મિત્રો, આપણે મળ્યા છીએ જ ક્યાં !
તો પછી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો કશો અર્થ ખરો?
આમ તો સૂર્યનું અસ્ત થવું
પુષ્પનું ખરી જવું
ઝાકળનું ઊડી જવું
એ આગમન પછીની ક્રિયાઓ કહેવાય છે.
પણ આકાશે કદી સૂર્યના અસ્તાચળે જવાનો
તૃણપત્તીએ કદી ઝાકળના ઊડી જવાનો
વ્યક્ત કર્યો છે વિષાદ?
કારણકે એ એકવાર પણ મળ્યા છે
તે ક્યાં કદી વિખૂટા પડે જ છે !
આથી આજની આ ક્ષણ વિદાયની છે
એમ કહેવાનો અર્થ જ એ છે કે
આપંણે ક્યાં મળ્યા જ છીએ !
મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ
રોપાઇ જાય છે
એટલે વિષાદ વિદાયનો નથી,
વિષાદ તો છે આપણે મળ્યાં નથી તેનો.
અને જો મળ્યા જ છીએ
તો આપણી વચ્ચે વિદાયની કોઇ ક્ષણ જ ક્યાં છે !
કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !
– ધીરુ પરીખ
ખુબ સરસ વાક્યરચના છે
સૌ ડાયરોને આશિષ ઘાઘલના જય સુરજ દાદા
સાહિત્યએ અમારી કેવુ યોગ્ય નથી ૫ણ આ૫ણી સંસ્ક્રુતિ
છે અને આ૫ણુ હોય તે આ૫ણે સંભાળીએ એ જ યોગ્ય છે
ચાલો તો સૌને મારા રામ રામ
આશિષ કાઠી દરબાર
Aa pankti varsho pahela me mara ek khas mitr ne chhuta padti vakhte lakhi ti. Kadach koi newspaper mathi vanchine lakhi ti. Aje varsho pachhi lagbhag 12 varsh pachhi aa panktio joi chhe. Fari a jamano yaad avi gayo.
Thanks.
સાચે જ વિદાયનુ દુખ નથેી પરન્તુ મિલનનુ દુખ હોય
ખુબ્જ સુન્દર .મિલન અને વિદાય બન્ને એક્બિજાના પુરક ચે
કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !
સુન્દર વિચારની સુન્દર રજુઆત …
કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !
ખૂબ સરસ અભિવ્યક્તિ !
સુંદર રચના…
ખુબ જ સુન્દર રચના.
વીદાય ની વાત ઘણીજ અઘરી છે.
ગમે તેટલુ મન ને મનાવીએ પણ…
જન્મ એ મ્રુત્યુ ની શરુઆત છે ,
તેમજ મીલન એ છુટ્ટા પડવાની શરુઆત છે તે સમજવા છતા..
સંવેદનાની અભીવ્યક્તી સુન્દર.. શબ્દો જ નથી..
જયશ્રીબેન,
આપણે મળ્યા છીએ જ ક્યાં ! – ધીરુ પરીખ By Jayshree, on April 18th, 2010 in અછાંદસ , ધીરુ પરીખ. ઘણા જ સુંદર વિચારો. રચનામાં જીવનનું માર્મિક સત્ય હકીકતમાં રહેલું છે. અભિનંદન રચનાકારને
અને અત્રે રજૂ કરનાર બેન જયશ્રીબેને.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
સુંદર અછાંદસની આ પંક્તીઓ ખ્બ ગમી
કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !
અ દ ભૂ ત
પોતે કૃતાર્થ થવું તે સિવાય પ્રેમને કશી કામના હોતી નથી. પણ જો તમે પ્રેમ કરતા છતાં કામનાઓને પોષ્યા વિના રહી ન શકતા હો, તો તમારી કામનાઓ આવી રાખો :
અતિ કારુણ્યથી ઉદ્દભવતાં દુ:ખને અનુભવવાની;
પોતાના પ્રેમના જ્ઞાનથી જ ઘવાવાની;
અને સ્વેચ્છાથી તથા હર્ષથી પોતાનું લોહી વહેવડાવવાની;
વળી, પરોઢિયામાં સહૃદયતાથી પાંખો ફફડાવતા જાગી,
પ્રેમનો અનુભવ લેવા માટે એક નવો દિવસ બક્ષવા માટે પ્રભુનો પાડ માનવાની;
મધ્યાહ્ને વિશ્રાંતિ લેતાં પ્રેમની સમાધિમાં લીન થવાની;
સંધ્યાકાળે કૃતજ્ઞભાવે ઘેર પાછા ફરવાની;
અને ત્યાર પછી પોતાના પ્રિયતમને અર્થે હૃદયમાં પ્રાર્થના કરતાં અને
તેનાં યશોગાનને મોઢેથી લલકારતાં ઊંઘી જવાની !
કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !
છતાંય છૂટા પડવું અઘરું તો લાગે છે જ.
Dear Jaishreeben & Team:
A very sweet confusion is created by Dhirubhai Parikh in his down to earth poem “Aapane malyaj……”. Still it is enjoyable as it is subtle.Remember Ravindranath Tagore, in Kabuliwala,? He said that every meeting involves separation elsewhere.Here the converse is true as the coin has two sides :reverse and obverse.
Thanks,
Vallabhdas Raichura
Maryland,April 18,2010.
wonderful song!!!!!!!!!!!!!!!! 🙂
એક ઊઁડુ ચિઁતન લઈને ધીરુબેન જીવનનો મર્મ સમજાવે છે.અધૂરપ જ વિષાદ પ્રેરે છે.મળવાનુઁ જો મનભરી માણ્યુ હોય તો જુદાઈ, વિરહ અનુભવ ટકતો નથી.છેલ્લા ફકરામાઁ એ સરસ રજૂ ક્રર્યુઁ છે,
first,in the begining,I thought to Comment in opinion …”REALLY?” but later on…. “YES ITS VERY TRUE AS TRUE AS ….THE SUN RISES IN THE EAST & SETS IN THE WEST…!!!”I hope/belive,that everyone will agree this universal truth…JSK …RANJIT VED.
“કારણકે વિદાય એ તો મિલનની પરાકાષ્ઠા છે
આથી જે એક વાર મળે છે
એ કદી વિદાય લેતો જ નથી, લેતો જ નથી, મિત્રો !”
ખુબ જ સરસ છે…
છેલ્લી પંક્તિ ખુબ જ ગમી જાય તેવી છે..
સાચ્ચી વાત છે.જો મનના મેળ મળ્યા હોય તો કદી બન્ને જૂદા નથી પડતા.
મિલન અને વિદાયને ખરા અર્થમાં ઘૂંટતું ખૂબ સરસ અછાંદસ!
સુધીર પટેલ.
મળવાની પ્રથમ ક્ષણે જ વિદાયનું બીજ
રોપાઇ જાય છે
આ વાત આમ તો બધા જ જાણતા હોય છે, તેમ છતાં વિદાય સ્વીકારવી સહુના માટે અઘરી બને છે. અહીં સરસ વાત કરી છે કે આપણે મળ્યાં નથી તેનું દુઃખ છે. વિદાય તો નિશ્ચિત જ હતી.
ખુબ સુન્દેર અને સમ્વેદનથિ ભર પુર્.