આજે જ ગાગરમાં સાગર પરથી રિષભઅંકલનાં જન્મદિવસ અને એમને ભેટરૂપે મળેલા બ્લોગ વિશે ખબર પડી… તો રિષભઅંકલને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ સહ આપણે પણ એમનાં એક કમ્પોઝિશનને માણીએ… ઊર્મિનાં એ બ્લોગ પરથી સીધી જ એમની એક પોસ્ટ કોપી-પેસ્ટ કરીને… 🙂
(સાથ શું પૂરતો નથી…?)
સંગીતઃ રિષભ મહેતા
સ્વરઃ રિષભ મહેતા, ગાયત્રી દવે
ક્યાં જશું? રસ્તો નથી…
સાથ શું પૂરતો નથી?
ચાલવાનું ક્યાં સુધી? આ શ્વાસ ચાલે ત્યાં સુધી.
શ્વાસ ચાલે ક્યાં સુધી? તું હાથ ઝાલે ત્યાં સુધી.
ઝાલવાનું ક્યાં સુધી? હું ઢળું ના ત્યાં સુધી.
તું ઢળે ના ક્યાં સુધી? તું મળે ના જ્યાં સુધી.
જાગવાનું ક્યાં સુધી? આ રાત જાગે ત્યાં સુધી.
રાત જાગે ક્યાં સુધી? તું ચાંદ માંગે ત્યાં સુધી.
માંગવાનું ક્યાં સુધી? થાય ઈચ્છા જ્યાં સુધી.
થાય ઈચ્છા ક્યાં સુધી? હોય આશા જ્યાં સુધી.
ઝૂરવાનું ક્યાં સુધી? ઝંખના છે જ્યાં સુધી.
ઝંખના છે ક્યાં સુધી? ચાહના છે જ્યાં સુધી.
ચાહવાનું ક્યાં સુધી? મન મરે ના જ્યાં સુધી.
મન મરે ના ક્યાં સુધી? તું ડરે ના જ્યાં સુધી.
ચાલ ડર, ફેંકી દઉં… લાવ, કરમાં ધર લઉં!
હોઠ પર તારા રમું… ગીત થઈને સરગમું…
ચાલ તો બસ, ચાલીએ… એકબીજાને ઝાલીએ…
દર્દને બહેલાવીએ… શબ્દને શણગારીએ…
જ્યાં જશું રસ્તો થશે…
ક્યાં જશું? રસ્તો નથી…
જ્યાં જશું રસ્તો થશે…
કવિશ્રી રિષભ મહેતાનાં બ્લોગની મુલાકાત આપ સૌ અહીં લઈ શકો છો…
વાહ અતિ સુંદર ગીત છે પણ હવે આ ગીત અહીં સાંભળી શકાતું નથી તો ફરી થી એને સાંભળી અને માણી શકીએ તે માટે પ્રયત્ન કરવા વિનંતી..
જયશ્રીબેન્,
તું મળે ના જ્યાં સુધી -રિષભ મહેતાના ગીત બાદ રિષભભાઈનું આ બીજું ગીત (સાથ શું પૂરતો નથી…?)ગીત ગમ્યુ. છેલ્લે જ્યાં જશું રસ્તો થશે… પ્રેમીઓનો આત્મવિશ્વાસ બેજોડ છે. દરેક દંપતિના તેના સગપણ અને લગ્ન સુઘીની મંઝિલની વાર્તાલાપનું કાવ્ય રૂપાંતર ઘણું સુંદર છે.
ચન્દ્રકાન્ત લોઢવિયા.
GAYATRI BHATT & GAYTRI MEHTA BOTH R SAME PERSON SHE IS MY ENGLISH LECTURER IN GODHRA COLLEGE AND HER HUSBAND IS PRICIPLE OF KAKANPUR COLLEGE.
સ્વર રિષભ મહેતા ત્થા ગાયત્રી દવે ના નથી પણ ગાયત્રી ભટ્ટ ના છે
ચાલ ડર, ફેંકી દઉં… લાવ, કરમાં ધર લઉં!
હોઠ પર તારા રમું… ગીત થઈને સરગમું…
ચાલ તો બસ, ચાલીએ… એકબીજાને ઝાલીએ…
દર્દને બહેલાવીએ… શબ્દને શણગારીએ…
ખરેખરતો રિષભ મહેતાએ શબ્દોનેજ નહી આપણે પણ બહેલાવ્યા છે. ખુબ ખુબ અભિનંદન ..
ઝૂરવાનું ક્યાં સુધી? ઝંખના છે જ્યાં સુધી.
ઝંખના છે ક્યાં સુધી? ચાહના છે જ્યાં સુધી.
ચાહવાનું ક્યાં સુધી? મન મરે ના જ્યાં સુધી.
મન મરે ના ક્યાં સુધી? તું ડરે ના જ્યાં સુધી.
મનની મુંઝવણ ને વ્યક્ત કરતી કવિની શૈલી અનેરી છે.
સુંદર કાવ્ય…
રિષભભાઈને જન્મદિવસની ખુબ ખુબ શુભેચ્છાઓ.
સરસ સુમધુર પ્રેમકાવ્ય છે.
મુંઝવણ ને રજુ કરવની કવિની રીત ગમી.રિષભભાઈ અનેગાયત્રીબહેને સરસ ગાયુ છે.
“સાજ્ મેવાડા
કવિને ખુબ ખુબ અભિનંદન … !! 🙂
સુન્દર સુમધુર રચના
જયશ્રીબેન,
ક્યાં જશું? રસ્તો નથી… સાથ શું પૂરતો નથી? રિષભ મહેતા રચિત, તેમનું જ સંગીત અને તેમનો જ સ્વર ખૂબ જ
સુંદર ત્રિવેણી સંગમ. કથા, વ્યથા અને જીવન સાથીનો વિશ્વાસ ગમે તેવા કઠોર પણ ભાંગી પડેલા માણસ માટે આ આશ્વાસનના શબ્દો શેષ જીવન જીવવા ખૂબ જ શક્તિ આપે છે. સુંદર અતિ સુંદર.
ચન્દ્રકાંત લોઢવિયા.
શ્રી રિષભભાઈને ખુબ અભિનદન, જન્મ્દિવસની શુભકામનાઓ, “પ્રેમનુ સરનામુ “ના બ્લોગ જગતમા પ્રેમભીનો આવકાર અને શુભેચ્છાઓ…….આપનો આભાર….
સુન્દર રચના.
વાહ….સરસ.. શબ્દૉ ,સંગીત અને અને ઍ ઊપરાંત સ્વર પણ ખૂબ સરસ.
excellent