ગઇકાલે – ૨૨ ફેબ્રુઆરીએ કવિ શ્રી દુલા ભાયા ‘કાગ’ જેમને બધા કાગબાપુના નામે ઓળખે છે એમની પુણ્યતિથી ગઇ.. એમને હ્રદયપૂર્વક શ્રધ્ધાંજલી સાથે સાંભળીએ એમનું આ ખૂબ જ જાણીતું ગીત..!
સ્વરઃ પ્રફુલ દવે
.
‘પગ તમે ધોવા દ્યો રઘુરાયજી…
પ્રભુ મને શક પડ્યો મનમાંય, પગ મને ધોવા દ્યો’ – ટેક
રામ લખમણ જાનકી એ, તીર ગંગાને જાય જી (૨);
નાવ માંગી નીર તરવા (૨),
ગુહ બોલ્યો ગમ ખાઈ. પગ મને. ૧
’રજ તમારી કામણગારી, નાવ નારી થઈ જાય જી (૨);
તો અમારી રંક-જન ની (૨),
આજીવિકા ટળી જાય, પગ મને. ૨
જોઈ ચતુરતા ભીલ જનની, જાનકી મુસકાય જી (૨)
’અભણ કેવું યાદ રાખે (૨),
ભણેલ ભૂલી જાય !, પગ મને. ૩
’આ જગતમાં દીનદયાળુ ! ગરજ-કેવી ગણાય જી; (૨)
ઊભા રાખી આપને પછી (૨),
પગ પખાળી જાય.’ પગ મને. ૪
નાવડીમાં બાવડી ઝાલી, રામની ભીલરાય જી(૨);
પાર ઊતરી પૂછીયું ‘તમે (૨),
શું લેશો ઉતરાઈ.’ પગ મને. ૫
’નાયીની કદી નાયી લ્યે નઈ, આપણે ધંધાભાઈ જી (૨);
’કાગ’ લ્યે નહિ ખારવાની (૨),
ખારવો ઉતરાઈ.’ પગ મને. (૬)
————–
આજથી ૪ વર્ષ પહેલા – લયસ્તરો પર વિવેકે કાગબાપુની પુણ્યતિથિ પર મુકેલા આ ગીત સાથેના શબ્દો…
આજે જ્યારે દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ છે ત્યારે આ કવિતાનું શ્રદ્ધાસુમન અર્પિત કરીએ છીએ. ભાવનગરના મહુવા પાસે મજાદર ગામના વતની ની કવિતાઓ બહુધા બોધકતા સાથે ભાવની સચ્ચાઈ, લોકબાનીની વિશિષ્ટ હલકવાળી ગેયતા અને સરળતાના કારણે પ્રચલિત થઈ છે. ‘કાગવાણી’ના સાત ખંડમાં એમનો ચારણીછાંટવાળો શબ્દદેહ પદ, ભજન, પ્રાર્થના, દુહા-મુક્તક જેવા સ્વરૂપોમાં જીવી રહ્યો છે. પાંચ ચોપડીનો અભ્યાસ. વ્યવસાયે ખેડૂત અને ગોપાલક. અન્ય કૃતિઓ: ‘વિનોબાબાવની’, ‘તો ઘર જશે, જાશે ધરમ’, ‘શક્તિચાલીસા’, ‘ગુરુમહિમા’, ‘ચંદ્રબાવની’, સોરઠબાવની’. (જન્મ: ૨૫-૧૧-૧૯૦૨, મૃત્યુ: ૨૨-૨-૧૯૭૭)
ઉતારે થાક હૈયા નો, ઝાખિ પ્રભુ નિ થાય ,
તને નો હમ્ભારે કાગડા, એના જિવન એળે જાય્.
વાહ કેટલુ સરસ ભજન ,
હજુ સુધિ મા કાગ, મેઘાણિ , પ્રફુલ દવે , હેમુ ગઢ્વિ નિ રચ્નાઓ ના ગમિ હોય એવુ બન્યુ જ નથિ. મને તો એવુ લાગે ચ્હે કે આ લોકો ગુજરાતિ ભાષા ના આત્મા ચ્હે.
બ્રિજેશ સોહલિયા
sohaliyabrijesh@gmail.com
શુ ખુમરેી છે ગુજરાતિ કવિઓનેી? દુલા કાગ રામને ખારવો કહેી શક્યા, મેીરાબાઇ ક્રિશ્નને ભરવાડ = આહિર કહેી શકે છે,નરસિન્હ મેહતા કહે કે કાનજેી તારેી મા કહેશે, અમે તો કાનુડો જ કહેીશુ. તને ના ફાવે તો અમેતો ગોકુળ મુકેી ને બેીજે જતા રહેીશુ. Bravo!!!!!
અદભુત રચના
સુન્દર શબ્દોને સુન્દર લય આપી સુન્દર સ્વરન્કન કરી ગીત ને અમર કર્યુ . ધન્યવાદ્ અમર રહો આ ગીત અને ગાયક અને હિન્દુ સન્સ્ક્રુતિ
મનીકાન્ત .ત્રિવેદિ
KOTI VANDAN KAGNE
AT& POST:ZANDALA, TA:SANTALPUR, DIST:PATAN,NORTH GUJARAT
{MA THEE KOI MOTU NAI JADDHAR KE JAGDISH SAU NAMAVE SIS AATO AMBA AGAL “ALIYA”
ખરેખર સુન્દેર
મને આ ભહજન બોવ ગમિઉ.
જૈ હિન્દ્ . =)
Being from Bhavnagar, I have a special affection for Dula Kag and Praful Dave. Thank you very mach for posting this outstanding Bhajan. Nalin Shah- Chicago
ભાવ નગર મહુવા સાથે બહુજ નઝ્દિક્નો સમ્બન્દ્ હોવથિ આ ગિત મા પોતાપનુ લાગે. ઘના સમય થિ આ ગેીત શોધતિ હતિ. આભા ર્.
An excellent Bhajan sung well.Bhaj Man Dhovadyo Raghurai also keeps one in touch with the wealth of cultural and religious aspects connected with the song.Well done.
ખુબ સુઁદર સાઈટ .
રુદય ના અભિન્ઁદન
ડો.પ્રણવ મોદિ.
can you please let me know how to turn off the background music? it is not letting us enjoy the Gujarati poetry.
બેદગ્રઉન્ડ મા વાગતુ સનગિત કઈ રેીતે બન્ધ કરવુ તે જણાવવા વિન્નતિ.
આભાર
ખુબ સરસ…… ઘણા વર્ષ પહેલા આ ગીત સામ્ભળેલ પરન્તુ આજે તો હોળી નો દિવસ સુધરિ ગયો….આજે ભાવનગરી હોવા નુ ખુબ ગૌરવ અનુભવુ છુ…કવિ શ્રિ કાગ્ બાપુ દિલ નિ શ્રધ્ધાન્જલી….. અને પ્રફુલભાઈ ને પણ સલામ આવુ સુન્દર ગીત ગાવા માટે.
just heavenly! enjoyed this bhajan very much , more please
Fantastic Hridaysparshi, Soulful Singing…
Thanks.
લોકહૃદયે વિરાજતી સાચુકલી રચના. ઑડિયોનો આનંદ પણ એટલોજ આહ્લાદક.
લાગે છે આ ઑડિયો મારો આજનો દિવસ પણ અજવાળી દેશે…
ખૂબ જ આનંદ થયો…
સુંદર રચના…
સાંભળવાનો લ્હાવો મળ્યો એટલે એક આખો દહાડો સુધરી ગયો…
Very nice enjoyed this bhajan.
મુખ તમારુ જોવાદ્યો જયશ્રિબેન,પાર ઉતારિ તમે ગુજરાતિ કેરિ નાવ
Wow Jayshree !!!
Kaya sabdo ma kahu ??? Hmmmmmm fantabulous, outstanding it is
in the tone of Praful…
Warm Regards,
RAJESH VYAS
CHENNAI
દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ પ્રસંગે હૃદયપુર્વક શ્રધ્ધાંજલી.
તેમનું આ સરસ ભજન છે. પ્રફુલ દવેએ ગાયું પણ છે સરસ.
જયશ્રીબેન તથા વિવેકભાઈ,
આપ બન્ને ને ખુબ ખુબ અભિનંદન. આપ બન્ને ના સહયોગ થી ગુજરાતી સાહિત્યની તેમજ ગુજરાતી વાચકોની સુંદર સેવા થઈ રહી છે. કલાકારોની પુણ્ય તિથિ કે તેમના જ્ન્મદિન ને આપ ભૂલ્યા વગર ભાવાંજલિ અર્પિત કરો છો તે ખૂબ જ પ્રસંશાને પાત્ર છે. તા.૧૮.૦૨.૨૦૧૦ ને ગુરૂવારે વિવેકભાઈ ‘સાંતાક્રુઝ સાહિત્ય સંસદ’ માં સ્વમુખે ગીતો સાંભળવાનો લ્હવો આપવા બદલ પણ આભાર.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
કવિ દુલા ભાયા કાગને મારિ નમ્ર શ્રદ્ધાન્જલિ….આ ગિત નાનપણમા ખુબ વાર સામ્ભળેલુ…આજે એ નિમિત્તે સમ્ભળાવવ્યા બદ્દલ ધન્યવાદ
શબ્દો તો હતા મારી પાસે પણ ગીત આજે સાંભળ્યુ.
આભાર.
દુલા કાગ જય હો
બેટા જયશ્રી,
ટહુકો.કોમ તો મીઠાઈ અને ફરસાણની દુકાન છે! દરરોજ તું જુદી જુદી વાનગીઓ પીરસુ
છું. આ વિવિધતા માણવાજ દરરોજ હું ચા પીતા પીતા સવારના તારી વેબસાઈટ,ખોલુ છું. નિખાલસાથી એ પણ લખુ છુ કે તારો
મધુર ચહેરો અને સ્મિત પણ તારી પસંદગીના ગીત સાથે નજર સામે આવી જાય છે. મારા તને અને અમિતને શુભાશિષ!
દિનેશ ઓ.શાહ,નડિયાદ,ગુજરાત,ભારત
દુલા ભાયા ‘કાગ’ની પુણ્યતિથિ પ્રસંગે હૃદયપુર્વક શ્રધ્ધાંજલી.
તેમનું આ સરસ ભજન છે. પ્રફુલ દવેએ ગાયું પણ છે સરસ.