આટાપાટા અમદાવાદ… – ચીનુ મોદી

ટહુકો શરૂ કર્યો અને થોડા જ વખતમાં સ્મૃતિપટમાં કશેક સંતાઇ ગયેલું આ ગીત યાદ આવેલું.. એને મેળવવામા પ્રયત્નોમાં અમદાવાદ દૂરદર્શનમાં ફોન પણ કરેલો, પણ કોઇક કારણસર આ ગીત ન મળ્યું. ત્યારનું શોધતી હતી આ ગીત – જે થોડા દિવસ પહેલા જ જપને શોધી આપ્યું!!

૯૦ના દસકામાં થોડા થોડા દિવસે અમદાવાદ દૂરદર્શન પર દરરોજ આવતું આ ગીત.. (ત્યારે આ ઝી-સ્ટાર-સોનીનો જમાનો નો’તો! લોકો પ્રેમથી દૂરદર્શન જોતા..!) અને જેટલીવાર આવતું એટલીવાર સાંભળવાનું – જોવાનું ગમતું..! ત્યારે તો મમ્મી-પ્પપા પણ હજુ અમદાવાદ નો’તા ગયા.. પણ તો યે – આ અમદાવાદી ગીત કંઇક ખાસ વ્હાલું લાગતું..!! અમદાવાદની સૌથી પહેલી મુલાકાત કદાચ આ ગીતે જ કરાવેલી 🙂 બાળપણની કેટકેટલી યાદો ફરી તાજી થઇ જાય આ એક ગીત સાથે….

અને આજે આ અમદાવાદી ગીત સાથે બીજા એક મજેદાર સમાચાર (ઘણાને જેના વિષે ખબર હશે જ).

અમદાવાદ શહેર પોતાની ૬૦૦મી વર્ષગાંઠ ઊજવી રહ્યું છે આ ફેબ્રુઆરીની ૨૬ તારીખે..

અને ૬૦૦ વર્ષનું આ લાડીલું શહેર છેલ્લા ૧૦ વર્ષમાં કેટલું બદલાયું છે – એ ‘આજના અમદાવાદ’થી પરિચિત કોઇ પણ વ્યક્તિ આસાનીથી જોઇ શકશે આ વિડિયોમાં (જપને દેશગુજરાત.કોમ પર એની summary આપી જ છે).

અને હા, બીજા એક મીઠ્ઠા ખબર :

આ ૬૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૮૫૦ કિલોની મજેદાર કેક કાપવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે – જે જોવા તમને પણ આમંત્રણ છે 🙂
વધુ માહિતી માટે અહીં ક્લિક કરો..

સ્વર – સંજય ઓઝા
સંગીત – ગૌરાંગ વ્યાસ
ગીત – ચીનુ મોદી

YouTube Preview Image

(in case you are unable to view this video, double click on the video to go to You Tube)

આટાપાટા આટાપાટા..
આટાપાટ આટાપાટા..

કરે શ્વાસના સાટાપાટા
લાભ સદાયે કભી ન ઘાટા
રોજ રમીને આટાપાટા
દાંત કરી દે સૌના ખાટા

શહેર નહીં યે હૈ સન્નાટા
રોજ રમે છે આટાપાટા
અમદાવાદ… અમદાવાદ… અમદાવાદ…

આટાપાટા આટાપાટા..

પાંચ બનાવયા સેતુ
તો પણ કઈ ન વળતો હેતુ
એક બીજાને જરી ન સંમજે
જાણે રાહુ-કેતુ

શહેર નહીં યે હૈ સન્નાટા…

શેરબજારે ભીડ જમાવે
લક્ષમીજી ને પગ નમાવે
(લીધા.. દીધા… લીધા.. દીધા..)
પૂરી પકોડી ખાય ચવાણુ
ઓછે પૈસે ભુખ શમાવે

શહેર નહીં યે હૈ સન્નાટા…

વ્હાલ કરીને પાતા તોલા
નામ પુછો તો સાબરકોલા
(પ્રેમમાં થોડી ફરેબી જોઇએ… ફાફડા સાથે.. જલેબી જોઇએ.. 🙂 )
ચા અડધી પીવડાવીને
એ ગામમાં પાડે મોટા રોલા

શહેર નહીં યે હૈ સન્નાટા…

દીવસે ગલ્લે પાન બનાવે
રાતે સિરિયલ શૂટ કરાવે
(રોલ વિસિઆર.. સાઉન્ડ.. કેમેરા.. એક્શન)
જૂની ગાડી માંડ ખરીદે
ધક-ધક-ધક ધક
ધક્કા મારી રોજ ચલાવે

શહેર નહીં યે હૈ સન્નાટા…

હૂલ્લડ ના હેવાયા માણસ
કર્ફયુથી ટેવાયા માણસ
લાભ વગર ન કદી એ લોટે
લોભે બહુ લલચાયા માણસ

શહેર નહીં યે હૈ સન્નાટા…

કરે શ્વાસના સાટાપાટા….

******

ધન્યવાદ :  deshgujarat.com

——-

અને હા.. અમદાવાદ માટેના આ બીજા ગીત પણ ફરી ફરી સાંભળવા ગમે એવા છે.

19 replies on “આટાપાટા અમદાવાદ… – ચીનુ મોદી”

 1. બહુ વખતથી ફરમાઇશ કર્યુ’તુ અહીં ટહુકા પર… અને finally આવી જ ગયું. સરસ.

 2. Ashwin Shah says:

  Jayshreeben.
  Thank you very much for posting mail daily and I do enjoy it fully and share with Friends having eqoual interest. This song find with some error on page pl check to view fully.
  Thanks.
  Ashwin Shah.

 3. બેન જયશ્રીબેન,
  આટાપાટા અમદાવાદ… – ચીનુ મોદી By Jayshree, on February 24th, 2010 in Video , ગીત , ગૌરાંગ વ્યાસ , ચિનુ મોદી , ટહુકો , સંજય ઓઝા | ૬૦૦ વર્ષની ઉજવણીના ભાગરૂપે ૮૫૦ કિલોની મજેદાર કેક કાપવાનો પ્રોગ્રામ રાખવામાં આવ્યો છે આમાં આમંત્રણ માટે આભાર. શ્રી નરેન્દ્ર મોદી ગુજરાત વાઈબ્રન્ટ ના મથાળા નીચે ભારતના અન્ય રાજ્યો અને જગતના અન્ય દેશો ના લોકોને ગુજરાતની પ્રગતિની ઝાંખી કરાવતા કરાવતા વિકાસની આગેકૂચ પણ જારી રાખી રહ્યા છે. તેમાં આ રીતે આપના વ્દારા અપાતી માહિતિ ઘણી ઉપયોગી થાય છે.
  ચન્દ્રકાન્ત લોઢવિયા.

 4. Navin Badani says:

  some problem in Video Recording. Not able to listen

 5. kiran mehta says:

  audio is not clear, could not listen properly.

 6. વાહ…મજા આવી ગઈ… ખૂબ આભાર..

 7. Good… in nostalgic sense.

 8. M.D.Gandhi, U.S.A. says:

  તમે તો બહુ મસ્ત ગીત આપ્યુંને? સરસ છે. બહુ ગમ્યું.

 9. Damji Chavda (London) says:

  yes, it is ‘atapata’ all over India that is my observation,generally I do enjoy India.

 10. Ranjit Ved says:

  Smt.Jayshreeben,We really enjoyed all 3 gujarati songs I was born n brought in Mumbai after passing Diploma…I was in Design section n was sent to various projects and as such ,I was in GUJARAT cities n was staying in AHMEDABAD for 5 yrs n visited so many projects in surat,dakor,rajpipla,thasara n vanakbori via godharaand also aanad…vadodara bodeli on duties …hence I was very much atteched to gujarat and as such,WE LIKE GUJARAT VERY MUCH and hence We never miss any item on TAHUKO please forgive me if We miss any day without “COMMENT” but we always watch tahooko by digging ndigging archieves….from time to time without fail my wife also atteched to TAHUKO….!!!we both always…send e mails to our friends to watch n listen TAHUKO and associated blogs..!all the best wishes in advance for celebrating 600 years of Gujatat day!s celebration …JSK RANJIT nINDIRA..

 11. hiral khatri says:

  હેલ્લો..અમેઝિન્ગ !હેપ્પેી બર્થ ડે, અમદાવાદ્.

 12. Nilesh Modi says:

  જયશ્રી ,

  આજે ઘણા દિવસ પછી ટહુકા પર આવ્યો ! મને હતું કે તુ કાંઈક તો મૂકીશ અમદાવાદના જન્મદિવસ માટે !! અને જે મૂકયું છે તે જોઇને ઘણો આનંદ થયો અને અમદાવાદની ઘણી યાદો તાજી થયી ગયી! 🙂

  – નિલેશ મોદી

 13. tushar shukla says:

  Happy Birthday Ahmedabad. 600 Years complete. Thank you for remembering this lovely city. Few months back Saumil, Shyamal and I along with respected Vinod Bhatt presented a program Amdavad Etle Amdavad. We had Dhvanit (Popular RJ) and Archan Trivedi as guest. Bhumik and Prahar – two promising singers performed a gazal by Late. Adeel Mansoori “Manekchauk Ma” composed by Saumil and Shyamal. It was very well received and appreciated. We – I and Shyamal – wrote few brand new songs on Ahmedabad for the program. Program did not carry popular songs on Ahmedabad. I had an opportunity to go through the history of the city and nerreted few interesting annacedots regarding city. Shree Vinod Bhatt was at his best with his humour.It was a challenge turned into a satisfactory experience for all of us. We had an opportunity to look at our beloved Ahmedabad in our own way.

 14. ભલા થઈને કરો કોશિશ કર્યા વગર નહીં મળે
  જોડીને હાથ બેસી રહેશો તો ડગર નહીં મળે

  એણે કંઠે રાખ્યું ઝેર અહીં સૌ નાભિમાં રાખે છે.
  ભોળા મળશે તને જગમાં કોઈ શંકર નહીં મળે.

  સદાયે લોહી સાથે વણી રાખો મીરાં કેરી શ્રધ્ધા
  બધાયે ઝેર થાશે બેઅસર કોઈ અસર નહીં મળે

  ફેંદો નહીં દોસ્ત કિતાબો સરનામું શોધવા એનું
  અક્ષર-અક્ષર ઉકેલાશે ને ખુદા અકસર નહીં મળે

  ત્યાં પ્રીતમાં વહેવાર ને અહીં વહેવારમાં છે પ્રીત
  મળશે ત્યાં ગુલદસ્તા નયન ખુશી સભર નહીં મળે

  તમથી રહે નારાજ તો કેવો ભટકી જાય ના પુછો
  છે ધરતીનો છેડો ઘર ને એને ઘર નહીં મળે

 15. anand pandya says:

  Thanks a lot…
  hu bahu samay thi aa song sodhato hato..
  jay jay garvi gujarattt….

 16. mansih dave says:

  ખરેખર બહુજ સરસ મજા આવિ ગઇ

 17. anand pandya says:

  આટાપાટા અમદાવાદ.

  બહુજ સરસ અને ના ભુલાય એવી રચના છે.

 18. virendra barot says:

  This video celebrating Ahdavad’s 600 th birthday was very nice. I do not understand why there is no reference of Gandhi Ashram and a glimpse of it where Dandi Cutch started…

 19. brijesh patel says:

  Again memorized those days of Amdavad doordarshan. I liked this song by watching on TV. Thank you Jayshreeben.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *