ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

નામ - અંકિત ત્રિવેદી

સ્વર - સંગીત : નયનેશ જાની

This text will be replaced

મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ
શ્વાસોમાં ભરવાનો ગુલમ્હોરી રંગ હવે વેદનામાં ભળતો આરામ

હથેળી ના દરિયાને દર્પણ માનીને
તારા ચહેરાને શોધવા હું નીકળ્યો,
આંગળીથી ચીતરેલા અક્ષરને લાગ્યું કે
રોમરોમ તારામાં પીગળ્યો

દરિયો હથેળીનો ઘૂઘવે એવો કે જાણે લહેરોનો રેતમાં મુકામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ

મનગમતાં નામને ઉમર ના હોય
એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
મોસમને જોઇને ફૂલના ખીલે
એના ખીલવાની મોસમ બદલાય

અંદરથી બદલાતી મોસમનાં સમ તારા હાથમાં છે મારી લગામ
મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ.

- અંકિત ત્રિવેદી

(આભાર : અમીઝરણું)

એક વર્ષ પહેલા : સાંજ હીંચકા ખાય .. - અનિલ જોશી

બે વર્ષ પહેલા : દરેક મુકામ બીજું કંઇ નથી વિસામા સિવાય - રઇશ મનીઆર

ત્રણ વર્ષ પહેલા : પાસપાસે તોયે - માધવ રામાનુજ

19 comments to નામ - અંકિત ત્રિવેદી

  1. Swar
    December 7th, 2009 at 6:30 am

    Excellent Composition. There is another song from Album Mijaj - of Naynesh Jani, which is also really good.
    It goes like this.
    તમે આકાશી સુરજ નો ઝળહળ અવતાર…
    Thank You Jayshreeben

  2. Dr. Dinesh O. Shah
    December 7th, 2009 at 8:04 am

    Great musical composition! My congratulations to Nayanesh Jani for his use of sound of waves with this composition. Very innovative and novel idea! It keeps on playing in your mind long after the song is over. I wish there are more compositions of this type in Gujarati Sugam Sangeet! Wonderul and refreshing music!!!

    Dinesh O. Shah, Ph.D. Gainesville, FL, USA

  3. વિવેક ટેલર
    December 7th, 2009 at 12:08 pm

    સુંદર ગીતરચના…

  4. manoj mehta
    December 7th, 2009 at 12:31 pm

    મનગમતાં નામને ઉમર ના હોય
    એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
    સુન્દર રચના

  5. Viren Patel
    December 7th, 2009 at 3:24 pm

    “Mangamta Naan ne Ummar Na hoy”… ketli nazakat wali panktio!!
    Geet gami gayun.

  6. ખજિત
    December 7th, 2009 at 4:42 pm

    અંકિત ત્રિવેદી ની સુંદર રચના અને નૈનેજ જાની નો અદભૂત અવાજ અને સંગીત.

  7. Pinki
    December 7th, 2009 at 7:24 pm

    મારું ગમતું ગીત !!

  8. BB
    December 7th, 2009 at 10:48 pm

    Nice Lyrics and it has been composed so very well by Nayaneshbhai that it just touch ur heart . Too good Jani saheb.

  9. parul sevak
    December 8th, 2009 at 6:06 am

    બહુ જ સરસ લાગ્યુ.

  10. Maheshchandra Naik
    December 8th, 2009 at 8:50 am

    સરસ ગીત અને સરસ ગાયકી, ગાયક શ્રી જાનીને અને કવિશ્રી અંકિતભાઈને અભિનદન……

  11. ashalata
    December 8th, 2009 at 7:27 pm

    સરસ રચના

  12. chiman chitalia
    December 9th, 2009 at 11:13 pm

    વેર્ય ગોૂદ સોન્ગ્.નયનેશ જનિ નુ કોઇ અલ્બુમ બહર પદ્યુ હોઇ તો જનવશો-મરિ હથેલિ ન દરિયમ મે તરતુ મુક્યુ તરુ નમ સર ગેીત ચ્હે
    મેહુલ સુરતિ નિ કોઇ અલ્બુમ બહર પદ્યુ હોઇ તો જનવશો

  13. chiman chitalia
    December 9th, 2009 at 11:16 pm

    very good website-nayanesh jani and mehul surati both are very good.pl.let me know if know
    any cd from this guys-also i am planning to go to india-so i can buy cds of those album
    please let me know by e mail.thanks

  14. નરેન્દ્ર જગતાપ
    December 12th, 2009 at 10:49 pm

    નયનેશ્ભાઇ નું કંપોઝિશન અને અંકિતભાઇ ની રચના હોય પછે શું જોવાનું બસ પછી માત્ર માણવાનું જ હોય્

  15. amit pisavadiya
    December 13th, 2009 at 7:39 pm

    સરસ

  16. Bhaumik shah
    March 12th, 2010 at 8:56 pm

    મારુ પ્રિય ગિત…………………………………………
    I Like Very Much I Listen Every Day…………………………………………………..

  17. Mehmood
    April 6th, 2010 at 1:41 pm

    મારી હથેળીના દરિયામાં મે તો તરતું મુકેલ તારું નામ….
    અંકિત ત્રિવેદીની દરેક રચનામા અલગજ કલપ્ના શક્તિના દર્શન થાય છે..અભિનન્દન્

  18. dipti
    April 12th, 2010 at 6:44 pm

    મનગમતાં નામને ઉમર ના હોય
    એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
    મોસમને જોઇને ફૂલના ખીલે
    એના ખીલવાની મોસમ બદલાય

    લાજવાબ!!!!

  19. asha
    July 21st, 2010 at 8:07 pm

    મનગમતાં નામને ઉમર ના હોય
    એ તો ગમે ત્યારે હાથ પર લખાય,
    મોસમને જોઇને ફૂલના ખીલે
    એના ખીલવાની મોસમ બદલાય…Beautiful!!!

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>