એમજ મળે છે જીંદગી – હિમાંશુ ભટ્ટ

હમણા થોડા વખત પહેલા California Academy of Sciences’ ના Morrison Planetarium માં ‘JOURNEY TO THE STARS‘ નામનો Show જોયો.. અને બીજે દિવસે ‘Disneynature Movie : Earth‘. ખરેખર તો આ બંને show માં એવું કંઇ નવું નો’તુ કે જેના અસ્તિત્વ વિષે પહેલા ખબર નો’તી..!! પણ કોણ જાણે કેમ, મારી જીંદગીની વ્યાખ્યાનો વ્યાસ થોડો મોટો થઇ ગયો હોય એવું લાગ્યું….

અને એ જ સમયે મળી હિમાંશુભાઇની આ ગઝલ… વાંચતા જ ગમી જાય એવી..! અને કંઇક હદે જાણે ‘મારી જ વાત’ જેવા લાગતો શેર…

હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી

પોતે જગથી નોખા હોવાનો ભાવ/ભ્રમ કોને નથી થતો? અને વાત તો સાચી જ ને, ક્યાં તમને બે વ્યક્તિઓ સરખી જોવા મળે? બધામાં કંઇને કંઇ તો એવું નોખુ હોવાનું જ ને, કે જે આપણને જગથી જુદા બનાવે..! અને તો યે, broader perspective થી જોઇએ તો – બધાની જીંદગી લગભગ એકસરખી ઘરેડમાંથી પસાર થતી હોય એવું નથી લાગતું?

અને મક્તાનો શેર પણ મને તો ખૂબ જ ગમી ગયો..!

તો સાંભળીએ હિંમાશુભાઇની આ તાજ્જી ગઝલ – એમના જ અવાજમાં..

( જીંદગી… )

Audio clip: Adobe Flash Player (version 9 or above) is required to play this audio clip. Download the latest version here. You also need to have JavaScript enabled in your browser.

બસ કદી એમજ મળે છે, જીંદગી
હું જડું છું જ્યાં, જડે છે જીંદગી

દોડતો બસ દોડતો રાખી સતત
કે હસે છે, જો હસે છે, જીંદગી

એક દરિયો, એક પળમાં વીફરે
તો બની લાશો તરે છે જીંદગી

હું હતો નોખો પછી આ શું થયું?
કેમ આ ઢાંચે ચઢે છે જીંદગી

શું ઘડામણ આપનું કાચું હતું?
કે મને ઘડતી રહે છે જીંદગી

– હિમાંશુ ભટ્ટ (૨૦૦૯)

8 thoughts on “એમજ મળે છે જીંદગી – હિમાંશુ ભટ્ટ

 1. Bhailal Solanki

  આપણ દરેકનો આ અનુભવ હિમાંશુભાઈએ બહુ સરસ રીતે વ્યક્ત કર્યો.

  Reply
 2. Chandrakant Lodhavia

  જયશ્રીબેન,
  બસ કદી એમજ મળે છે, જીંદગી સ્વમુખે , હિમાંશુ ભટ્ટ રચિત કવિતા વાચી સાંભળી આપણી જીંદગી માટે આવું જ કંઈક થઈ ગયાનો અનુભવ પણ થયો. ખેર હવે ખેદ કરીને શું વળવાનું. ખરેખર અત્રે કવિ સંતની ભૂમિકામાં આવી જઈ ઘડપણમાં હવે સાવચેત રહેવાનો ઈશારો પણ કરે છે. ગીત ગમ્યું. સ્વર સાથેન તેમની રજૂઆત પણ ગમી.
  ચન્દ્ર્કાંત લોઢવિયા.

  Reply
 3. Harish Shah

  Gazhal is very good and gives you the understanding of life in few words. Nice to hear from you after long time. I enjoyed the program with Dr. Dinesh Shah at Dr. Mehta’s home early this year in Orlando. Thanks.

  Reply
 4. indravadan g vyas

  આફ્રિન્ા પંક્તિઓ ખુબ ગમી.

  શું ઘડામણ આપનું કાચું હતું?
  કે મને ઘડતી રહે છે જીંદગી

  સરસ્

  Reply

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *