આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ – રમેશ પારેખ

રમેશ પારેખની ખૂબ જ જાણીતી ગઝલ.. શ્યામલ મુન્શીના સ્વરમાં…..

સ્વર – શ્યામલ મુન્શી
સંગીત – શ્યામલ-સૌમિલ મુન્શી
આલ્બમ – હસ્તાક્ષર (રમેશ પારેખ)

સ્વરઃ અમર ભટ્ટ

.

આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

ફૂલો ય પૂરબહારમાં હિંસક છે આજકાલ,
રહેવા દે, રોજ તું મને ગજરો ન મોકલાવ.

તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

ખાબોચિયું જ આમ તો પર્યાપ્ત હોય છે,
હોડી ડુબાડવાને તું દરિયો ન મોકલાવ.

થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

– રમેશ પારેખ

30 replies on “આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ – રમેશ પારેખ”

  1. ગઝલકાર અને ગાયકને ધન્યવાદ્.
    આવેી ગઝલ તહુકામા પેીરસ્યા કરશો.

  2. ખુબ તોફાન તે કરાવ્યું મારા જીવન મા,
    બસ હવે સાત્વન તું ન મુકલ,

    શ્રી રમેશભાઈ ગજલ તમારી બહુજ ગમી.
    તમારા જેવા મોટા ગજા ના કવિ ને લીધે તો
    આજ ગુજરાતી જીવંત છે.

  3. ખુબજ ગમે તેવી ગઝલ..
    થોડોલ ભુતકાળ મેં અપ્યો હશે કબુલ..
    તુ એને ધાર કાઢીને પાછો ના મોકલાવ્..
    સરસ

  4. સરસ ગઝલ્.અવાજ પણ ખુબ સરસ સોનામા સુગંધ..
    સપના

  5. થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
    તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

    ખુબજ સુન્દર ……

  6. ત્યારે આ ગઝલ જામનગર ના જ ભાશ્કર શુકલ એ ગાઇ હતી

  7. વાહ સૌમિલભાઇ તમને જામનગરમા સોળમા સુગમ સન્ગીત સમેલન મા સમ્ભળ્યા બાદ આજે એજ રીતે એજ જુનુન થી માણતા આનદ થાય છે.

  8. Khub aj sundar:) Aa maara khub priya geeto maan nu ek geet chhey… Jayshree Didi thank you so much for putting it up:) Will send you songs as and when I can:) Ek to Ramesh Parekh ni Rachna aney uper thi Shyamal Uncle no awaaj… It just takes you to dreamland:)

  9. Nice lyrics by R. Parekhji and it has nicely delivered by Shyamalji.vert-very nice gayaki.and music is very well composedby both of them. Thanks to them and Jaishriji to bring it to us.

  10. આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
    ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

    થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
    તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ.

    સરસ ગઝલ.

  11. થોડોક ભૂતકાળ મેં આપ્યો હશે કબૂલ,
    તું એને ધાર કાઢીને પાછો ન મોકલાવ….

    સુંદર રચના !

  12. ખુબજ ગમે તેવી ગઝલ..
    થોડોલ ભુતકાળ મેં અપ્યો હશે કબુલ..
    તુ એને ધાર કાઢીને પાછો ના મોકલાવ્..
    સરસ

  13. આંખોમાં આવી રીતે તું દૃશ્યો ન મોકલાવ,
    ખાલી થયેલ ગામમાં જાસો ન મોકલાવ.

    તું આવ કે પાડી રહ્યો છું સાદ હું તને,
    પહાડોની જેમ ખોખરો પડઘો ન મોકલાવ.

    Nice….

  14. રમેશ પારેખ જેવા કવિ મેળવીને ગુજરાતી ભાષા સાચે જ ધન્ય થઇ ગઇ છે. બહુ જ સરસ શબ્દો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *