આમ તો આ ગીત જ્યારે દેશમાં ચોમાસાની શરૂઆત થઇ, ત્યારે મુક્યું હતું… ( તમે સાંભળવાના રહી નથી ગયા ને ?? ) પણ આજે અહીં એ ગીત ફરીથી લાવી છું, એ પણ કવિશ્રી રમેશ પારેખના અવાજ સાથે..!! અરે દિવાળીના દિવસોમાં યે ભીંજાઇ જવાય એવું ગીત છે, એટલે સમજો ને કે નવાવર્ષનો દિવસ વધુ સ્પેશિયલ થઇ જ ગયો…!!
સ્વર : રમેશ પારેખ
————————————————
Posted on July 4th, 2007
ગુજરાત મુંબઇમાં અને અહીં અમેરિકાના East Coastમાં ચોમાસુ બરાબર જામ્યું છે… તો હવે ટહુકો ખોલો ત્યારે પણ છત્રી લઇને જ બેસજો, હોં ને.. 🙂 એક એક કરીને એવા સરસ સરસ વરસાદી ગીતો આવે છે ટહુકો પર કે ભીંજાયે જ છુટકો… ( પણ સાથે સાથે ભગવાનને પ્રાથના પણ કરતા રહેજો હોં, કે કંઇક વ્યાજબી રાખે…. આખા વર્ષનો વરસાદ 2 દિવસમાં નથી જોઇતો.. બરાબર ને… !! )
સંગીત : ક્ષેમુ દિવેટીઆ
સ્વર : નાદબ્રહ્મવૃંદ
આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે
હાલકડોલક ભાનસાન વરસાદ ભીંજવે
ચોમાસું નભ વચ્ચે લથબથ સોળ કળાએ ઉગ્યું રે વરસાદ ભીંજવે
અજવાળું ઝોકાર લોહીની પાંગત સુધી પૂગ્યું રે વરસાદ ભીંજવે
નહીં છાલક, નહીં છાંટા રે વરસાદ ભીંજવે
દરિયા ઉભા ફાટ્યા રે વરસાદ ભીંજવે
ઘરમાંથી તોતિંગ ઓરડા ફાળ મારતા છૂટ્યા રે વરસાદ ભીંજવે
ધૂળ લવકતા રસ્તા ખળખળ વળાંક ખાતા ખૂટ્યા રે વરસાદ ભીંજવે
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
થરથર ભીંજે આંખકાન, વરસાદ ભીંજવે,
કોને કોનાં ભાનસાન, વરસાદ ભીંજવે.
Really enjoying very much.
Its great poem.
આટલી ઊંચી કવિતા !!!!!…આ સર્જકતા એક ચમત્કાર છે….!
કોરેકોરા પણ પુરા ભિન્જઈ ગયા
this is my favourite…….amazingggggg….superb…..
શ્રેી રમેશભાઈ ના સ્વર મા આ ગિત સામ્ભળિ ને ખરેખર ભિનજાય ગયા .
Dear Jayashriben,
This is my favourite song.please tell me the name of album of this song.
Or please give me the name of website to download it.
I’ll be very thankful to you.
regards,
swati
હવે કયા સુધી તુ શબ્દો ના વરસાદ થી ભિન્જવીશ રમેશ…….?
હવે કયા સુધી તુ શબ્દો ની નદીઓ વહાવીશ રમેશ………….?
હવે ક્યા સુધી…………….૧.
કોરા મનને ઉઝરડા ના ભર, નીકળશે ટશર્યૉ લોહી ના વરસાદ ની રમેશ……
અક્ષર ની ઉપાસના ને ઍરુ આભડી ગયૉ છે હવે તૂ કૈક કર રમેશ………..
હવે ક્યા સુધી……………….૨.
Nice
Nice
“”””””””અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે”””””””
સ્વ્ઃ રમેશ પરેખ ને ખા સ યાદ કરિને અન્ન્જલિ આપવાનુ આપના તરફ થય ખુબ અભિન્ન્દન
હુ અમરેલિનો વતનિ હોવથિ મારા સ્વ્ઃ મિત્રને અમેરિકા મા દિલથિ અનનજલિ આપિ ત્તમને
આભિ ન્નદન
ગૌરવ લેવા જેવિ વાત બનિ આભાર
[…] આકળવિકળ આંખકાન વરસાદ ભીંજવે હાલકડોલક…( કવિશ્રી રમેશ પારેખના અવાજ સાથે..!!) […]
કોઇ કેહ્સે કે લિલો ઘમ્મર નાગ વાલિ પન્ક્તિ નો મત્લબ શુ ચે. આભાર્
નેવા નિચ ભઙ ભઙ બળતો જિવ પલળવા મેલો રે…………….wow
beautiful lines…………
i miss Ramesh parekh
gr8 work Jayshreeben
excellent. શ્રી રમેશ પારેખ ન પોતાના સ્વર મા આ કવિતા સામ્ભ્ળીને મજા આવેી ગઈ.
ખરેખર,ખુબજ અદભુત કવિતા.રમેશ પરેખે કવિતા ધ્વારા ભીન્જવી દીધા.નાદબ્રહ્મવ્રુન્દ ને પણ અભીનન્દન.
અદ્ ભુત્
jayshriben,
aam to tamne vachan padvani aadat padi gayi che.
etle hamesha hu nirash thato j nathi. ramesh parekh “adhi akshar no kavi”. ane te pan diwali jeva shubh prasnge..
sache j have ahi padta varsad ma avu kai hoy to maj padse…!!
(mara angreji likhit gujrati ne dargurjar karsho!)
-as always
હુ ગુજરાિત કિવ્તાથી સાવ અજાણ્યો નથી, પણ આમા કલ્પના અને શબ્દો જ છે કે અર્થ પણ તે સમજાતું નથી
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
આનો અર્થ શું?
You are doing a wonderful job. Thanks and congratulations
સૌ મિત્રોને દિપોત્સવી પર્વની મંગળ કામનાઓ અને નૂતન વર્ષાભિનંદન…
ઉપર લખેલી સઘળી કૉમેંટ મારા તરફથી….
નૂતન વર્ષાભિનન્દન ! બહેના !સુખી થાઓ !
ખરેખર આખેઆખો ભિજાઈ ગયો. ક્યારેય ના સુકાય એવો.
જિતેન્દ્ર શાહ – અન્ધેરિ, મુમ્બઈ.
પગના અંતરિયાળપણાને ફળિયામાં ધક્કેલો રે વરસાદ ભીંજવે
નેવાં નીચે ભડભડ બળતો જીવ પલળવા મેલો રે વરસાદ ભીંજવે
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
Realy i like this gujrati is gujrati bapu
Wah wah!!!
what a nice song!
બંધ હોઠમાં સોળ વરસની કન્યા આળસ મરડે રે વરસાદ ભીંજવે
લીલોધમ્મર નાગ જીવને અનરાધારે કરડે રે વરસાદ ભીંજવે
અહીં આપણે બે અને વરસાદ ભીંજવે
મને ભીંજવે તું તને વરસાદ ભીંજવે
What a nice line & nicely sung.
Congratulation for this job
ર. પા ને વરસાદ પાર કરે,
આપણને નાદબ્રહ્મવૃંદ સઁભળાવે…..
સરસ.
રમેશ પારેખના અમરેલીને હાલમાં વરસાદ બરોબરનો ભિજવી રહ્યો છે. ગુજરાતી છાપાઓએ આ પંક્તિઓનો વરસાદના અહેવાલમાં સરસ ઉપયોગ કર્યો છે.
ખરે જ ર. પા.ને સલામ.
One of my all time favourites 🙂 ર.પા. ને શત શત વન્દન, અભિનન્દન. Keep it up Tahuko !!
ર.પા ♥️
અમને તો આ ગીત ભીંજવી ગયું