મીતિક્ષા.કોમ

35 replies on “છેલ્લો કટોરો ઝેરનો – ઝવેરચંદ મેઘાણી”

  1. Khub khub dhanyavad . Chhello katoro chhapva mate. Hu 10 ma dhoran ma bhanati hati tyare aavti hati ane hu ghani var pehalo antaro Gati pan bakini pankti o yaad noti..

  2. Dear Blogger
    Respected Ms. Jayshree,
    This Poem Give me Goosebumps, and Revive my self from the failure, enforce and encourage me to work harder for next trial…
    I Salute to Mr. ZaverChand Meghani (the National Poet) for dedicate this poem to Our national Father Mr. Mohanchand Gandhi

  3. Has this (Chhelo katoro…) been translated into English? If yes, could you please send me the relevant link? Thank you.

    Amrit Gangar

    • અંગ્રેજી ભાષાંતરમાં ખરો ભાવ ક્યાંથી લાવવો?
      ભાષાંતર થયું હોય એવો ખ્યાલ નથી.

  4. “chhelo katoro jer no a pi jajo bapu”song heard today.When Anna Hazare is on fasting this song is very suitable in this situation.It is true in today’s situation.

  5. HAD HEARD ABOUT THIS SONG IN PUJYA MORARIBAPU’S VARIOUS RAMKATHA.IT WAS HONOUR TO HEAR IT ON TOUR WEBSITE-COULD NOT HOLDBACK TEARS.THANK U THANK U THANK U

    VANDEMATRUM

    AMU

    NB TRIED TO LISTEN ON IPHONE 4.SOMEHOW IT DOES NOT ALLOW.ANY IDEAS?

  6. આ અમર રચના જ્યારે પણ સાંબળિયે ત્યારે ભાવવિભોર થઈ જવાય

  7. રાષ્ટ્રીય કવિ શ્રી ઝવેરચંદ મેઘાણીને તેમની પુણ્યતિથિએ ખોબો ભરીને હ્રદયપુર્વક્ની ભાવભરી શ્રધ્ધાંજલી. આ તો તેમના કાવ્યો માંહેનું એક અમર ગીત. ઘણા વખતે ગીત વાંચવા-સાંભળ્વા મલ્યું. ફોટો પણ સરસ ગોતીને મુક્યો છે.

  8. Dear Jayshri ben,

    What you have made it is really something unique. TAHUKO is indeed MORE NO TAHUKO.keep ist up.. and thanks for the made TAHUKO

    TAKE CARE AND KEEP IN TOUCH MA…

  9. જયશ્રીબેન,

    રાષ્ટ્રકવિ શ્રી ઝવેરચંદ મેઘાણીને અનેક વંદન.ગોળમેજી પરિષદમાં કચવાતે મને હાજરી આપવા જઈ રહેલા પૂજ્ય બાપુના સાત્વન માટે લખેલ આ કાવ્ય ખરેખર તૅમની મનસ્થિતીનો પડઘો પાડે છે. જે વાંચીને બાપૂએ મહાદેવભાઇને કહ્યુ હતું કે મેઘાણીએ મારા મનની વાત કહી છે.પણ આ બાપુને માટે છેલ્લો ઝેરનો કટોરો ક્યાં હતો? તેઓ તો પછી પણ ઝેરના અનેક ઘડા પીતા જ રહ્યા,આપણે સહૂ તેમને પાતા રહ્યા. આજે પણ એમનો આત્મા તેમના કહેવાતા વારસોના કરતૂતો જોઈ કકળી રહ્યૉ છે.

    વીરેન્દ્ર ભટ્ટ

  10. it reminded me of my school days . i was a fan meghaniji.
    very touching . it is one of the finest song
    it reminded me of our freedom struggle
    i am very much obliged to tahuko.com and shri kiranbhai avashia

  11. Shri Meghani was a very talented and powerful poet. Following is taken From SANDESH Mar 09,2010. I was this poem at two places yesterday.

    – લલિત ખંભાયતા

    લોકસાહિત્યના જાગતલ અને પત્રકારિતાના જાણતલ રાષ્ટ્રિય શાયર ઝવેરચંદ મેઘાણીની ગઈકાલે પુણ્યતિથિ ગઈ. મેઘાણીનું નામ પડે એટલે સૌરાષ્ટ્રના પાણે પાણે અને ઝાડવે ઝાડવે છુપાયેલા રસાળ લોકસાહિત્ય અને શૌર્યસભર ઈતિહાસની અનેક કથા, ગાથા અને કવિતા યાદ આવી જાય. તેમની એવી જ એક કવિતા એટલે ચારણ કન્યા. અંગ્રેજી માધ્યમમાં વટલાયેલી નવી પેઢીને તો ‘ચારણ કન્યા’ કરતાં ‘જેક એન્ડ જિલ’ વધુ પોતીકાં લાગતાં હોય તે સ્વાભાવિક છે પણ જૂની પેઢી એ કવિતાના શબ્દે-શબ્દે પડઘાતા સાહસ અને શૌર્યની એ બિરદાવલિઓ કેમ ભૂલી શકે? એ કવિતા ઝવેરચંદ મેઘાણીએ નરી આંખે જોયેલા દૃશ્યનો શાબ્દિક ચિતાર છે અને એ વીરાંગના ચારણ કન્યાના વંશજો આજેય ગીરના ખોબા જેવડા નેસમાં વસે છે.

    મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે પ્રસ્તુત છે, ચારણ કન્યાના એ વંશજો પાસે અને એ વિખ્યાત કવિતાના ઘટનાસ્થળે ૮૨ વર્ષ બાદ પહેલી વખત પહોંચેલા એક ગુજરાતી અખબાર તરીકે સંદેશની શ્રદ્ધાંજલિ…

    ૧૯૨૮નું વર્ષ છે. ઝવેરચંદ મેઘાણી કવિ દુલા ભાયા કાગ સહિતના કેટલાક સાથીદારો સાથે ગીરમાં તુલસી શ્યામ પાસે આવેલા ખજૂરી નેસમાં બેઠા હતા. સાંજ થવા આવી હતી. એ વખતે રાડ પડી, એ.. આપણી પેલી હીરલ નામની વાછરડીને સાવજ ઉપાડી ગયો! ઘડીભરની રીડિયારમણ વચ્ચે દૂધ પી રહેલા મેઘાણીની તાંસળી હોઠ પાસે જ અટકી ગઈ અને મોટેરાંઓને કશી સૂઝ પડે એ પહેલાં તો નેસમાં રહેતી ૧૪ વર્ષની હીરબાઈ નામની દીકરીએ ડાંગના બે ભાઠાં ફટકારીને સિંહને ભગાડી મૂક્યો. નરી આંખે જોયેલા એ દૃશ્યથી શાયર મેઘાણીનો માંહ્યલો જાગી ગયો. ઓહોહો.. આ ૧૪ વર્ષની દીકરીનું આવું પરાક્રમ? વનરાવનનો રાજા ગરજે એ સાથે ભલભલા મરદ મૂછાળાની ફેં ફાટી રહે જ્યારે એ ડાલામથ્થા સાવજની સામે એક ડાંગભેર ઊભી રહેતાં આ ૧૪ વર્ષની ચારણકન્યાના પેટનું પાણીય ન હલ્યું? અને શૂરવીરતાના પૂજક મેઘાણીના હૈયે જે વાણી ફૂટી એ કાયરના ખોળિયેય ભડભાદરનો પાનો ચડાવતી અમર ગુજરાતી કવિતા ‘ચારણ કન્યા.’!

    કવિ કાગે આ ઘટનાના સાક્ષી તરીકે લખ્યું છે, ‘‘.. એ વખતે ‘ચારણ કન્યા’ ગીત મેઘાણીભાઈ કાગળ-કલમ સિવાય કંઠોકંઠ રચીને ગાવા લાગ્યા. એમનું શરીર જાગી ઊઠયું. આંખો લાલ ધ્રગેલ તાંબા જેવી થઈ ગઈ. એ પણ સાવજ તરફ દોડવા લાગ્યા. અમે માંડ માંડ એમને પકડી રાખેલા.’’

    —-

    માર્ચ ૨, ૨૦૧૦નો દિવસ. આજે પણ અમારી સામે એક ચારણ કન્યા બેઠી છે અને તેનું નામ પણ હીરબાઈ છે. હીરબાઈ હોવાના બે ખોળિયાં વચ્ચેથી ૮૨ વર્ષનો સમય વીતી ચૂક્યો છે પણ મેઘાણીની હીરબાઈ સાથે તેનો એક અતૂટ નાતો છે. એ નાતો એટલે વંશજ કે કુટુંબીજન હોવાનો નાતો! જી હા, હીરબાઈના વંશજો જીવે છે અને તેના કુટુંબમાં પણ ૯ વર્ષની એક હીરબાઈ છે (અહીં બાજુમાં આપેલી વંશાવલી જુઓ). ચારણોમાં પરંપરાગત રીતે ૩જી પેઢીએ એકનું એક નામ ફરી વાપરી શકાય એટલે હીરબાઈના વંશમાં થયેલી દીકરીનું નામ હીરબાઈ હોય એ નવાઈની વાત નથી.

    કેમ કરીને પતો લાગ્યો?

    ક્યાં ક્યાં ભાગ્યો?

    મેઘાણીની પુણ્યતિથિ નિમિત્તે વિશેષ શું થઈ શકે તેની ચર્ચા દરમિયાન મેઘાણીના વારસદાર પિનાકી મેઘાણીએ ચારણ કન્યાના વંશજો આજે પણ ગીરમાં વસતાં હોવાની માહિતી આપી એ સાથે અમારા કાન સરવા થઈ ગયેલા. પણ ગીરમાં પગ મૂક્યા વગર તેમનાં ઠામ-ઠેકાણાં કે અત્તો-પત્તો મળવો મુશ્કેલ હતો. પણ ના, ગીરમાં પગ મૂક્યા પછી પણ એ કામ એટલું જ અઘરું હતું. અડાબીડ ગીરના વેરાન જંગલમાં છૂટાછવાયા પથરાયેલા નેસ અને એવા કોઈ એક નેસમાં વસતા અમરુભાઈને શોધવાના! અમે ચારણઅગ્રણીથી માંડીને ચારણોની વંશાવલિઓનો હિસાબ રાખતા બારોટ સહિતના જાણકારોને મળ્યા. ગીરના જંગલમાં પથરાયેલા ઘૂડઝીંઝવા, કાંધી, જસાધાર, ધોકડવા, ખિલાવડ, ઈકવાડા, દ્રોણેશ્વર વગેરે નામના કસબાઓમાં ફરીને અમે બે દિવસ ઘૂમ્યા ત્યારે પત્તો ખાધો કે અમરુભાઈ સતિયા તો ઘોડાવડી નેસમાં રહે છે!

    …અંતે દીઠી ચારણ કન્યા

    બપોરનો ધોમ બરાબર ધખ્યો’તો. ચામડી પર ગીરના સૂરજની કરવત ફરી રહી હતી. મોં પર બાંધેલી રૃમાલની બુકાની અને ગોગલ્સના નેજવાનીય શરમ ન ભરતા સૂરજનાં કિરણોથી ત્રાસીને અમે ગીરના ઊબડખાબડ રસ્તાઓ પર મારંમાર મોટરસાઈકલ ભગાવતા જઈ રહ્યા હતા. દૂરથી નેસ દેખાયો. અહીં જ વસતાં હશે અમરુભાઈ? કવિતાના શબ્દોમાંથી પ્રસરીને ગુજરાતી લોકજીવનના ધબકારમાં પ્રવેશી ચૂકેલી ચારણ કન્યાનું રક્તબીજ અહીં જ શ્વસતું હશે? થડકતા હૈયે અમે નેસ પાસે મોટરસાઈકલ ઊભું રાખ્યું. ગીરમાં જોવા મળતાં નેસ જેવો જ એ નેસ. નળિયાનું છાપરું અને બેલાં તરીકે ઓળખાતા ચૂનિયા પથ્થરથી ઘડેલી દીવાલો. આંગણામાં ગીરની માતેલી ભગરી ભેંસ, ગાય અને વાછરડું. અમારી આંખો એ વાછરડીમાં હીરલને શોધી રહી હતી ત્યાં અંદરથી સાદ પડયો, ‘આવો ને ભાઈ, કુનું કામ સે?’ અમે ધ્રૂજતા અવાજે પૂછયું, ‘અમરુભાઈ સતિયા અહીં રહે છે?’ જવાબમાં દૂબળા-પાતળા, અણિયાળો લંબગોળ ચહેરો ધરાવતા આદમીએ હોંકારો દીધો, ‘આવો મે’માન આવો. હા, હું જ અમરોભાઈ.’ એમણે તો ધડાધડ ખાટલો પાથર્યો અને હાક મારી એ ભેગાં ઘરમાંથી ધડકલાં (નકામું રૃ, કાપડની ચીંદરડી સીવીને બનાવેલા એક પ્રકારના ગોદડાં) આવી ગયાં ને ખાટલા પર પથરાઈ પણ ગયાં. ‘એલા, પાણી લાવજો. મે’માન આવ્યા સે.’ કોઈ જાન-પહેચાન નહિ અને તેમ છતાં આવી દિલકશ મહેમાનનવાજી! આ માણસ પૂછતોય નથી કે શું કામ છે! એને તો બસ, મે’માન આવ્યા સે! અમને કવિ કાગની અમર કવિતા યાદ આવી ગઈ… ‘‘હે જી તારા આંગણિયા પૂછીને જે કોઈ આવે રે..!’’ અહીં તો એ કવિતા તાદૃશ્ય જીવાતી હતી.

    આકરી ગરમીથી તરસ્યા ગળા હેઠે પાણીનો ઘૂંટડોય ઉતાર્યા વગર અમારી ઉત્સુકતાએ લાગલું જ પૂછી લીધું, ઝવેરચંદ મેઘાણીએ જેનાં પરાક્રમ પરથી ચારણ કન્યા કવિતા આલેખી એ જ હીરબાઈના તમે વંશજ ખરા કે? તેમના ચહેરા પર પહેલાં આશ્ચર્ય પછી અવઢવ, પછી કુતૂહલ અને પછી હળવેથી હાસ્ય પથરાયું. ‘હા, ઈમ સે તો ખરું!’ હવે અમારા ચહેરા પર આનંદ, પછી અચરજ અને પછી હડફ કરતો અહોભાવ ધસી આવ્યો. આખરે અમારી ખોજ અહીં પૂરી થતી હતી. ના, અહીંથી જ શરૃ થતી હતી.

    હીરબાઈ, તારો વંશ ઝબૂકે

    અમરભાઈ તેમનાં ચાર સંતાનો અને પત્ની સાથે ઘોડાવડીમાં રહે છે. તેમની પાસે ગાય, ભેંસ વગેરે થઈને કુલ ૪૨ પશુઓ છે. તેમનું પાલનપોષણ એ તેમનું મુખ્ય કામ. કવિતાની વાત આવતાં અમરુભાઈ કહે છે, ‘‘હું ભણતો ત્યારે મને આખી કવિતા મોઢે હતી. આજે તો યાદ નથી.’’ હવે પાઠયપુસ્તકમાં એ કવિતા આવતી નથી એટલે અમરુભાઈના ચારેય સંતાનોમાંથી કોઈને એ કાવ્ય આવડતું નથી. પોતાની વ્યથા ઠાલવતા તેઓ કહે છે, ‘‘અમે આ ગામમાં રહીએ છીએ અને ૨૦ વીઘા જમીન છે, એટલે વનવિભાગ અને સરકાર અમને અનુસૂચિત જનજાતીનું પ્રમાણપત્ર આપવા તૈયાર નથી.’’ જોકે તેમ છતાં તેઓ દુઃખી નથી. મોજથી જીવે જાય છે.

    તેમની બે દીકરીઓ અને દીકરાઓ સાથે રહે છે (વંશાવલી જુઓ). આજે તેમના કોઈ કૂટુંબીજન ખજૂરી નેસમાં રહેતા નથી. ૭૦ વર્ષ પહેલા જ તેમના વડવાઓએ એ સ્થળ છોડી દીધેલું. ઘોડાવડીથી ઊના ૩૦ કિલોમીટર જ્યારે ગીર ગઢડા ૧૨ કિલોમીટર થાય છે.

    કેવા હોય નેસ અને કેવું હોય ત્યાંનુું જીવન?

    આવા એકાદ નેસની મુલાકાત લઈએ એટલે ખબર પડી જાય કે કાઠિયાવાડની મહેમનાગતિ શા માટે વખણાય છે. આંગણે આવેલા દુશ્મનને પણ નેસવાસીઓ એક વખત તો આવકારો આપે જ. એટલું જ નહીં તમને ત્યાંથી જમ્યા વગર નીકળવા ન દે અને જરૃર પડે તો જંગલની હદ પુરી થાય ત્યાં સુધી તમને વળાવવા આવે. દુહા-છંદ મોઢે હોય. વાતને અનુરૃપ તેની રજૂઆત પણ થતી રહે. ઘાસની બનેલી છત, ગારનું લિંપણ કરેલું તળીયુું અને લાડકાની દિવાલ. આ ત્રણેયનો સરવાળો એટલે નેસ. એક બાજુ વળી ઘાસના ઢગલા પડયા હોય. કેટલાક મકાનો ફરતે બોરડી જેવા કાંટાળા છોડની વાડ હોય. તેના ફળિયામાં ગાય, ભેંસ, બકરાં, ઊંટ વગેરે બાંધ્યા. ફળિયામાં ભેંસો બાંધેલી હોય અને ભેંસોના શિંગો પર ચકલીઓ બેઠી હોય. ઘણી વખત આ પશુ સાવજનો શિકાર બની જાય. જોકે નેસવાસીઓને સાવજ કરતાં વધુ ફરિયાદ સરકાર સામે છે. અહીં લાઈટ માટે સોલાર પાવર અને ઘાસલેટથી ચાલતા દીવા જ જળાંહળાં થતું અજવાળું ફેલાવે છે. ટીવી, ફ્રીજ કે બીજી સુવિધાઓ તો ભૂલી જ જવાની.

    સાવજ ગરજે!

    વનરાવનનો રાજા ગરજે

    ગીરકાંઠાનો કેસરી ગરજે

    ઐરાવતકુળનો અરિ ગરજે

    કડયપાતળિયો જોદ્ધો ગરજે

    મોં ફાડી માતેલો ગરજે

    જાણે કો જોગંદર ગરજે

    નાનો એવો સમદર ગરજે!

    ક્યાં ક્યાં ગરજે?

    બાવળના જાળામાં ગરજે

    ડુંગરના ગાળામાં ગરજે

    કણબીના ખેતરમાં ગરજે

    ગામ તણી પાદરમાં ગરજે

    નદીઓની ભેખડમાં ગરજે

    ગિરિઓની ગોહરમાં ગરજે

    ઉગમણો, આથમણો ગરજે

    ઓરો ને આઘેરો ગરજે

    આંખ ઝબૂકે!

    કેવી એની આંખ ઝબૂકે!

    વાદળમાંથી વીજ ઝબૂકે

    જોટે ઊગી બીજ ઝબૂકે

    જાણે બે અંગાર ઝબૂકે

    હીરાના શણગાર ઝબૂકે

    જોગંદરની જાળ ઝબૂકે

    વીર તદણી ઝંઝાળ ઝબૂકે

    ટમટમતી બે જ્યોત ઝબૂકે

    સામે ઊભું મોત ઝબૂકે

    ઊભો રે’જે!

    ત્રાડ પડી કે ઊભો રે’જે!

    ગીરના કુત્તા ઊભો રે’જે!

    કાયર દુત્તા ઊભો રે’જે!

    પેટભરા! તું ઊભો રે’જે!

    ભૂખમરા! તું ઊભો રે’જે!

    ચોર-લૂંટારા ઊભો રે’જે!

    ગા-ગોઝારા ઊભો રે’જે!

    ચારણ-કન્યા

    ચૌદ વરસની ચારણ-કન્યા

    ચૂંદડિયાળ ચારણ-કન્યા

    શ્વેત-સુંવાળી ચારણ-કન્યા

    બાળી ભોળી ચારણ-કન્યા

    લાલ હિંગોળી ચારણ-કન્યા

    ઝાડ ચડંતી ચારણ-કન્યા

    પહાડ ઘૂમંતી ચારણ-કન્યા

    જોબનવંતી ચારણ-કન્યા

    આગ-ઝરંતી ચારણ-કન્યા

    નેસ-નિવાસી ચારણ-કન્યા

    જગદમ્બા-શી ચારણ-કન્યા

    ડાંગ ઊઠાવે ચારણ-કન્યા

    ત્રાડ ગજાવે ચારણ-કન્યા

    હાથ હિલોળી ચારણ-કન્યા

    પાછળ દોડી ચારણ-કન્યા

    ભયથી ભાગ્યો!

    સિંહણ, તારો ભડવીર ભાગ્યો

    રણ મેલીને કાયર ભાગ્યો

    ડુંગરનો રમનારો ભાગ્યો

    હાથીનો હણનારો ભાગ્યો

    જોગીનાથ જટાળો ભાગ્યો

    મોટો વીર મૂછાળો ભાગ્યો

    નર થઈ તું નારીથી ભાગ્યો

    નાનકડી છોડીથી ભાગ્યો!

    (મૂળ કવિતાને અહીં સંક્ષિપ્ત કરી છે.)

  12. Congratulations on the very worthy and invaluable archive you have made available to the public. Zhaverchand Meghani lives because of patriots like you.
    Shanker Mistry
    Mombasa
    Kenya

  13. અદ્ભુત્ જયશ્રિબેન! અભિનન્દન! અને વારમ્વાર અવા ગેીતો માટે પ્રાર્થના

  14. કવિવર્ય શ્રિ મેઘાણિજિને ર્હ્દયપુર્વકઆદરાન્જલિ…એમના બધાજકાવ્યો simply marvelous,wonderful…’ઝેરનો કટોરો’સામ્ભળતિ વખતે જાણે હુ બાપુનિ સાથે સ્વાતન્ત્ર્ય સન્ગ્રામમા હતિ…!!!!!આટ્લુ સુન્દર ગિત મોકલવ માટે so many thanks…..બાપુને કોટિ-કોટિ પ્રણામ…..

  15. આ ગિત જ્યારે પુજ્ય બાપુ ગોલ્મેજિ પરિશદ મા ભાગ લેવા જવાના હતા ત્યારે લખાયુ હતુ. બાપુ ગોલ્મેજિ પરિશદ મા જવા નહોતા માનતા. એમ્ને ખાત્રિ હતિ કે અન્ગ્રેજો એમ્નિ વાત નહિ માને. ત્યારે બપુ ને મનાવવા માતે આ ગિત લખયુ હતુ…..

  16. Jayshree JI,

    Thank for Chello katoro..GoD bless you… Meghani bhai is alive till ETERNITY….Long live…
    With respect….

  17. બાપુ તો રોજ યાદ આવે ચ્હે. પન્ તે સમયનો માહોલ યાદ આવ્યો

  18. Respected Jayshriben

    YOU have revived esteemed memories of Pujya Bapu
    and great Shri Zaverchand Meghaniji. Many Thanks
    for such a refreshing tribute. Congratulations.
    – Manharlal G Shah, Singapore.

  19. One of my favorites!
    જે દિવસે આ કવિતા વાંચી એ આજે પણ ચોખ્ખો યાદ છે, વાંચીને જે લાગણીઓ જાગી હતી એ તાજી થઈ ગઈ…..

  20. જયશ્રીબેન,
    રાષ્ટ્રીય શાયર શ્રી ઝવેરચંદ મેઘાણીને એમની પૂણ્યતિથિને દિવસે શ્રધ્ધાંજલી.. ! ( જન્મ – August, 17, 1896 :અવસાન – March 3, 1947 )ગયે વર્ષની અને અત્રે આજે મુકેલા ગીતમાં પુણ્યતિથિની તારીખમાં ફેર દેખાય છે. કઈ તારીખ સાચી ગણવી?
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  21. ખુબ સરસ ગેીત.

    જયેન્દ્ર રાવલ.
    ઓરન્દો. અમેરિકા

  22. જયશ્રીબેન,
    છેલ્લો કટોરો ઝેરનો – ઝવેરચંદ મેઘાણી By Jayshree, on March 9th, 2010 in ગીત , ઝવેરચંદ મેઘાણી , ટહુકો. ઝવેરચંદ મેઘાણીજની પૂણ્ય તિથિની યાદમાં તેમનું મા-ભોમ કાજે ઝઝુમનાર બાપુની યાદમાં લખાયેલું ગીત યાદ કરી મુક્વા માટે અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

    • इस ऐतिहासिक गीत को प्रस्तुत करने के लिए बधाई और साधुवाद .अगर इसका हिंदी अनुवाद हो पाता तो बहुत अच्छा होता .

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *