મનોજ પર્વ ૧૭ : ગઝલ મનોરંજન

ગઇકાલે આપણે કવિ શ્રી મનોજ ખંડેરિયાના મૃત્યુ વિષય પરના કેટલાક અદ્ભુત શેરનું સંકલન માણ્યું! અને એ જ કવિ જીવન વિષે આ મઝાનો શેર આપે છે –

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

આ ગઝલ ટહુકો પર પહેલા કવિ શ્રી ના અવાજમાં પઠન સાથે પ્રસ્તુત કરી હતી..! આ જે મનોજ પર્વ અંતર્ગત ફરી એકવાર આ ગઝલ માણીએ – આશિત દેસાઇના સ્વર-સ્વરાંકનના બોનસ સાથે..!

સ્વર-સ્વરાંકન : આશિત દેસાઇ

* * * * * * * * * * * * * * * * *
Previously posted on February 02, 2010

ગઝલ પઠન – મનોજ ખંડેરિયા

.

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

શ્રી સવા બારણે લખ્યા કર તું
શબ્દથી બીજુ શું સવાયું છે

આંખમાં કીકી જેમ તું સાચવ
આંસુ ક્યાં દોસ્ત ઓરમાયું છે

સત્યને કોણ ધારે એ જોયા કર
એ કાં સુદર્શન છે, ને કાં અડાયું છે

આપણો દેશ છે દશાનનનો,
આપણો માંહ્યલો જટાયુ છે

કોઇનું ક્યાં થયું કે તારું થાય
આ શાહીનું ટીપું તો પરાયું છે

તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે

– મનોજ ખંડેરિયા

( અડાયું = ગાય-ભેંસના છાણનું સૂકું પોચકું; છાણું)

ગુંજન ગાંધીના શબ્દોમાં આ ગઝલના થોડા શેરનો આસ્વાદ :

શ્રી મનોજ ખંડેરિયા ગઝલમાં ગમે તેવી સખત વાત પણ નમણી રીતે મૂકી આપવાની વીશેષતા વીશે વાત કરી હતી. શ્રી ચીનુ મોદી આ જ વાત માટે એમ કહે છે કે, ગઝલમાં કુમાશ લાવવી એ તોપના નાળચામાં ફૂલ ઉગાડવા જેવી વાત છે અને મનોજે એ સિધ્ધ કરી એ એનુ ગુજરાતી કવિતા પર કાયમ એક ઋણ રહેશે…

એમની ગઝલ માણીએ,

આપણે પૃથ્વી ઉપર આવી જઈ, શ્વાસો લઈ, વર્ષો સુધી રહી અને પછી શ્વાસ લેવાના બંધ કરીએ છે…આ સમય જે પૃથ્વી ઉપર પસાર કરીએ એને ‘જીવવું’ કહીએ છે પણ..

પૂછ એને કે જે શતાયુ છે
કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

હવે પછીનો અદભૂત શેર…વાંચી અને સમજાય ત્યારે એક હૃદયપૂર્વકની દાદ ના આપી જવાય તો જ નવાઈ…આપણું શરીર (દેશ) અને આપણા આત્મા વચ્ચે એક ખેંચતાણ ચાલતી હોય છે, જ્યારે આત્માના અવાજને અનુસરો ત્યારે, આગલા શેરના અનુસંધાનમાં વાત કરીએ તો , તમે ખરેખર ‘જીવો’ છો..બાકી તો અહીં સમય જ પસાર કરો છો..તો આ શેરમાં શરીર અને આત્માની ખેંચતાણ, લડાઈની analogy શેની સાથે કરે છે એ તો જુઓ..

આપણો દેશ છે દશાનન નો,
આપણો માંહ્યલો જટાયુ છે

મરદ માણસ આંખમાંથી પાણી ના પડવા દે એવું કહેવાય છે અને અત્યારના સમયના psychologists અને બીજા વિદ્વાન માણસો લાગણીને પ્રદર્શિત કરવાથી માનસિક બોજો ઓછો રહે છે અને જે પોતાની લાગણીઓ જાહેરમાં બતાવી શકે એ સાચો મરદ એમ પણ કહે છે….પણ આ શાયર હવે પછીના શેરમાં કોઈ બીજા જ કારણોસર આંસુને સાચવવાનુ કહીને શેરની શેરિયત સિધ્ધ કરે છે..

આંખમાં કીકી જેમ સાચવ તું
દોસ્ત આંસુ ક્યાં ઓરમાયું છે

અને છેલ્લો શેર…તમને લાંબા સમય માટે વિચરતા કરી દે કે..જીવનમાં કોઈ વસ્તુ કે શોખ જીવ જેમ વ્હાલા હોય તો એમાંથી મનોરંજન મળે એ ‘stage’ સુધી નહિ પણ એ વસ્તુ તમારે માટે શ્વાસનો પર્યાય બની જાય એટલી હદે એને ચાહવી પડે અને આ શેર વાંચ્યા પછી ચોક્ક્સ એમ લાગે કે શ્રી મનોજ ખંડેરિયા માટે ગઝલ ફક્ત મનોરંજન ન હતી ..

તારે માટે ગઝલ મનોરંજન
મારે માટે તો પ્રાણવાયુ છે

33 replies on “મનોજ પર્વ ૧૭ : ગઝલ મનોરંજન”

  1. My favourite Ghazal,With My Favourite Singer and Composer
    Great Singing and Composition
    Made Ghazal more Memorable
    Devesh Dave

  2. શ્રેી જયશ્રીબેન્,
    મનોજ પર્વ દ્વારા સરસ ગઝલથાળ અમારા સુધી લઈ આવવા બદલ આપનો આભાર……………..
    સરસ સ્વરાંકન અને શ્રી આશીતભાઈના સ્વરે આનદ આનદ થઈ ગયો…………
    શ્રી ગુંજનભાઈનો રસસ્વાદ પણ શ્રી મનોજ્ભાઈની યાદ કરાવી જાય છે………
    શ્રી મનોજભાઈને લાખ લાખ સલામ્…………….

  3. મનોજભાઈની માર્મિક મનોરંજન ગઝલ.
    ગુંજન ગાંધીનો આસ્વાદ પણ ગમ્યો.
    આસિત દેસાઈની ગાયકી પણ મધુર.
    આભાર.
    યોગિની અને ઉલ્લાસ ઓઝા

  4. એક વિનન્તિ છે ટહુકો રેડિયો નિ app ના હોય તો બનાવડાવો તો સારુ પડે આશા રખુ છુ કે તમને આ વિચાર ગમશે

  5. સુંદર ગઝલનું અદભુત સ્વરાંકન. એકે એક શેર ચોટદાર અને ગાયકનું પ્રયોજન પણ એવું જ !

  6. ૧૬ મે ૨૦૧૧ ના રોજ આસિત દેસાઈ નિ સ્વર શશ્થિ (૬૦) કાર્યક્રમ મા ભાઈદાસ મા આ ગઝલ હરિહરન ના દર્દ્ ભર્યા અવાજ મા સામ્ભલવાનિ ખુબ મજા આવિ……
    જિવેત શરદ્હ શતમ્..આસિત દેસાઈ ને……અભિનન્દન હરિહરન ને…..

  7. i had tried but failed to get one ghazal of manoj Khanderia. the title is jiraf if i am not wrong. i would be obliged if you can avail this ghazal.

  8. જયશ્રિજિ મારે ગિતો ડાઊન લોડ કરવા હોય તો શુ કરવુ?

  9. આવી સુન્દર ગઝલ નુ સ્વરાન્કન પણ સુન્દર હોવુ જોઈએ…..
    આશિત દેસાઈ એ શુ ગાઈ છે આ ગઝલ ને..
    અદભૂત ગાઈ છે..
    જો મળે તો જરુર મુકજો, શ્રોતાઓ ને આ ગઝલ નુ ખરુ માહાત્મ્ય સમજાશે..
    આભાર.

  10. Wow Jayshree !!!!

    Just Outstanding GAZAL it is !!!!!!! I liked it most….

    Warm Regards,
    Rajesh Vyas
    Chennai

  11. શ્રી મનોજ ખંડેરિયા એક ઉત્તમ ગઝલકારમાંના એક છે. આ ગઝલને શ્રી આશિત દેસાઈએ સ્વરબધ્ધ કરીને ગાયેલી છે. એ ઓડિયો પણ મૂકી હોત તો વધારે રંગ જામત.

  12. કવિની ગઝલ કવિમુખે સાંભવાનો આનંદ અનેરો જ હોય. એમાંય મનોજ ખંડેરિયા જેવા ‘તોપના નાળચામાં પણ ફૂલ ઉગાડે એવા’ કવિ હોય.

  13. તારે માટે ગઝલ મનોરંજન
    મારે માટે તો પ્રાણવાયુ છે….
    શુ રામબાણ જેવી વાત કરી છે!

  14. કેટલી ઊડાણભરી વાત
    અને કેવી સહજ રજુઆત.
    મનૉજભાઈને “કૉફી મૅટસ” ના કાયક્રમા સાભળૅલા. Programms ની
    સીડી પણ બનાવૅલી.

    Arpana Gandhi
    Mumbai

  15. ખુબ આભાર, મનોજભાઈની આ સરસ વાત એમના જ શબ્દોમા લઈ આવવા માટે………………….

  16. na, ghazal akkhi sangopang sambhlay chhe ne maza aave evi chhe.chhella sher ma manojbhai e kamalkari chhe.abhaar jayshriben.

  17. અનેક વાર સામ્ભળેલિ ગ્ઝલ ફરિ મઝા આવિ….

  18. શું વાત કરે છે .!!!
    કાલે રાતથી હમણાં સુધીમાં મેં ૪-૫ વાર તો ગઝલ સાંભળી છે..  (અને ૭ માંથી ૪ શેર પણ સાંભળીને જ લખ્યા છે..!)
    બીજા કોઇ browser માં try કરી જો તો..!!  🙂

  19. મ.ખં.ની મને ઘણી ગમતી ગઝલોમાંની જ એક…

    જયશ્રી, પ્રથમ મિસરાના પઠન બાદ અવાજ બંધ થઈ જાય છે… ઓડિયો ચેક કર.

  20. મનોજ ખંડેરીયાની ધારદાર કલમથી લખાયેલ આ સચોટ ગઝલ, તેમનાજ અસરકારક અવાજમાં પીરસવા બદલ ખૂબ ખૂબ આભાર.

  21. જયશ્રીબેન,
    ગઝલ -મનોરંજન – મનોજ ખંડેરિયા તેમના ગઝલનું પઠન તેમના વ્દારા થયું તે ખુબ જ આનંદપુર્વક માણ્યુ. સાથે કરાવેલો ગુંજન ગાંધીના શબ્દોમાં, આ ગઝલના થોડા શેરનો આસ્વાદ પણ કર્યો, તેથી ગઝલ માણવાનો આનંદ બેવડાયો. મનોજ ખંડેરિયા,ગુંજન ગાંધી અને જયશ્રીબેન તમારા ત્રણેનો ખૂબ જ આભાર અને અભિનંદન.
    ચન્દ્રકાન્ત લોઢવિયા.

  22. સદભાગ્ય કે મનોજ ખંડેરિયા મળ્યા ગુજરાતને અને એમના શબ્દો હયાત છે, બાકીઃ
    પૂછ એને કે જે શતાયુ છે
    કેટલું ક્યારે ક્યાં જીવાયું છે

    ખૂબ સુંદર!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *