પૃથ્વી પર ઈશ્વરને નિમંત્રણ આપે, નારી તું નારાયણી
તારા થકી તો ઈશ્વર ઘરમાં આવે, નારી તું નારાયણી
અજવાળાં સૂરજ અઢળક છો રેલાવે પણ ઘરમાં હો અંધારૂ
તારા વિના તો સૂરજ પણ ના ફાવે, નારી તું નારાયણી
તારા આ સરજેલા દેવળમાં વસવાની કોની ઈચ્છા ના હો ?
તારે ખોળે તો જીવન કીર્તન પામે નારી તું નારાયણી
નારીના હૈયે ઊછળતાં ઉમંગો જોઈને દરિયો બોલે ,
આખે આખો દરિયો તું તો છલકાવે, નારી તું નારાયણી
મારા મનની પાગલ ઝંઝાઓને કોણ આવી ને સમજાવે?
એ શમશે તું જો આવે આ દરવાજે, નારી તું નારાયણી
– અમિત ત્રિવેદી
The willingness to listen, the patience to understand, the strength to support, the heart to care & just to be there…. that is the beauty of a lady! Happy Women’s Day!
જયશ્રી,
પ્રસંગને અનુરૂપ સુન્દર રચના માટે આભાર્.
શ્રી અમિતભાઈ ! ડો વિવેક ટેલર ને થયેલો પ્રશ્ન મને પણ થયો છે. છંદ કયો છે એનું સ્પષ્ટીકરણ આપશો ?
નારીના હૈયે ઊછળતાં ઉમંગો જોઈને દરિયો બોલે ,
આખે આખો દરિયો તું તો છલકાવે, નારી તું નારાયણી
મારા મનની પાગલ ઝંઝાઓને કોણ આવી ને સમજાવે?
એ શમશે તું જો આવે આ દરવાજે, નારી તું નારાયણી
મહિલા દિને અદભૂત અંજલી
તારા આ સરજેલા દેવળમાં વસવાની કોની ઈચ્છા ના હો ?
તારે ખોળે તો જીવન કીર્તન પામે નારી તું નારાયણી
સુઁદર ગઝલ આપવા બદલ ટહુકોનો આભાર
આનદ પટેલ
Amitbhai, i m Dr. Darshika Shah, i m also writitng poems,please can you guide me how to keep it online on the blog……i m Milind’s sister…if you remember..
અમિતભાઈ આપનિ ક્રુતિ ખુબ સુન્દર અને લાજવાબ
यत्र नार्यस्तु पूज्यते रमन्ते तत्र देवता । આ ઉક્તિને ચરિતાર્થ કરતી અને દયા, કરુણા, સમર્પણ, નિસ્વાર્થ પ્રેમ જેવા દૈવી ગુણો સ્ત્રીઓમાં સહજ રીતે અભિવ્યક્ત થતા હોય છે તે આ સુંદર મઝાની ગઝલ દ્વારા અમિતભઇએ આપણને બતાવ્યું છે. તે બદલ તેમને અભિનંદન. —-Rajni Gohil
તારી કવિતા વાંચી. સરસ છે. અભિનંદન !
Awesome Kavita Mama!! Happy International women’s day!!
વિશ્વ મહિલા દિનની સુંદર ઉજવણી.
Good post on international woman’s day
પ્રિય અમિત તથા જયશ્રી,
International women’s day મુબારક;પ્રત્યેક સ્ત્રીને તથા તે બધા લોકોને જેઓ સ્ત્રીઓની મહત્તાને સમજે છે.મારી એકજ આશા છે કે દરેક સ્ત્રી બીજી દરેક સ્ત્રી તરફ સદ્દભાવ રાખશે ભલે તેની સાથેનો સંબંધ લોહી નો હોય કે ના પણ હોય.
મમ્મી
What a fabulous acknowledgment to the sheer role of SOME ONE so so special WHO ROCKS THE CRADLE !!! can there be any creation of God better than a Women …… still out of my imagination to accept you as a Technocrat with such depth of thoughts, far away to your profession…… All the very best to Your World of Creativity & contribution, thus.
મારા મનની પાગલ ઝંઝાઓને કોણ આવી ને સમજાવે?
એ શમશે તું જો આવે આ દરવાજે, નારી તું નારાયણી
સુઁદર ગઝલ બદલ અમિતભાઈને અભિનદન
જયશ્રેીબેન નો આભાર
ગૌરઁગ કાકા
વિશ્વ મહિલા દિનની મુબારકબાદી…
આ ગઝલ કયા છંદમાં લખાઈ છે એ સમજાયું નહીં…
ખુબ જ સરસ છે અમિત અંકલ…..
“માનવ”
International Women’s Day પર આપ સૌને અભિનંદન!
સુંદર ગઝલ બદલ અમિતભાઈને પણ હાર્દિક અભિનંદન!
સુધીર પટેલ.
Jayshree, Thank you for celebrating the International Women’s Day on Tahuko! 🙂