વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો – ઝવેરચંદ મેઘાણી

અમદાવાદ થિયેટર ગ્રુપના કલાકારોએ ઝવેરચંદ મેઘાણીના ગીતોનો કાર્યક્રમ કર્યો હતો, એમાંથી આ ગીતનું રેકોર્ડિંગ લેવામાં આવ્યું છે. ખૂબ જ ઓછું સંગીત ખરેખર સ્વર-શબ્દોને ઉજાગર કરવાનું કામ કરે છે. જેનો પિયુજી પરદેશ ગયા છે, એ સ્ત્રી બાળકને તો સુવડાવતી વખતે પવન સાથે કેવી કેવી વાતો કરીને એને ધીરેથી વહેવાનું કહે છે, એવા શબ્દો એક વિજોગણની મનોવ્યથા ખૂબ જ સુંદર રીતે રજુ કરે છે.. ભલે એક સ્ત્રી-ભાવનાનું ગીત છે, પણ રાજૂભાઇ અને સાથી કલાકારોએ અહીં જે રીતે રજુ કર્યું છે, એમણે શબ્દોને અને એના ભાવને સચોટ રીતે ભાવકો સમક્ષ રજુ કરીને કોઇ સ્ત્રી સ્વરની ખોટ નથી સાલવા દીધી.

* * * * * * *

સ્વર : રાજૂ બારોટ અને સાથી કલાકારો (અમદાવાદ થિયેટર ગ્રુપ)
સંગીત : લોકઢાળ

This text will be replaced

ધીરા વાજે રે મીઠા વાજો,
વાહુલિયા હો,
તમે ધીરા રે ધીરા વાજો

ધીરા ગાજો રે ધીરા ગાજો,
મેહુલિયા રે, ધીરા રે ધીરા ગાજો

બાળુડાના બાપુ નથી ઘરમાં
અથડાતા એ દૂર દેશાવરમાં
લાડકવાયો લોચે છે નિંદરમાં
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

વીરા તમે દેશે દેશે ભટકો
ગોતી ગોતી એને દેજો મીઠો ઠપકો
લખ્યો નથી કાગળનો કટકો
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

મેઘલ રાતે ફૂલ મારું ફરકે
બાપુ બાપુ બૂમ પાડી થડકે
વિજોગણ હું ય બળુ ભડકે
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

સૂતી’તી ને સ્વામી દીઠા સ્વપને
વા’ણે ચડી આવું છું કે’તા મને
ચાંદલિયા વધામણી દૈશ તને
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

મીઠી લે’રે મધદરિયે જાજો
વ્હાલાજીના શઢની દોરી સાજો
આકળિયા નવ રે જરી થાજો
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

પાછલી રાતે આંખ મળેલ હશે
ધીરી ધીરી સાંકળ રણઝણશે
બે માં પેલો સાદ કેને કરશે?
વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો

– ઝવેરચંદ મેઘાણી

18 thoughts on “વાહુલિયા હો, ધીરા રે ધીરા વાજો – ઝવેરચંદ મેઘાણી

 1. Kamlesh

  ઝવેરચંદ મેઘાણીની રચના……અને ખૂબ ભાવ થી આપેલ સુન્દર કંઠ.
  ખરેખર ખૂબ જ સુંદર રજૂઆત

  Reply
 2. Harsukh Doshi

  very silent and sweet “HALARADU”. While listning tears rolling down and reminds old days of native place at sea shore. Even female labourers of construction of building used to sing several such songs collectively while working and their voices were such a nice we do not need any instrument for music.
  Thanks to Artists of Ahmedabad and Tahuko group.

  Reply
 3. Maheshchandra Naik

  લોક્બોલીમા હાલરડુના શબ્દોની અનુભુતી ખુબ આનદદાયક બની રહે છે અભિનદન અને આભાર……….

  Reply
 4. જીગ્નેશ અધ્યારૂ

  ખૂબ સરસ રચના…

  લોકસંસ્કૃતિની આવી સુંદર ભાવનાઓ શ્રી ઝવેરચંદ મેઘાણી ખૂબ સરસ રીતે રજૂ કરી શકે છે. વાયરાઓ સંદેશને પહોંચાડે એવી માન્યતા સાથેનું આ ગીત ખરેખર માણવા લાયક છે.

  Reply
 5. Dr. Shantilal Vora

  બહુ સુન્દર અને મધુર. પુરુશ સ્વર મા જ વધુ ઉપયુક્ત

  Reply
 6. DHARMENDRA

  શ્રેી ઝવેરચન્દ મેઘાનેીનેી આ વધુ એક સુન્દર અને કર્નપ્રિય રચના સાભલેી ખુબજ આનનદ થિયો.ધન્યવાદ.

  Reply
 7. Dharmesh Patel

  Thanks jayshree for giving me such a wondorful e-mail which helps me to listen the song. But I have a question that Can I download the song too? I have a special request from the gujarati movie “Love Is Blind” all song. Because I search the audio songs CD but I didn’t got. So would u plz, help me out?

  Reply
 8. AMRUT NAIK

  જયશ્રેીબેન,

  શ્રેી જવેરચન્દ મેઘાનેી નેી અતિ સુન્દર ભાવવાહેી રચના સાન્ભલવાનેી મજા આવે

  ી.સુનદર મજાનુ ગેીત્.
  Iwant the poem “arrr balunda bapdan are samajasho nahin shun thayi gayun janani aa have swargaman jati…..” The title of the poem is “MARTI MANI WIDAI”. If you can find please place it on the website. Thank you. AMRUT. 10/8/09.

  Reply
 9. Harsukh Doshi

  Amrut bhai Naik,
  The song you enquired is in ” Brahut Kavya Samruddhi ” book published by Image Publication, BOm/Ahm. and it is under title of ” Ashvashtha Gruhani ” where at first devotion of wife is narrated then narration of Dying mother is given. Marati maa is title in text book of Gujarati and it is the part of the main song.

  Reply
 10. suresh makwana

  KHUB SARAS HALARADU.
  BAP….AADHUNIKO AAMATHI KAIK DHADO LEJO!
  SHANTITHI SAMBHALONE AANKHMATHI AANSU N AAVE TO KAHEJO…
  RASTRIYA SHAYAR MEGHANINE SALAM…JAY GUJARAT

  Reply
 11. Dinesh Shah

  Thanks for reintroducing beautifully sung gijarati songs9Halardu and others). I enjoyed it and appreciate the effort taken by the singer as well as all that are involved.

  Thank yuo again, keep it up.

  Reply
 12. manvant patel

  ભડકે બળતી વિજોગણને વાલમ ને વીર ની જ અપેક્ષા
  હોય ને ? ભાવનાસભર આ ગેીત હૈયુઁ હલાવતુઁ છે.શ્રેીમાન્
  મેઘાણીજીની કલમને સો સો સલામો ને શ્રદ્ધાન્જલિ !

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *