હવે સખી નહિ બોલું – ભક્તકવિ દયારામ

ગીતઃ ભક્તકવિ દયારામ
સ્વરઃ લતા મંગેશકર

.

*****

હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
હવે સખી નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે

કદાપિ નંદકુંવરની સંગે
હો મુને શશીવદની કહી છેડે
ત્યારની દાઝ લાગી છે રે મારે હૈયે

હવે સખી નહિ બોલું, નહિ બોલું….

ચંદ્રબીંબમાં લાંછન છે વળી રાહુ ગળે ખટ્ માસે રે
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા
પક્ષે વધે ને પક્ષે ઘટે કળા નિત્ય ન પૂર્ણ પ્રકાશે રે

હવે સખી નહિ બોલું, નહિ બોલું….

દયાના પ્રીતમને કહે સખી જ્યું શશીમુખ સરખું સુખ પાશે
કોટિ પ્રકારે હું નહિ આવું
કોટિ પ્રકારે હું નહિ આવું એવા પુરુષથી અડાશે રે

હવે સખી નહિ બોલું, નહિ બોલું….
નહિ બોલું, નહિ બોલું, નહિ બોલું રે
*****
આભાર : mavjibhai.com

36 replies on “હવે સખી નહિ બોલું – ભક્તકવિ દયારામ”

  1. अत्यंत सुंदर रचना; दायका ओ पंछी सांभल्यू,
    आभार व्यक्त करु छुं

  2. This is not Lataji’s voice for sure. There are also differences in few words in the print & sung version

  3. માન. લતાજી દ્વારા આ ગીત ગુજરાતી ભાષા માટે સૌ પ્રથમ ગાવામાં આવેલ હતું રાગ મિશ્ર પીલુ માં નિબધ્ધ રચના અતિ સુંદર છે. ભકત કવિ શ્રી દયારામ મૂળ ચાંદોદ ગામના . મારૂં વતન પણ ચાંદોદ. અમે જ્યારે સ્કૂલમાં ભણતા હતાં ત્યારે આ ગીત અમે ખૂબ ગાતા હતાં . અને જયારે લતાજી આ ગીત ગુજરાતી ભાષા માટે પ્રથમ વાર ગાય એ ગુજરાતી ભાષા માટે અને અમારા ગામ માટે ગૌરવની વાત છે.
    પિનાકીન વ્યાસ (સ્વરમ)

  4. ઘ્ણા સમય્ બ દ ખુબ જ મધુર્ ગિત લતા મગેશકરના સ્વરમા સાભળવાનૉ આનદ થયૉ. આભા ર્

  5. What a song ! What a “Subhag Samanvay” of lyrics, music and voice (i am avoiding adjectives for the fear of my language failing to express the quality of these three in this song). It amazes me to see how well can a male poet describe a woman’s feelings. “Prem laxana bhakti” is a complex mental state, I suppose!

    Rajesh Bhat.

  6. આ ગિત અમર , સુમધુર અને ઉત્તમ સ્વર રચના અને કર્ણ પ્રિય છે.
    તેનો બધોજ યસ / જશ શ્રિ પુરુશોત્તમ ઉપાધ્યાય નો જ છે
    . આ વાત અમિતભાઈ એ સ્પષ્ટ કરવી જોઈ એ .

  7. ADASHE HAS TWO MEANINGS. FIRST, TO TOUCH. AND SECOND, FEELING LONELY FOR PRITAM ( HE IS ABSENT)
    HERE SAKHI FEELS LONELY AS SHE DOES NOT MEET HIM IF KRISHNA COMPARED HER WITH THE MOON ( SHASHI VADAN) AS THERE IS A DARK SPOT ON THE MOON.HER FACE CANNOT BE COMPARED WITH THE MOON AND IF SHE DID NOT COME TO EMBRACE SHRI KRISHNA, SHE WILL FEEL LONELY ( ADAVU LAGE CHHE)

  8. આ ગીત રેડીયો પર તો ઘણી વાર સાંભળેલું પ્‍ણ અંહી તો જલસા પડી ગયા રીવર્સ કરી કરીને સાંભળવાના. સતી સાવિત્રી ફિલ્‍મના રફી-લતાના યુગલ ગીતો મૂકીને ઓર જલસા ના કરાવો જયશ્રી બેન ?

  9. ખરેખર્ મઝા આવિ ગઈ! મને આ સોન્ગ બહુજ ગમે છે. ઘનોજ આભાર !!!

  10. જલ્સો કરાવિ દિધો . સ્કુલ ના દિવસો યાદ કરાવિ દિધા.

  11. ખૂબ ખૂબ આભાર્.લતાજીના મીઠા સ્વરમા આ ગીત સાઁભળ્વાની મજા આવી. આવુ જ બીજુ ગીત ……. શ્યામ રઁગ સમીપે ના જાવુ સખી ….. મળે તો જરુર રજૂ કરશો.

    • આવું સુંદર “મીઠા છંણકા” સભર ગીત, લતાદીદીના એવા જ મીઠા છ ણકા માં ગવાયેલુ, અમારા સદભાગ્યે ભણવામાં આવ્યું હતું. આમેય દયારામ્મની ગરબીઓ પ્રખ્યાત છે.

      માન ભરીને માણી લ્યો વાંચકો, આવતે જનમે આ તક નહિં મળે.

  12. hearing old songs

    happyness as no boundry.

    really,recollecting days of Radio raj,

    in morning Gujarati Gito on 8.50 in morning

    on Aband.in bombay Radio

  13. લતાજી રાધામય અને અમેય રાધા થઈ ગયા…

    ધન્યવાદ બહેના..

  14. ખુબ આભાર સરસ ગીત, સરસ સંગીત, અને લતા મંગેશકરના સ્વરને માણવાનો આનંદ…..

    • સરસ, સદાબહાર ગીત
      આ ગીતના સ્વરકાર ની માહિતી આપવા વિનંતી

  15. સુરોત્તમ પુરુશોત્તમ વખતે લતાજિ એ કહેલુ કે પચાસ વર્શ પહેલા ગુજરાતિ મા પહેલુ આ ગિત પુરુશોત્તમભઈ એ ગવદાવેલુ….

  16. દયાના પ્રીતમને કહે સખી જ્યું શશીમુખ સરખું સુખ પાશે
    કોટિ પ્રકારે હું નહિ આવું
    કોટિ પ્રકારે હું નહિ આવું એવા પુરુષથી અડાશે રે

    Can anybody explanin meaning of this?

  17. અત્યન્ત સુન્દર…આ ભજન મારુ બહુ પ્રિય ..ગમે એટલિ વાર સામ્ભળો,જરાય કન્ટાળો ન આવે..લતાજિ આ ભજન ગાતિ વખતે સ્વયમ રાધા બનિ ગયા…દયારામના ભજનનો જવાબ નથિ…સ્વર કિન્નરિ લતાજિના અવાજનો જાદુ… ..!!!!HATTS OFF…Jayashribahen…so many thanks….

  18. સુંદર રચના લઈ આવ્યા, અમિતભાઈ… આભાર!

    રચના જેટલી સહજ છે, ગાયકી એટલી જ મજાની… એક ફિલ્મી ગીત યાદ આવ્યું. આ ગીત પરથી પ્રેરિત થયું હશે? :

    રાધા ના બોલે, ના બોલે, ના બોલે રે…

    • રાગ પર થી તો એમજ લાગે છે!!
      લતાજી નો આવાજ અદભૂત છે મીઠો છે

  19. સાચેજ ખૂબજ લાબા અતરાલ બાદ મળએલુ ગીત બેન ધન્યવાદ

  20. લતાજીના અવાજમા સામ્ભળ્ વાનો આનન્દ અનેરો , હવે આગળ નહી બોલુ રે !!!
    અભિનન્દન્.

  21. જયશ્રીબેન,
    હવે સખી નહિ બોલું – ભક્તકવિ દયારામ ના ભક્તિગીત ને સાંભળવાનો આજ ના સુપ્રભાતમાં આનંદ આવ્યો.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  22. વાહ અમીતભાઇ…..આજ ની પોસ્ટ જાકમજૉળ..
    મઝા પડી ગઈ…..જુનુ એટ્લુ સૉનૂ

  23. ઘણા લાંબા સમય બાદ આ મારૂં પ્રિય ગીત સાંભળવા મળ્યું. ખૂબ ખૂબ આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *