હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ !

‘હાજી કાસમની વીજળી’ની વાતો તો ઘણાએ સાંભળી જ હશે..! નાનપણમાં મેં પણ મમ્મી પાસેથી પહેલી વાર વીજળી વિષે સાંભળેલું એ મને યાદ છે..! સાંભળીએ વીજળીની એ કરુણ દાસ્તાન…

કાસમ, તારી વીજળી !
“રઢિયાળી રાત ” સંપાદક—ઝવેરચંદ મેઘાણી

બ્રૂહદ આવ્રૂત્તિ 1997, પાનું ક્રમાંક 280 થી 282 (ઝવેરચંદ મેઘાણી સંપાદિત ‘રઢિયાળી રાત’ પુસ્તકમા પ્રકાશિત નીચેના શબ્દો ટાઇપ કરી એમના બ્લોગ પર મુકવા માટે ગોપાલકાકાનો ખૂબ ખૂબ આભાર)

‘વીજળી’ નામની આગબોટ એની અગિયારમી મુસાફરીમાં કચ્છ અંજારથી મુંબઇ જતાં, રસ્તામાં મ્હુવાની નજીક ડૂબી ગઇ, તેનું આ કરુણ બયાન છે. રાવણહથ્થાવાળા નાથાબાવાઓ તો આ ગીત ગાઇને શ્રોતાજનોને રડાવે છે.’વીજળી’ જેવી સમર્થાઅગબોટની મુસાફરી, એના માલિકનો ગર્વભર્યો ઉછરંગ, શેઠ-શાહુકારોને સલહેલગાહ કરવાના મનોરથો, અને તેર-તેર તો મુંબઇ પરણવા જતા કેસરિયા વરરાજાઓ: ત્યાર પછી એ મધદરિયાનાં વાવાઝોડાં:બેસુમાર પાણી:ડૂબવા સમયની ડોલાડોલ: ખારક્વાઓની દોડાદોડ:દેવદેવીઓની માનતા કરતાં મુસાફરો: કેસરિયા વરરાજા સુધ્ધાં તમામ પ્રવાસીઓની જળસમાધિ: મુંબઇને કિનારે પેલી પીઠીભરી કન્યાઓનાં ભેદક કલ્પાંત: અને બાર-બાર મહિના સુધી એ ડૂબેલા માડીજાયાઓને માટે બહેનોનું છાતીફાટ આક્રંદ: એ તમામ ચિત્રો સચોટ છે.

સ્વર – ઇસ્માઇલ વાલેરા
સંગીત : ??
(ઓડિયો ફાઇલ માટે આભાર – માવજીભાઇ.કોમ)

.

હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઇ!
શેઠ કાસમ, તારી વીજળી રે સમદરિયે વેરણ થઇ!

ભુજ અંજારની જાનું રે જૂતી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દેશપરદેશી માનવી આવ્યાં,
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
દશબજે તો ટિકટું લીધી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

તેર તેર જાનું સામટી જૂતી,
બેઠા કેસરિયા વર.—કાસમ, તારી0
ચૌદ વીશુંમાંય શેઠિયા બેઠા
છોકરાંનો નૈ પાર.—કાસમ, તારી0

અગિયાર બજે આગબોટ હાંકી
જાય છે મુંબઇ શે’ર.—કાસમ, તારી0
બાર બજે તો બરોબર ચડિયાં
જાયછે મુંબઇ શે’ર.—કાસમ, તારી0

ઓતર દખણના વાયરા વાયા
વાયરે ડોલ્યાં વા’ણ.—કાસમ, તારી0
મોટા સાહેબની આગબોટું મળિયું
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0

જહાજ તું તારું પાછું વાળ્યે
રોગ તડાકો થાય.—કાસમ,તારી0
પાછી વાળું, મારી ભોમકા લાજે. !
અલ્લા માથે એમાન. –કાસમ, તારી0

આગ ઓલાણી ને કોયલા ખૂટ્યા.
વીજને પાછી વાળ્ય.—કાસમ, તારી0
મધદરિયામાં મામલા મચે
વીજળી વેરણ થાય.—કાસમ, તારી0

ચહ(1)માં માંડીને માલમી જોવે
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
કાચને કુંપે કાગદ લખે(2)
મોકલે મુંબઇ શે’ર—કાસમ, તારી0

હિન્દુ મુસલમીન માનતા માને
પાંચમે ભાગે રાજ.—કાસમ, તારી0
પાંચ લેતાં તું પાંચસે લેજે
સારું જમાડું શે’ર.—કાસમ, તારી0

ફટ ભૂંડી તું વીજળી! મારાં
તેરસો માણસ જાય.—કાસમ, તારી0
વીજળી કે મારો વાંક્ક નૈ, વીરા
લખિયલ છઠ્ઠીના લેખ..—કાસમ, તારી0
તેરસો માણસ સામટાં બૂડ્યાં
બૂડ્યા કેસરિયા વર.—કાસમ. તારી0

ચૂડી એ કોઠે દીવા જલે ને
જુએ જાનું કેરી વાટ.—કાસમ. તારી0
મુંબઇ શે’રમાં માંડવા નાખેલ
ખોબલે વેં’ચાય ખાંડ.—કાસમ, તારી0

ઢોલ ત્રંબાળુ ધ્રુસકે વાગે
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0
સોળસેં કન્યા ડુંગરે ચડી
જુએ જાનુંની વાટ.—કાસમ, તારી0

દેશદેશથી તાર વછૂટ્યા
વીજળી બૂડી જાય.—કાસમ, તારી0
વાણિયો વાંચે ને ભાટિયા વાંચે
ઘર ઘર રોણાં થાય.—કાસમ, તારી0

પીઠી ભરી તો લાડડી રુએ
માંડવે ઊઠી આગ.—કાસમ, તારી0
સગું રુએ એનું સાગવી રુએ
બેની રુએ બાર માસ.—કાસમ, તારી0

મોટાસાહેબે(3) આગબોટું હાંકી
પાણીનો ના’વે પાર.—કાસમ, તારી0
મોટા સાહેબે તાગ જ લીધા
પાણીનો ના’વે પાર. –કાસમ, તારી0
સાબ મઢ્યમ બે દરિયો ડોળે
પાણીનો ના’વે તાગ.—કાસમ, તારી0

(1)ચશ્માં (2) પૂર્વે આગબોટો ડૂબવાની થતી ત્યારે કાચના સીસામાં એ ખબરવાળા કાગળો બીડીને સીસા સમુદ્રમાં તરતા મૂકવામાં આવતા.(3)પોરબંદરના એડમિનિસ્ટ્રેટર લેલી સાહેબ ‘વીજળી’ની શોધે નીકળ્યા હતા.’વીજળી’ની એ ખેપમાં ફકીર મહંમદ નામે પહેલો દેશી કપ્તાન હતો. દેશી તરીકે પોતાની નામોશી ન થાય તે સારું થઇને જ એણે ‘વીજળી’ પાછી ન વાળી.

34 replies on “હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ !”

 1. જય પટેલ says:

  ગુજરાતી સંગીતના સુવર્ણ કાળનું શ્રી ઈસ્માઈલ વાલેરાના સ્વર મઢ્યું ગીત
  હાજી કાસમ તારી વિજળી ઈતિહાસમાં અમર થયું છે.

  હાજી કાસમ તારી વિજળી સાંભળી
  હજી પણ જૂની પેઢીના વિશ્વ ગુર્જરોની આંખડી ભીની થતી હશે..!!

  વિતેલી પળોના સંભારણા….
  આભાર.

 2. amit n shah says:

  હોમ પઅજ પર લોક્ગેીત નિ લિન્ક આપ્વા વિનન્તિ

 3. Ranjitved says:

  Jayshreeben,Thankyou v v much we use to listen on gramophone record in childhood…..and was forotten as time passed but today once again we heard in Valeraji!s voice thanks godbless you for Tahuko blog…..this record was in 2 parts n no knowledge whose voice! but the same tune composition!!!thank you once again I wish to go to mumbai and tell my elder sister…& with laptop!s help I will play & listen so many forgotten songs….prarthanas…and everything ..i/c Archieves ….bhajans which V use to sing on swing “HINCHKO” osharino [living room] and our soul were in tranbling experience when the swing use to touch ceilings….of roof!!that was immortal rememberence of our life of MORBI & RAJKOT VADHAVAN,MULI and somany places as..AMRELI,Gondal…Tajpar…Lathi….[kalapiji!s Lathi]….and many many more…..no end to it! JSK RANJIT VED>

 4. Jayvant V Vaidya says:

  ીેજ્ન્લિ વિશે એક અધર્ભુત પુસ્તક તજેતર્મન પ્રગત થયુન ચ્હે. લગ્ભગ બે ત્રન દિવસ્બ પહેલન જ એનુ વિમિચન સૌરશ્ત્રમન થ્યુન ચ્હે

 5. સરસ લોકગીત. નાનપણમાં આ ગીત સાંભળ્યું હતું. આજે ફરી માણ્યું.

 6. butabhai patel says:

  સરસ

 7. pragnaju says:

  ખૂબ સુંદર લોકગીત અને ગાયકી
  ગુણવંતરાઇ આચાર્ય “હાજી કાસમ તારી વીજળી”માં વાંચ્યાનું યાદ્

 8. neeta says:

  આજે વિજલિ નેી ગાથા સમ્ભલિ ને અપાર આનન્દ થયો . મારા બા મહુવા ના હતા અને કહેતા કે વિજલિ નિ એ પ્હેલિ જ ખેપ હતિ. આ ગેીતએ બચ્પન નિ યાદો તજિ કરિ દિધિ.
  AIR Mumbai પર સવારે ગુજરાતિ સુગમ સન્ગેીત ના ગેીતો સમ્ભલ્તા સ્કોૂલ જવા તૈયાર થતા. ગુજરાતિ ગેીતો સથે મધુરિ યાદો જોદાયેલિ ચ્હે.

 9. KAUSHIK PATEL says:

  My Dear Smt. Jayshreeben,

  Thank U very much for this nice treat of Shri. Ismile Valera, i had often herd this in my childhood days.Even U deserve thanks for Aodhji ….sung be Valeraji.

  God Bless U both for offeri .the golden days.

  Thanks,

  kaushik patel

 10. rajeshree trivedi says:

  સરસ્ ઇસ્મઐલ વાલેરાનુ બીજુ લોક્ગીત જરુર સભળાવશો.

 11. Sharad Radia says:

  જયશ્રેી બેન તમારો આભાર તો માનૂ એટલો ઑછો છે હાજેી કાસમ તારી વીજળી બા પાસે થી
  સાંભડેલુ જ્યારે હું પાંચ થી છ વરસ નો હતો. આજે ઘણા વર્ષે આ સાંભડીને જે આન્દ થયો તેનુ વર્ણન તો થઇ શકે તેમ જ નથી.

  મને યાદ આવે છે કે હુગલી પાસે થી દેખાતી હતી ડુબી ગયેલી વીજળી.મારા અભિપ્રાય પ્રમાણે વીજળી નો અકસ્માત ટાઈટનિક સાથૅ સરખાવય. ટાઈટનિક અકસ્માત અતકાવી
  શકાયો હોત,વીજળ ના કપ્તાન ને તોફાન ની ખબર હતી.

 12. Himanshu Trivedi says:

  I was born in Mahuva and have lived there for nearly 10 years. In our childhood, we were told stories about Vijli and obviously, we came to know the song as well, which is practically a folk song now. Ismailbhai Valera has been one of the great singers Gujarat/Saurashtra/Kachchh has ever produced and his voice is so very good. The best song where he can bring tears is “Kalja Kero Katko Maaro…” about KanyaViday (and a father’s feelings, unlike mostly, you are narrated mother’s feelings and that of the girl).

  When I saw Titanic, I remembered about Vijli … there are so many similarities – however, none of our Gujarati film-makers (as per my limited information and knowledge) has ever made a film on that subject (or for that matter even Gujarat No Nath or Patan Ni Prabhuta etc., some of the best novels of Gujarat.

  Hope that in future, someone thinks it fit to revisit the history and recreate the AAGBOAT which is basically a steam ship.

  Thanks heaps – as usual, for putting this long lost song back in the reckoning.

  Himanshu

 13. keshavlal thakar says:

  કાસમ તારિ વિજળી મધદરિયે વેરન થૈ
  દિલ ખુશ થયુ ધન્યવાદ્
  આનુ નામ તે ગિત્

 14. જયશ્રીબેન,
  હાજી કાસમ, તારી વીજળી રે મધદરિયે વેરણ થઈ ! By Jayshree, on April 19th, 2010 in ઇસ્માઇલ વાલેરા , ગીત , ટહુકો , લોકગીત. ખુબ ખુબ આનંદ થયો. આવા સરળ શબ્દોવાળા ભાવસભર લોકગીતો “રેડિયો” માં મુકી અમને આપશો તો હજી નવી આવતી પેઢીની સારી સેવા થઈ શકશે. હુ કાઠીયાવાડનો મારો જ્ન્મ વેરાવળ જ્યાં ખારવા, મુસલમાન, ભોંઈ અને આસપાસના ગામોમાંથી આવેલા આપણા વાણિયઓની વસ્તીવાળું પોરબંદર,વેરાવળ,માંગરોળ,ઊના,મહુઆ (મોરારીબાપુનું જ્ન્મ અને કાર્યક્ષેત્ર)અને ભાવનગર મોટાં નગરો આવેલાં છે. જ્યાં હજુ વાહણવટાનું કામ ચાલુ છે. નાનપણમાં આ ગીતો ગવાતાં સાંભળેલાનું યાદ છે. હાલ આજે પણ ટીવી ઉપર ગુજરાતી ચેનલમાં આવા બીજા લોકગીતો પણ સાંભળવાનો આનંદ આવે છે.
  સ્વરકાર અને રચનાકાર ઈસ્માઈલ વાલેરાનો વઘુ પરિચય આપશો. તથા તેમના વઘુ લોકગીતો હોય તો મુકશો તો આપનો ખુબ ખુબ આભારી થઈશ.

 15. Jyoti says:

  હાજી કાસમ્,તારી……..તમારો,ગોપાલકાકા અને માવજીભાઇ.કોમ નો ખુબ ખુબ આભાર્!વાર્તાસાર વાચ્યા પછી બાળપણમા સાભળૅલા ગીતો નજર સમક્ષ તરી આવ્યા.ગોપાલકાકાની વાર્તા એ તો આન્ખમા પાણી લાવી દીધા!

 16. Dear Jayshreeben & Team:

  Thank you for the full text of this folk song by Zaverchand Meghani.

  Its partial audio version is soul stirring. With its true and heart rending tales of sinking of many lives and never fading ego of its captain, it surpasses by many many nautical miles the tragedy depicted by “Titanic”.

  Vallabhdas Raichura
  Maryland, April 22,2010.

 17. mahesh dalal says:

  બેન્ નાન પણ મા સમ્બળેલુ …. ૭૫ વર્શ પુર્વે માના મોડે વાર્તા ગિત .. યાદ જાગ્રુત થૈ. ગમ્યુ .

 18. Jitendra N Dave says:

  ભાવ્નગર પાસે પિરમ બેટ પર એક ભગ્ન વહાણ ના અવશેશો જે બેટ ના માલિક શ્રેી સિદ્ધરાજસિન્હ રાઑલ ના જણાવ્યા પ્રમાણે હાજેી કાસમ નિ વિજળેી ના છે.

 19. Shyam Patel says:

  કેસરીયા સાફાવાળા કેટલાયે વરરાજાનું કરુણ આક્રંદ અને પછી જળસમાધિને યાદ અપાવતી કરુણ ઘટના

 20. Mona Inamdar says:

  Can you translate this in English? I am so curious to know the meaning of this song.

 21. હુસૈન says:

  આ ગીત વર્ષો ૫હેલા કોઇ બાળ સામાયિકમાં કે કદાચ સફારીમાં વિજળીની કથા વાંચી હતી તેમા વાંચ્યુ હતું, સાંભળ્યુ ૫હેલી વાર.
  આભાર.

 22. Viththal Talati says:

  હાજીકાસમ તારી વીજળી એ લોકગીતપરથી ૧૯૬૦ કે ૬૨માં આ ગીત પરથી મેં લોક્ભાવાઈમાં એક ભવાઈનાટ્ય લખ્યું હતું, જે બરોડા રેડીઓ પર રજુ થયું હતું,

 23. BUTABHAI PATEL says:

  જય શ્રેી બેન ખુબ ખુબ આભાર વિજળી ડૂબિ ત્યારે કેવુ થયુ હસે ? હુ નાનપણથિ આ ગિત સામ્ભળતો આવ્યો સુ……….આભાર

 24. komal says:

  બહુ સરુ કવ્ય …અમરે ભનવા મ હતુ..

 25. Viththal Talati says:

  “કસમ તારી વીજળી” એ લોકગીત પરથી મેં ભવાઈ શૈલીમાં નાટક લખ્યું હતું અને તે ૧૯૫૦-૫૫ની વચ્ચેના ગાળામાં અમદાવદ-વડોદરાના radio station પરથી રજુ થયું હતું. વક્તા-પ્રવક્તાને બદલે રંગલા-રંગલીના માધ્યમથી એ રજુ થયું હતું. ચં.ચી. મહેતાએ ભલામણ કરી હતી. અને તેમાં નામદેવ લહુટે અને બીજા Baroda Music collegeના કલાકારોએ ભાગ લીધો હતો. બે વાર તે રજુ થયું હતું અને એક વાર Oversease માટે રજૂઆત પામ્યું હતું.

 26. Gulhasan Kathuria says:

  આભાર , જયશ્રીબેન ખુબ ખુબ આભાર ધો- ૭ માં આવતો પાઠ “ટાઇટેનિકની જળસમાધિ” ચલાવવા માટે આ લોકગીતનો મૈં સંદર્ભ સાહિત્ય તરીકે ઉપયોગ કર્યો.. મને પણ આ લોકગીત ખુબ ગમ્યું….

 27. chetan meghnathi says:

  ખુબ સરસ ગીત છે મને આ ગીત નેટ ઉપર કયાય મલ્યુ નહિ ફકત “ટહુકો.કોમ” ૫ર મળયુ thanks tahoko.com

 28. manubhai1981 says:

  આ ભયાનક દર્દનાક ગેીત સાઁભળીને હૃદય દ્રવી ઊઠ્યુઁ.
  ફેસબુક પર એક બહેને લીઁક આપી તેથી જાણ્યુઁ.હાજી-
  કાસમ અને તેની વીજળીને સો સો સલામો !મેઘાણીજીને
  હજારો સલામો અને જ.અ.ને લાખો સલામો !વાલેરાજીને
  દિલથી પ્રેમપુષ્પો અર્પુઁ છુઁ.જીવનનુઁ સઁભારણુઁ આ ગેીત થશે !

 29. Maharshi Solanki , Kalol says:

  I think it is better than a all poem which I had learn

 30. વાહ એક ગુજરાતીનાઁ શિક્ષકે આ ગીત સાઁભળવા જેવુ છે.

 31. Vishal Shah says:

  Somebody requested above for English translation. I am not good at that, but still tried.
  ——————————————————————————————

  Haaji Kasam, your Veejali(name of ship) became inimical in the middle of the sea (madh dariye)
  Haaji Kasam, your Veejali(name of ship) became revengeful in the the ocean (Samandar)

  Marriage procession(relative/friends from Groomside accompany to bride’s place to marry her) was formed from Bhuj-Anjaar (city of Kutch)
  Going to Metro Mumbai.
  People of Kutch and surrounding regions/kingdoms people gathered,
  Going to Metro Mumbai.
  10 O’clock they bought the tickets.
  Going to Metro Mumbai.

  Thirteen Marriage processions, joined together
  and sitted saffron Groom,
  Fourteen times twenty (280) merchants sitting,
  and unlimited kids.

  At 11 O’clock, Ship left the ocean,
  Going to Metro Mumbai.
  At 12 O’clock, Sailed reasonable deep in the ocean,
  Going to Metro Mumbai.

  High wind started, from north and south,
  hurrycane shaked the ship…
  on coming other ships we met,
  they warned and requested to turn back..

  If you turn back ship then,
  humiliation will be there..
  If I turn back, my land will be ashamed of.. (First time India origin captain was assisting)
  I trust truly on God…

  Fire went put off, ran out of coal..
  turn back this ship..
  situation was out of control, Middle of the sea
  your Veejali(name of ship) became enemy..

  Pilot (under Captain) watching far away with putting glass on eyes (telescope),
  water found endless.
  Leaving final messages in the bottles, closed with cork,
  Sending Metro Mumbai.

  Hindu-Muslim vow religiously,
  one fifth share of kingdom (????????)
  “Instead of taking five, you take five hundred,
  I will give feast to whole city”

  Shameless Ship you, “my
  1300 people are traveling”
  ship says, “it is not my fault.
  this is the destiny”
  1300 sank together
  sank saffron turbaned grooms

  Inside lighting, lamp of hope.
  Brides were waiting desperately
  Mumbai city prepared marriage pendals,
  distributing handful sugar

  Drums were crying loudly
  Waiting for procession
  1600 girls climbed on mountain
  Watching for procession..

  Telegrams sent everywhere
  “ship is going to sink”
  Vaniya (business community) Reading, Bhaatiya(business community) reading
  each house started crying

  Turmeric pasted beloved brides are crying
  Pendal was ‘on fire’
  Blood relatives and closed friends were crying
  Brides cried for 12 months (in absence of her would be husband)

  British Administer sailed to save it
  and waves were endless..
  Admin took just estimation,
  and water was endless
  Sir and Madam, both tried their best
  and water was endless….

 32. Bhatt Vishnu says:

  Very Fine.Good,Jayshreeben.For lisning this GEET.Haji Kasam Tari Vijali Veran Thai.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *