ગુજરાતી ફિલ્મ સોન કંસારીનું આ ગીત એક લોકગીત છે. આ લોકગીતના શબ્દો તમને લયસ્તરો.કોમ પર મળશે….. લયસ્તરો પર વિવેકે comment કરી છે એ પ્રમાણે – મેં પણ આખી જિંદગી આ ગીત ‘અચકો મચકો કારેલી’ જ ગાયું…. કાં રે અલી કે કાં રે ‘લી તો ધ્યાનમાં પણ નથી આવ્યું..! અને હા, લયસ્તરો પર જ ધર્મેન્દ્રભાઇની comment પ્રમાણે તો મૂળ લોકગીતના શબ્દો કંઈક આવા હોવા જોઇએ..
તમે કિયા તે ગામનાં ગોરી. રાજ
આટલો મટકો કાં રે અલી…
સંગીત – અવિનાશ વ્યાસ
સ્વર – વેલજીભાઇ ગજ્જર, ઉષા મંગેશકર
ફિલ્મ – સોન કંસારી
.
તમે કિયા તે ગામના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
અમે ગોંડલ ગામના ગોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
તમે દલડાં લીધાં ચોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
આ તો ચોરી પર શિરજોરી રાજ
અચકો મચકો કાં રે લી…..
હે…. જો ને પાંચ વેંતની પૂતળી અને મુખ લોઢાના જો ને દાંત
હે…. નારી સંગે નટ રમે તમે ચતુર કરો વિચાર
ધીન-ધાક ધીન-ધાક રંગ-રંગીલું સાંબેલું
ધીન-ધાક ધીન-ધાક છેલ-છબીલું સાંબેલું
તમે કેટલા ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી…….
અમે સાતે ભાઈ કુંવારા રાજ
અચકો મચકો કાં રે લી……
તમને કિયા તે ગોરી ગમશે રાજ
અચકો મચકો કાં રે લી……
જે રંગે અમારી રમશે રાજ
અચકો મચકો કાં રે લી……
Please upload Audio of this song if some one have.
Thanks
My Grandfather used to sing this song. Thanks a lot 🙂
લોકગીતો મા “સુધારા” સુચવવા નો “સાક્ષારાત્મક” આગ્રહ અસ્થાને છે, બિનજરૂરી છે.
kareli ane kan re ali…..no bhed aatla varse khabar padi………THANKS
આ geet puru rag sathe mukone……
ધમાકેદાર ગાયન !!
આવાજ સારા ગુજરાતિ ગિતો સાભરવાથિ ગુજરાતિ ગિતોનો જમાનો યાદ આવિ જાય ચે .
અખન્દ સોભગ્યવતિ , કે ગુન સુન્દરિ નો ઘર સન્સાર જેવા પિક્ચર ના ગિતો સામ્ભર્વા મલે તો આભર
માને ગુજરાતિ ગિત બહુ ગમે
મારુ નામ બાબુલાલ ખિમજી
મારુ ગામ માન્દવિ
dr bela
sweet song.good composion and good words,dil nachi uthe avu song che.
વાહ બહુ મજા આવિ ગૈ.”અચકો મચકો કારેલિ”
nice and typical gujarati folk song. devendra
ઘણા વખત પછિ સાભળવા મલયુ
Chi Jayshreeben,..both are appropreate….as meaning is ..most fit to the sentence… congrates to Shree Ainashbhai to write n compose the music for the “TAME KIYA TE GAMNA….?”JAYSHREEKRISHNA…RANJIT VED
બાળપણ યાદ કરાવી દીધું
મધુર ગાયકી
I heard this song long ago on Gujarati Doordarshan. Last part of this song is missing. I forgot words but in that part they answered this question, “Who come first in this world? Egg or hen?” very well.
If someone know that please post that lyrics here.
જયશ્રેીબેન ખુબ ખુબ આભાર ગેીત સૌને ગમ્યુ
Dear Jayshreeben & Team:
You have long years to live because you are earning millions of blessings from Tahuko lovers like us every day.”Achko Machco” is the latest of such blessings.Years ago, in 1965, Arunika,my wife,has asked a question in her letter to the Mumbai Samachar newspaper about the meaning of “Achko Machco Kareli”.
A heated debate ensued.The correct reply is still with her and she invites “Tahuko” lovers to furnish the correct answer to it.Of course she will provide one forthwith if nobody is coming forth.
She also requests you to provide at your convenience a lyric by Harindra Dave titled “Phul Kahe chhe Bhamrane, Bhamro vaat vahe…”.
Vallabhdas Raichura from Maryland
March 27,2010
thanks jayshreeben, after along time i heard this song .
Hey!! OLD IS GOLD!!!
Thanx for this one.
સામે જવાબ આપવાનુ મન થઈ ગયુ કે અમે ……..
“ટહુકો”..એટલે લોકગીતને સાદ આપી,ભુતાકાળને વર્તમાનમાં લઈ આવી સૌના હ્ર્દયમાં એક મધુરગીતનો સંચાર કરી..મનને પ્રફુલ્લિત બનાવે.. આખો દેવસ થાક્યા હોય અને થાક ઉતારવો હોય તો “ટહુકો” માં એક નજર કરો..આંખ્ને ઠંડક, મનને પ્રફુલ્લિત્તા અને હૈયાને આરામ.. ………………આ બધાનો જશ અને યશ જાય છે..જયશ્રીને.. અભિનંદન બેના..બહુંજ સુંદર કાર્ય કરેી રહી છો.
જયશ્રી
લયસ્તરો પર ધર્મેન્દ્રભાઇની ટિપ્પણી વાંચી. આ ગી જો શુધ્ધ ગુજરાતીભાષામાં લખાયુ હોત તો આ પંક્તિઓ બરાબર છે. પણ આ ગીત પર તળપદી બોલીની છાંટ જોવા મળે છે અને હકીકતે આ છાંટ જ આ ગીતને લોકભાગ્ય બનાવે છે. આથી મને અચકો મચકો શબ્દજ અહીં યોગ્ય લાગે છે.
બીજુ કે આ શબ્દોનો મતલબ શું? તો લોકગીત અને આપણા આધુનીક સાહિત્યમા કેટલાક એવા શબ્દો વપરાય છે જે ગીતમા પ્રાસ બેસાડવા કે પછી ગીતને સરળ બનાવે છે અને તેમનો કોઇ મતલબ હોતો નથી. મને પણ આવુ જ લાગે છે.
અને છેલ્લે એક વાત. ગમે તે શબ્દ વપરાયો હોય. આતો લોકગીત છે, તમારું અને મારું ગીત. લોકો પોતપોતાની રીતે મનગમતા શબ્દો વાપરી શકે છે. અને સાચુ કહુ તો આજ તો લોકગીતની સફળતાનું કારણ છે.
“અભિષેક” //www.krutesh.info
Me and my wife really this. heard after a long time
સરસ લોકગીત છે. મને થા વધુ શબ્દો યાદ આવે છે જે મે નવરાત્રીમા સાંભળ્યા છે.
તમે કીયા તે ગામથી આવ્યા રાજ,
અચકો મચકો કાં રે અલી
અમે વડોદરેથી આવ્યા રાજ,
અચકો મચકો કાં રે અલી
તમે કેટલી તે બેન કુંવારી રાજ,
અચકો મચકો કાં રે અલી
અમે સાતે બેન કુંવારી રાજ
અચકો મચકો કાં રે અલી
તમને કઈ કન્યા ગમશે રાજ,
અચકો મચકો કાં રે અલી
અમને શામળી કન્યા ગમશે રાજ
અચકો મચકો કાં રે અલી
એ કાળીને શું કરશો રાજ,
અચકો મચકો કાં રે અલી
એ કાળી ને કામણગારી રાજ,
અચકો મચકો કાં રે અલી
અને હા મં આ ગીત જ્યાં પણ વાંચ્યુ છે કે સાંભળીયું છે, શબ્દો કાં રે અલી જ વાંચ્યા છે.
– “અભિષેક”(www.krutesh.info)
Thanks for an oldie
Heard after a long time, one of the loved song of mine.
Person who will heard it they will love it.Thanks to Tahuko.com & u Jayshree. Now I can hear it it whenever I want
All songs, poetry & other collections of for all age persons are v v v nice or I can the BEST
Pl keep it up Jayshree,
very nice after long time i am heard this song and after listing this i really feel gujarati shahitya is the best in the world
જયશ્રીબેન,
તમે કિયા તે ગામનાં ગોરી રાજ, અચકો મચકો કાં રે લી…. By અમિત, on March 27th, 2010 in અવિનાશ વ્યાસ , ટહુકો , લોકગીત , વેલજીભાઇ ગજ્જર. ગીતના સંગીતમાં કઈંક અવાજ બરોબર સંભળાવા ન મળ્યો.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
Long time no hear! Thanks for an oldie!