મૈત્રીભાવનું પવિત્ર ઝરણું – મુનિ શ્રી ચિત્રભાનુ

આજે મહાવીર જયંતીના પર્વ નિમિત્તે સાંભળીએ મુનિ શ્રી ચિત્રભાનુની આ અમર રચના…

સ્વર – માયાદિપક
આલ્બમ – ધૂપસળી

This text will be replaced

સ્વર – મુકેશ
આલ્બમ – તારી યાદ સતાવે

This text will be replaced

મૈત્રીભાવનું પવિત્ર ઝરણું, મુજ હૈયામાં વહ્યા કરે,
શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે … મૈત્રીભાવનું

ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે,
એ સંતોના ચરણકમળમાં, મુજ જીવનનું અર્ઘ્ય રહે … મૈત્રીભાવનું

દીન ક્રુર ને ધર્મવિહોણાં, દેખી દિલમાં દર્દ વહે,
કરુણાભીની આંખોમાંથી અશ્રુનો શુભ સ્રોત વહે … મૈત્રીભાવનું

માર્ગ ભૂલેલા જીવન પથિકને, માર્ગ ચીંધવા ઊભો રહું,
કરે ઉપેક્ષા એ મારગની, તોય સમતા ચિત્ત ધરું … મૈત્રીભાવનું

ચિત્રભાનુની ધર્મભાવના હૈયે, સૌ માનવ લાવે,
વેરઝેરનાં પાપ તજીને, મંગળ ગીતો એ ગાવે … મૈત્રીભાવનું

– મુનિ શ્રી ચિત્રભાનુ

———-
આભાર – મિતિક્ષા.કોમ

23 thoughts on “મૈત્રીભાવનું પવિત્ર ઝરણું – મુનિ શ્રી ચિત્રભાનુ

 1. Shrenik R. Dalal

  Dear Jayshreeben and Shree Amitbhai,

  I am very happy to see and read Bhakti Geet ‘Maitree Bhaav Nu Pavitra Zarnu’ in your tahuko.com.
  It is not only for jain people but it is related and addressed to all the people in this world.It has got full of worthful meaning and Of course it is Mind Blowing.

  Respected Shree Chitrabhanu’s this message is worth for any person in this ‘kali Yug Zamana ‘. I appreciate this Bhakti Geet. Why it was not sung by any singer in our tahuko.com. I am really surprised and shoked to see / read only and not sung by any singer in this tahuko.com.\

  From Shrenik R. Dalal

  Shrenu….

  shrenikdalal@hotmail.com

  Reply
 2. Bhaskar Shah

  Thank You V V much today for this Stavan on occassion of
  Birthday of LORD MAHAVIR. Hope the whole people of word follow his lesson & remain in PEACE

  Reply
 3. dilip shah (surat )

  ‘ભગવાન મહાવીર’ ના જન્મ કલ્યાણક ના શુભ દિને એમનો સન્દેશો આપતુ આ ગીત બદલ આભાર…..

  Reply
 4. Jayendra Raval.

  આજે મહાવિર જયન્તિ હોવાથિ સારા ભજન બદલ આભાર.

  Reply
 5. અભિષેક

  સહુને મહાવીર જયંતીની હાર્દિક શુભેચ્છા. બહુ જ સરસ ભજન જે અમે નાનપણમા નિશાળમા પ્રાર્થના તરીકે ગાતા હતાં. મુકેશના અવાજમા ગીત વધુ સરસ લાગ્યુ. અને હા આજે મહાવીર સ્વામીની આરતી સાંભળવા આપને આમંત્રણ છે.

  “અભિષેક”

  Reply
 6. chandrika

  પ્રિય અમિત અને જયશ્રી,
  આભાર આવી સુન્દર કવિતા અમારા સુધી લાવવા માટે.
  અજમા

  Reply
 7. pragnaju

  મહાવીર’ ના જન્મ દિને મિત્રતા અંગેનું સુંદર ગીત-ભજન
  આવુ મોટાભાગે થાય છે કે લોકો નાની નાની વાતોના ઈશ્યુ બનાવી ગેરસમજને કારણે વર્ષોની મહેનતથી ઉછારેલુ મૈત્રીનુ વૃક્ષ એક જ ક્ષણમાં કાપી નાખે છે. તમે જેને પાકો મિત્ર કહો છો તેની તમને દરેક પરિસ્થિતિ વિશે પણ વાકેફ રહેવુ જોઈએ. કોઈને તમે બોલાવ્યો અને એ દિવસે કે એ સમયે ન આવ્યો તો તેના પર ગુસ્સો કરવાને બદલે એ સમયની પરિસ્થિતિ શુ હતી એ જાણવાની કોશિશ કરો. તમારા મિત્રએ તમારી પાસે પોતાના સમજી કંઈક માગ્યુ તો તમારે તેનો અહંકાર ન કરવો જોઈએ પરંતુ પોતાની જાતને નસીબદાર સમજો કે તમે તમારા મિત્રને મદદ કરવા લાયક છો. તમે તમારા મિત્રને સમય રહેતા કામ આવ્યા.

  Reply
 8. kalpesh patel (Australia)

  આભાર્
  I like it most in my life. I personally thanks to amit and jayshree who gave me wonderful chance to listen Gujarati song and specially my favorite.

  Reply
 9. Damji Chavda (London)

  I really like the comments made by pragnaju she is right in every word, you should be happy to help if you can.

  Reply
 10. Ravindra Sankalia.

  I liked the Stavan very much. Beutifully sung by Mukesh. Very appropriate for Mahavir Jayanti.

  Reply
 11. madhukar mehta

  આ અતિ સુન્દર સ્તવન આ પ્રસન્ગે આપિને બહુજ ઉત્તમ લભ્ સર્વેન મલેલ તે મતે આભર્.

  Reply
 12. M.D.Gandhi, U.S.A.

  ‘શુભ થાઓ આ સકળ વિશ્વનું એવી ભાવના નિત્ય રહે’

  અતિ સુંદર ભજન કહો, ગીત કહો, સ્તવન કહો, બહુ ઉત્તમ છે.

  Reply
 13. pinki

  ખુબજ સરસ્.. આભાર જયશ્રિ બેન …

  નયિ મેલુ રે તારા ફલિયા મા પગ નયિ મેલુ.. આ ગિત મલે તો મુક્શો..

  Reply
 14. Hasmukh Patel

  Listen This Geet From Lt Mukeshji,And My Mind went to india Without ticket But I have seen,,,,,,,,,Government Can’t Control Crooks and terrorist we need commandos who do the job very strict.God Bless Indian All System.

  Reply
 15. kanaiyalal dudharejiya

  Aa prarthna geet mate khubaj aabhar…..
  1984-85-86 daramiyan SHRI UTTAR BUNIYADI VIDHYALAY DHAJALA (DIST.SURENDRANAGAR)Abhyas karti vakhte sanj ni prarthna ma achuk gavati ……..varso juni yad taji karavva badal khuba j aabhar…..

  KRISHNAKANT DUDHAREJIYA (KUNDLI) GHATKOPAR-E,MUMBAI-77

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *