ટહુકો માં શોધો..

Fan of Facebook?

Follow us on Facebook

Follow tahuko_com on Twitter

વિભાગો

જૂની પોસ્ટ

વૃક્ષ પરનો એક ટહુકો – ગૌરાંગ ઠાકર

(જેનો પર્યાય નથી….. Niagara Falls, June 09)

* * * * *

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી

– ગૌરાંગ ઠાકર

————–

(આભાર : શબ્દ-સાગરના કિનારે…)

બે વર્ષ પહેલા : ધૂણી રે ધખાવી બેલી અમે તારા નામની - અવિનાશ વ્યાસ

14 comments to વૃક્ષ પરનો એક ટહુકો – ગૌરાંગ ઠાકર

  1. MUKESH VARIAWA
    November 23rd, 2009 at 11:04 am

    શુભપ્રભાત ગૌરાંગભાઇ,

    તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
    રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

    એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
    આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

    ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
    વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

    એક એક રચના આફ્રિન પોકરે તેવી છે.

  2. Rajendra Namjoshi,Surat
    November 23rd, 2009 at 6:12 pm

    ક્યા બાત હૈ,ગૌરાન્ગ.થોડુ મળે,ઘણુ ન પણ મળે ત્યારે એની રજુઆત તો કરવીજ પડે અને એ રજૂઆત ઘણી જ સુન્દર.
    આભિનન્દન.–રાજેન્દ્ર - વૈશાલી,સુરત

  3. ashalata
    November 23rd, 2009 at 7:21 pm

    ગૌરાગભાઈ

    સરસ રચના ધન્યવાદ

  4. urvashi parekh
    November 23rd, 2009 at 8:25 pm

    સરસ રચના.
    એક માણસ ક્યારનો આંસુ લુંછે છે બાંયથી,
    આપણાથી તોયે ત્યાં રુમાલ દેવાતો નથી..
    ઘણી વખત કરવાનુ મન હોવા છતા કરી શક્તા નથી…
    કેમ? શું કામ?

  5. ડૉ.મહેશ રાવલ
    November 23rd, 2009 at 9:13 pm

    શ્રી ગૌરાંગભાઈની,મને ગમતી ગઝલ.
    અભિવ્યક્તિમાં નાવિન્ય અને સોંસરા ઉતરે એવા શબ્દોમાં કહેવાયેલી વાત,આખી ગઝલને એક અસામાન્યતા બક્ષે છે.-અભિનંદન દોસ્ત!

  6. Kamlesh
    November 23rd, 2009 at 10:29 pm

    Very nice…

  7. P A Mevada
    November 23rd, 2009 at 10:42 pm

    ગૌરાંગભાઈ, કહેવુ પડે કે તમારી અવલોકન શક્તિ ગજબની છે, અને કવિ તરીકે તેનો ઊપયોગ તેનાથી પણ ઊત્તમ છે. આભિનંદન!
    “સાજ મેવાડા

  8. કુણાલ
    November 23rd, 2009 at 11:27 pm

    ખુબ સુંદર ગઝલ …

    આ ખાસ ગમ્યાં,

    એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
    ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

    એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
    આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

    ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
    વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

  9. amita Bhakta
    November 23rd, 2009 at 11:53 pm

    ખુબ સરસ િવચાર, શબ્દૉ માં ગુંથ્યા ….

  10. amita Bhakta
    November 24th, 2009 at 1:38 am

    “aena bhankara… mara jeevan sara ”
    Na do to bhale prabhu bhale desho darshan. Tamaara
    I am looking for this Tagore’s song in Gujrati please help me if anyone knows, thank you.

  11. Maheshchandra Naik
    November 24th, 2009 at 5:52 am

    સરસ રચના, શ્રી ગૌરાંગભાઈને અભિનદન અને આપનો આભાર……

  12. વિવેક ટેલર
    November 24th, 2009 at 1:00 pm

    ગૌરાંગભાઈની સબળ રચનાઓમાંની એક…

    કવિના પોતાના હસ્તાક્ષરમાં એ અહીં માણી શકાશે:

    http://layastaro.com/?p=867

  13. Pancham Shukla
    November 25th, 2009 at 2:32 pm

    પાવરફુલ ગઝલ.

  14. રાજની ટાંક
    November 27th, 2009 at 3:03 pm

    વાહ ખુબ જ સરસ ગઝલ..

    વાહ ગૌરાંગભાઈ ,વાહ !

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>