પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે….

વ્હાલા ગુજરાતી મિત્રો,

આજે ટહુકોની સાચ્ચી બર્થ ડે. 😀 (સ્કૂલમાં લખાવેલી 25 નવેમ્બર, 2006)

આમ તો હંમેશા મને તમારો સાથ, સૂચનો, શુભેચ્છાઓ અને વ્હાલ મળ્યા જ છે, પણ આજે પહેલી વર્ષગાંઠ નિમિત્તે હું બધાનો હ્ર્દયપૂર્વક આભાર માનવાની તક ઝડપી લઉં છું.
ભગવતીકુમાર શર્મા, મુકુલ ચોક્સી, રઇશ મનીઆર, મેહુલ સુરતી, અમન લેખડિયા, વિવેક ટેલર.. શબ્દ, સ્વર અને સંગીત જગતના આ સિતારાઓ તરફથી એક ખાસ શુભેચ્છા સંદેશ મળ્યો છે, એના માટે એમનો આભાર માનવા માટે મારી પાસે પૂરતા શબ્દો પણ નથી.
http://video.google.com/videoplay?docid=5624752211528312863

અને સાથે હું આભારી છું એ દરેક કલાકારની જેમની રચનાઓને લીધે જ ટહુકોનું અસ્તિત્વ ટકી રહ્યું છે.

સાથે જ આભાર આપનો, ટહુકોના દરેક મુલાકાતી મિત્રનો… તમારા સ્નેહની આંગળીના મળી હોય, તો આ એક વર્ષનું બાળક આજે જે પગલીઓ માંડી રહ્યું છે, એ શક્ય ન હોત.

વડીલોના આશિર્વાદ, અને મિત્રોના સ્નેહ શુભેચ્છાના ટહુકાઓ મને અવિરત મળતા રહ્યા છે, અને ભવિષ્યમાં પણ મળતા રહેશે… એ વિશ્વાસ સહ,

– જયશ્રી હીરાભાઇ ભક્ત.

38 thoughts on “પ્રથમ વર્ષગાંઠ નિમિત્તે….

 1. વિવેક

  વ્હાલી જયશ્રી,

  ‘મોરપિચ્છ’ અને ‘ટહુકો’ – એમ શબ્દ અને સૂરની બે અલગ-અલગ નદીઓ એકસાથે નેટભૂમિ પર રેલાવાની શરૂ થઈ અને ખૂબ જ ટૂંકગાળામાં “ટહુકો.કોમ” રૂપે એકાકાર થઈ સૌને ભીંજવવા માંડી…. આ આખીયે ઘટનાને આજે એક વર્ષ પૂરૂં થયું… આ એક વર્ષના ટૂંકા ગાળામાં સોથી ય વધુ બ્લૉગ્સને વટાવીને ટહુકો.કોમ લોકપ્રિયતાની દ્રષ્ટિએ આજે નંબર એકનું સ્થાન ધરાવે છે…

  ગુજરાતી સાહિત્ય અને સંગીતને વિશ્વભરના ગુજરાતીઓમાં નિઃસ્વાર્થભાવે અને નિઃશુલ્ક પીરસવાના આ સતત એકહથ્થુ અભિગમનું સાચું મૂલ્ય તો માત્ર એ ગુજરાતીઓ જ ખરા અર્થમાં સમજી શકે છે જેઓ માતૃભૂમિથી અળગા થયા છે અને ગુજરાતી સાહિત્ય અને સંગીત જેમને હાથવગા રહ્યાં નથી.

  જયશ્રીને અને એની આ વેબસાઈટને પ્રથમ વર્ષગાંઠ પર ખૂબ ખૂબ શુભેચ્છાઓ…

  જયશ્રી ! આ ટહુકો શું છે? શબ્દો ને સૂરની વાતો…
  ભાષા જીવાડવાના નિઃસ્વાર્થ યત્ન આ તો;
  અથવા તો આ છે કોશિશ શબ્દોથી સાંધવાની,
  તૂટ્યો છે કર્મથી જે, મા-ભોમ સાથે નાતો !

  વ્હાલના વરસાદ સાથે-

  -વિવેક-વૈશાલી-સ્વયમ્

  Reply
 2. CHANDSURAJ

  બહેનશ્રી જયશ્રીબેન,
  ટહુકોની પ્ર્થમ વરસગાંઠ પર અભિન્ંદન!
  દુનિયાભરના ગુજરાતી સંગીતરસીક પંખીડા ટહુકોના વડલાની
  વડવાઈઓ પર બેસી, સંગીતનો મીઠો ચારો ચણી, આનંદના
  હીંચકા ખાય છે એ આપને તેમજ આપના સંગી સાથીઓને
  આભારી છે.
  ચાંદસૂરજ

  Reply
 3. s.vyas

  જયશ્રી અને ‘ટહુકો’ને હાર્દિક શુભેચ્છાઓ અને અભિનંદન.

  Reply
 4. Pravin Shah

  જયશ્રીબેન્,
  સૌ પ્રથમ તમને અને તમારા ‘ટહુકો’ને પહેલી વર્ષગાંઠ પર ખૂબ ખૂબ અભિનંદન અને અનેક શુભેચ્છાઓ!
  છેલ્લા એક વરસથી તમે દરરોજ એક ‘ટહુકો’ પિરસો છો. એ ટહુકો પણ કેવો? શબ્દ અને સ્વરનો એક સુભગ સમન્વય! જે સાંભળીને અમે એક ગુજરાતી હોવાનો ગર્વ લઈએ છીએ.
  અમે ગુજરાતમાં રહીએ છીએ છતાં ય ગુજરાતી કાવ્ય અને ગઝલનો આટલો વૈવિધ્યપૂર્ણ રસથાળ, એક ધારો સતત એક વર્ષ સુધી પિરસ્યો હોય કોઈએ, એવું ક્યારે ય સાંભળ્યું નથી. ગુજરાતથી દૂર રહીને પણ ગુજરાત અને ગુજરાતી સાહિત્ય -કવિતા માટે તમે આટલો પુરુષાર્થ કરો છો એ ખરેખર ગર્વ લેવા જેવી વાત છે. આ માટે આપને અભિનંદન આપીએ તેટલા ઓછા છે.
  આજના શુભ દિને, ભગવતીકુમાર શર્મા, મુકુલ ચોક્સી, રઇશ મનીઆર, મેહુલ સુરતી, અમન લેખડિયા, વિવેક ટેલર..જેવા મહાનુભાવો સાથે પ્રત્યક્ષ મેળાપ કરાવી આપ્યો તેથી ખૂબ આનંદ થયો.
  આભાર

  Reply
 5. Munj

  જયશ્રિજી
  ટહુકો ના જન્મદિન પર આપને તથા મારા જેવા અનેક ટહુકો પ્રેમિઓ ને હાર્દિક અભિનંદન.

  મુંજ રાવલ

  Reply
 6. જય

  ખુબ ખુબ વધાઈ, જયશ્રી..હાર્દિક અભિનંદન…ટહુકાની પ્રથમ વર્ષગાંઠ પર. તારા આ ટહુકાના માધ્યમ દ્વારા મારા ગુજરાતી કવિતા અને સંગીતના લુપ્ત થઈ જતાં પ્રેમને જીવતદાન મળ્યું… ગયાં ડિસેમ્બરની આસપાસ મને ખબર પડી ત્યારથી ટહુકા પર દિવસમાં એક-બે વખત મુલાકાત તો અવશ્ય થાય જ છે.. અને ખાસ તો ઓફિસમાં કામ કરતાં કરતાં પણ સૂર, શબ્દ અને સંગીતને સથવારે રહી શકું છું. જય

  Reply
 7. Harry

  Its time to celebrate !!
  One great effort is being done by Jayashree didi.
  I happened to visit this site in january 07.
  It was a totally new experience of its ownkind.
  I like the way contents are being presented over here.

  Its a true service of Motherland. !!

  I wish a very very happy birth day to Tahuko.Com.

  કેવો મસ્ત અને મજાનો છે આ ટહૂકો,
  આજે એક વરસનો થયો આ ટહૂકો,

  હજી કાલે જ થયુ તું જેનુ આગમન અહી,
  આજે પા-પા પગલી ભરે છે આ ટહૂકો,

  ગૂંજ્યા કરે છે એ વતનની દરેક યાદમાં,
  માભોમ ને ખોળે ઉછર્યા કરતો આ ટહૂકો,

  ગીત, ગાન ને ગઝલનું થતુ અહીં સંગમ્,
  શબ્દ,સૂર ને સંગીતથી સજ્જ છે આ ટહૂકો,

  આ તો છે સંબંધો ને શમણાંઓની મથામણ,
  ઘરથી દૂર ઘરનું મીઠું સંભારણું છે આ ટહૂકો,

  નિત્ય ટહૂકે છે જે જયશ્રીદીદીના યત્નોથી,
  ગુર્જરધરાને સાચી અંજલિ આપતો આ ટહૂકો.

  Reply
 8. Jugalkishor

  જયશ્રી રેલે
  ટ્ હૌકો; પડઘાય થૈ
  ‘જય ટહુકો !’

  Reply
 9. સુરેશ જાની

  રઇશભાઇ અને અમન સીવાય, જેમના માત્ર નામ અને રચનાઓ જ જાણતો હતો, અથવા બહુ બહુ તો ફોટા જ જોયા હતા તેમને હાલતા ચાલતા, બોલતા અહીં આજે માણ્યા.આભાર …
  જયશ્રી,
  તારી એક વર્શની સાધના આમ ફળતી જોતાં અંતરમાં શીતળ શેરડો પડે છે.
  માનવજાતની વીશેશતા છે મન. મનનું પ્રધાન લક્ષણ છે ભાવ. અને ભાવની પ્રથમ અભીવ્યક્તી છે ધ્વની. શબ્દ અને ભાશા તો બહુ છેલ્લે આવે.
  ગુજરાતના ભાવજગતની પ્રથમ અભીવ્યક્તીને આમ ‘જ્યાં જ્યાં એક ગુજરાતી વસે’ ત્યાં ત્યાં પહોંચાડવાના ‘ટહુકા’ના પ્રયત્નોને સાદર વંદન અને હાર્દીક શુભેચ્છાઓ…
  ટહુકો ખુબ બુલંદ બને અને મુકુલભાઇએ કહ્યું તેમ પંખી બની મુક્ત ગગનમાં ઉડે તેવી આશીશ.
  ટહુકે ટહુકે, મત્ત બની મન-મોર નાચે,
  શબ્દે શબ્દે તત્વ જીવનનું ભરપુર રાચે.

  Reply
 10. પંચમ શુક્લ

  અભિનંદન ‘ટહુકો’ અને જયશ્રીબેન બંનેને. બીજું, સૂર અને શબ્દનાં સુરતી બંદાઓને સાંભળવા અને જોવાની મજા પડી- આવી વીડીઓ ઇવેન્ટસ વારંવાર માણવા મળે એવી આશા સહ.

  Reply
 11. Umang modi

  ચૈતર ચમ્પો મ્હોરિયો,
  ને મ્હોરિ આમ્બા ડાળ
  મધમધ મ્હોર્યો મોગરો,
  ને ગુથિ ફુલનમાલ.

  અભિનંદન જયશ્રીબેન , આમ ગઝલો ની ફુલમાલા જે તમે ટહુકા મા ગુથી છે તે સતત મહેક્યા જ કરે……
  બસ આમ આપ પણ હમેશા ટહુકયા જ કરો એજ પ્રભુ ને પ્રાથના.

  Reply
 12. ઊર્મિ

  પ્રિય જયશ્રી અને એક વર્ષીય બાળ ટહુકો.કોમ,

  તમને બંનેને ટહુકાની પ્રથમ વર્ષગાંઠ પર અંતરની ઊર્મિથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ… ટહુકો હંમેશા ટહુકતો, ગહેકતો, સૌને નચાવતો ગુજરાતી નેટને હંમેશા ગજવતો રહે…

  આપણા જેવા પરદેશવાશીઓ માટે તારો ટહુકો એ રણમાં એક મીઠા જળની વીરડી સમાન છે!

  અમારી ઊર્મિના ટહૂકા સહ,
  ઊર્મિ, સાગર, ભરતી, ઓટ… અરે, આખો જ ઊર્મિ-પરિવાર 😀

  Reply
 13. ઊર્મિ

  કહેવાનું રહી ગયું કે….

  આપણ વ્હાલા સૌ સુરતીઓને અહીં સાક્ષાત હાલતા ને બોલતાં જોયા તો જાણે આનંદ આનંદ થઇ ગયો… ખૂબ જ મજા આવી ગઇ!

  Reply
 14. chetu

  પ્રિય નાની બહેન્ .,..
  આજ ના શુભ દિવસે તારા અરમાનો અને અભિલાષાઓ પરિપુર્ણ થાય અને ટહુકા નો ટહુકાર ઉન્નતી ના શિખરો ની ટૉચ પર પહોચી ને ગુંજે એવી હાર્દિક શુભ કામના..!

  Reply
 15. harshad jangla

  લાખ લાખ અભિનંદન
  ખૂબ ખૂબ પ્રગતિ કરે અમારો ટહૂકો એવી શુભેછ્છાઓ

  Reply
 16. chirag

  ટહુકો ની પ્રથમ વર્ષગાંઠે, અભિનંદન, આભાર અને શુભેચ્છાઓ ! ટહુકો થકી મારૂ સંગીત-વિશ્વ એક વર્ષ માં જેટલુ સમ્રુદ્ધ થયુ છે, તે તેના વગર કદાચ આખા જનમારામાંયે ના થયુ હોત.

  ટહુકો મારા માટે, આખા દિવસની પડોજણો પછી, પોરો ખાવાનો પડાવ છે. જયશ્રી, તમે એકલા હાથે, એક વર્ષ થી આ બ્લોગને આટલો નિયમીત રાખવામાં જે પરિશ્રમ કર્યો છે, તે એક દ્રષ્ટાંતરૂપ છે.

  Reply
 17. વલ્લભ ભક્ત Post author

  જયશ્રી અને ટહુકાને જન્મદિનની અભિનંદન અને વધાઇ…
  જયશ્રી, તારી અથાક મહેનત પછી આજે જ્યારે સુરતીલાલાને તારા ટહુકા પર જોયા, સાંભળ્યા તે માટે તને મારા ખાસ ખાસ અભિનંદન. ભગવતીકુમાર, રઇશ વગેરેને મળ્યો છું, પરંતુ ‘તમારા સમ’ ના કવિ મુકુલ ચોક્સી, મેહુલ સુરતી, વિવેકભાઇને ટહુકા પર લઇ આવી એ માટે સંગીતકાર સુરતી અને અમારા સુધી લઇ આવનારા જયશ્રી ભક્ત સુરતી અને સાંભળનાર વલ્લભ ભક્ત સુરતી…. વાહ રે વાહ… સુરતના સુરતીઓ….

  Reply
 18. RAJU YATRI

  HAPPY BIRTHDAY TO TAHUKO!
  CONGRATULATIONS TO JAYSHREEBEN!
  TAHUKO IS PART OF SO MANY GUJARATI’S DAILY LIFE AROUND THE GLOBE, WHICH PROVES THAT TAHUKO IS THE BEST!
  OUR BEST WISHES TO TAHUKO!

  Reply
 19. sujata

  Dear Jayshree,
  kutchi hovane naate ek vaat kahi saku

  ke “tahuko baare maas”

  haiyu harakh sodhtu nathi
  tahuka thi aagad e vadhtu nathi………

  mehulathi amare have shu kaam?
  tahuko aavi pahonchyo che amare gaam…

  Reply
 20. pratik vyas

  happy birth day to u, happy birth day to u happy birth day dear tahuko happy birth day to u. tahuko is my best friend to ena mate mare birthday song to sing karavuj pade ne kem jayshree didi congratulations

  Reply
 21. neetakotecha

  TAHUKO.COM ne paheli varshganth bahu bahu mubarak. jaishree ben tamari khushi ne hu mahesus kari saku chu. aavta bahu badha varso mate tamne all the best ane har varse ame tamari sathe j hoiye. evi prabhu pase prarthna. tahuko.com nu vyasan thai gau che.etle kyay dur thai j nahi sakiye.

  Reply
 22. મિહિર જાડેજા

  જન્મદિવસની ખુબ ખુબ શુભકામનાઓ…મને ખાતરી છે કે ટહુકો.કોમની આવી ઘણી વર્ષગાંઠ આ જ રીતે ઊજવાતી રહેશે…

  આભાર…

  Reply
 23. Himanshu Zavei

  Sorry, but be lated Happy Birhday to Tahuko. last couple of days didn’t get touch in net so miss this birthday of tahuko. any ways glad to see all surti’s on birthday wishies. and best wishies from me too. thank you jayshree for make me keep in touch with my mothertoung by tahuko.com

  Reply
 24. kumi pandya

  પા પા પગલી માંડતા ટહુકાના પગતો અડિહમ છે.
  પહેલી વર્શ્ગાંઠે ઘણી શુભેછ્છાઓ
  કૌમુદી

  Reply
 25. Neela Kadakia

  ઊર્મિ અને જયશ્રી
  તમારા બન્ને નાં ટહુકા સાથે ટહુક્યા છે તો તે હંમેશા ટહુક્યા કરે અને એનો ગુંજ અમારા કર્ણપટ પર ગુંજ્યા કરે તેવી આશા રાખીએ.

  ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

  Reply
 26. sneh

  ટહકો અને તમને ખુબ ખુબ શુભકામનાઓ
  Hope this will conitune for many years…
  Best of Luck!!!
  again wishing u tahuko a belated Happy Birth Day.

  Reply
 27. મૃગેશ શાહ

  જયશ્રી,

  તમારી આ ટહૂકો રૂપી સંગીત સાધનાની વર્ષગાંઠ નિમિત્તે હાર્દિક શુભેચ્છાઓ અને તમારી તમામ પ્રવૃત્તિને મારા વંદન. ઉત્તમ કક્ષાનું સંગીત અને હૃદયસ્પર્શી સંગીત આપણને ટહૂકો.કોમ થી સુલભ થયું છે અને હવે તો એથી વધારે ‘રેડિયો ટહુકો’ ની સરસ સુવિધા પ્રાપ્ત થઈ છે. આ માટે ‘ધન્યવાદ’ શબ્દ નાનો પડે. તમે આમ જ શ્રોતાઓને સંગીતથી ભીંજવતા રહેશો એવી અભિલાષા સાથે ફરી એકવાર વર્ષગાંઠની શુભેચ્છાઓ.

  Reply
 28. કુણાલ

  જયશ્રીબેન, ખબર નઈ હું કેમ મોડો પડ્યો ??

  તમને અને ટહુકાને ખુબ-ખુબ અભિનંદન … સંગીત-તરસ્યા લોકોને તમે મીઠાં અમૃતનો જે પ્યાલો “ટહુકા” સ્વરૂપે ધર્યો છે તે અક્ષયપાત્ર સમાન બની રહે એવી પ્રભુને પ્રાર્થના… અને મને ખાતરી છે કે એ અક્ષયપાત્ર જરૂર બની રહેશે…

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *