ઉંઝામાં અત્યારે કડવા પાટીદાર સમાજનું વૈશ્વિક સંમેલન યોજાઇ રહ્યું છે, ત્યારે આપણે પણ ઘરબેઠા આ ઉમિયા માતાનો ગરબો સાંભળી લઇએ…!
સંગીત - મેહુલ સુરતી
કવિઃ રાજેન્દ્ર ગઢવી
ગાયિકાઃ ગાર્ગી વોરા
પાર્શ્વગાયનઃરુપાંગ ખાનસાહેબ,આશિષ શાહ અને M.S.UNIVERSIY BARODA સ્વરવૃંદ
હાલો… હાલો… હાલો… હાલો…
હાલો… હાલો… હાલો… હાલો…
હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…
ચાંચરના ચોકમાં વધામણી
હે માત ઉમિયાની રૂડી પધરામણી
રૂમઝુમ રથડે, ઘૂઘરા ઘમરાકરે
કરમાં ત્રિશુળ માના મુખડે ખમકાર
થોક થોક લોક ગાયે માનો જયકાર
માનો ખમકાર.. માનો જયજયકાર…
હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…
શિવજીને મન વસે, ઋષભની અસવાર
ઉમિયાને મન કરવા પાટીદાર
રાખજો અખંડ હેત અમ પર અપાર
રાખો અપરંપાર… માનો જયજયકાર…
હાલો મોરી સૈયરું, હાલો મોરી સાહેલ્યું…




November 30th, 2009 at 8:17 am
very timely post……
that’s the speciality of TAHUKO
November 30th, 2009 at 9:43 am
ગાયકો - સ્વર્ કોણ??
November 30th, 2009 at 9:53 am
ઊંઝાને અમારા સુધી લઈ આવવા બદલ આભાર અને શ્રી મેહુલ સુરતીને અમારા અભિનદન……..
November 30th, 2009 at 10:20 am
સુન્દર્ વાહ્!!
November 30th, 2009 at 5:45 pm
જયશ્રીબેન
આપનું અવિરત રોજ કઈને કંઈક આપતા રહેવાનું વ્રત બની ગયું છે. જાણે આપે તો સરળતથી ટચલી આંગણીએ ગોવર્ધન પર્વ ઉંચકી લીધો છે. શું મને દંઇક ટેકો દેવાનું પુણ્ય મળી શક્શે?
November 30th, 2009 at 6:20 pm
ઘણૂ સરસ
November 30th, 2009 at 10:09 pm
ઉમિઅ માતા ને પ્નામ્…ગેીત બહુ સરસ ચે.ઉમયા માતા નેી જય હો…
November 30th, 2009 at 11:20 pm
વૈશ્વિક સંમેલન પ્રસંગે ઉમિયા માતાની પૂજા વખતનો સમયસરનો ગરબો. સ્રરસ ગરબો મુક્યો છે.
December 1st, 2009 at 2:58 pm
ગઝલ કાવ્યોના આસ્વાદ ગરબા સાથે સુમધુર બનિ ગયા. ધન્યવાદ.મા શક્તિના ગરબા જરુર મુક્સો.
December 2nd, 2009 at 1:43 am
અતિ સુંદર! મન મોહક ! લાજવાબ!!!
December 5th, 2009 at 5:31 pm
મને ઉમિયા નુઆ ગિત સામભલિ ને ઘનિ મજ પદિ.
આશિશ પટેલ
December 6th, 2009 at 8:56 pm
ચ્ક્કિશ …મજા પડૅ ગઈ
December 8th, 2009 at 10:45 pm
મને આવો અવસર દેખાદવા બદલ આભાર