જો અષાઢી સાદ જેવુ છે કશુંક
આભમાં ઉન્માદ જેવું છે કશુંક
યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે
ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક
હું કહું, વરસાદમાં આવી પલળ
તું કહે, મરજાદ જેવુ છે કશુંક
મોર ટહુકા સાંભળી લે તું ગગન
છે ધરા પર દાદ જેવુ છે કશુંક
સીમમાં આવી હવા કહી ગઇ મને
ગામમાં વરસાદ જેવું છે કશુંક
સુન્દ્દ્રર્ ગીત.હ્દયર્સ્પસિ ગાયન.
…આજ તો બધુ શરુ થવાની મોસમ છે…(ડૉ ઉર્વીશ )હે વસાવડા
જ્યારે આરોગ્યવાળા આરોગી રહ્યા છે ,બીજાને “ના” કહીને ,
ચાખીશ તુ કશુક :- ગરમા ગરમ દાળવડા !?
યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે
ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક
હું કહું, વરસાદમાં આવી પલળ
તું કહે, મરજાદ જેવુ છે કશુંક
વાહ! સરસ ગઝલ. મારા city મા વરસાદનુ વાતાવરણ છે ત્યારે બિલકુલ perfact!!!
હું કહું, વરસાદમાં આવી પલળ
તું કહે, મરજાદ જેવુ છે કશુંક
સુંદર ગઝલ.
ખૂબ જ સુંદર ગઝલ…
યક્ષ ભીતરનો વિરહવ્યાકુળ છે
ક્યાંક ભીની યાદ જેવુ છે કશુંક
હું કહું, વરસાદમાં આવી પલળ
તું કહે, મરજાદ જેવુ છે કશુંક
-વાહ, ઉર્વીશભાઈ !