(સળંગ રસ્તો… … Highway 97, Near Crater Lake, OR)
* * * * *
એ ના સળંગ હોય તો મારે જવું નથી.
રસ્તાને અંત હોય તો મારે જવું નથી.
બોલાવતું બધુંય ગામ તોય એમની,
ખડકી જ બંધ હોય તો મારે જવું નથી.
પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં,
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી
ખારું ઝરણ થઈને તો નીકળ્યો છું આંખથી,
ખારો જ અંત હોય તો મારે જવું નથી.
હું ચાલું તો ચાલે ને અટકું તો ઊભો રહે,
એવો જ પંથ હોય તો મારે જવું નથી.
-જયંત પાઠક
અઘરા રદીફને બખૂબી નિભાવતી સુંદર ગઝલ માણવાની મજા આવી.
સુધીર પટેલ.
વાહ.
સળંગ, અવિછિન્ન પથ પર અવિરત મધુર યાત્રાની આકાંક્ષાને ચરિતાર્થ કરતી ગઝલ
પૃથ્વીની જેમ એમના દરિયાવ દિલમાં,
નોખા જ ખંડ હોય તો મારે જવું નથી
વાહ…આફરીન…….
સુંદર ગઝલ… ખુમારીસભર કાવ્ય… ‘મારે જવું નથી’ની રદીફ આગળ ‘તો’ની શરત મૂકી કવિએ પોતાની કામગીરી કપરી પણ બનાવી અને સુપેરે નિભાવી પણ ખરી…
ગઝલ વાંચતા જ ધનમૂલક તરંગો અનુભવાય…
ધરતિ નથી અન્ંત મારે હજુએ ચાલવુ હતુ;દરિયો નથી અફાટ મારે હજુએ તરવુ હતુ;રુદન મા નથી આક્ર્ંદ મારે હજુએ રડવુ હતુ…..
Good one..
Praful
સરસ રચના, મારગની વિટણબાની વાતો કવિશ્રી જયંત પાઠક જ શબ્દોમા લાવી શકે………..
ખુબજ સુન્દર રચના .