વૃક્ષ પરનો એક ટહુકો – ગૌરાંગ ઠાકર

(જેનો પર્યાય નથી….. Niagara Falls, June 09)

* * * * *

એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

ફૂંક મારીને તું હવાને આટલી દોડાવ ના,
ધૂળ છે કે મ્હેંક, એનો ભેદ પરખાતો નથી.

એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

ભીતરી આખી સફર પર ચાલવાની છે મજા,
એકલા બસ આપણે એ ભીડનો રસ્તો નથી

– ગૌરાંગ ઠાકર

————–

(આભાર : શબ્દ-સાગરના કિનારે…)

14 replies on “વૃક્ષ પરનો એક ટહુકો – ગૌરાંગ ઠાકર”

  1. સરસ રચના, શ્રી ગૌરાંગભાઈને અભિનદન અને આપનો આભાર……

  2. “aena bhankara… mara jeevan sara ”
    Na do to bhale prabhu bhale desho darshan. Tamaara
    I am looking for this Tagore’s song in Gujrati please help me if anyone knows, thank you.

  3. ખુબ સુંદર ગઝલ …

    આ ખાસ ગમ્યાં,

    એક તો તારો મને પર્યાય દેખાતો નથી,
    ને ઉપરથી તું સરળતાથી અહીં, મળતો નથી.

    એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
    આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

    ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
    વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

  4. ગૌરાંગભાઈ, કહેવુ પડે કે તમારી અવલોકન શક્તિ ગજબની છે, અને કવિ તરીકે તેનો ઊપયોગ તેનાથી પણ ઊત્તમ છે. આભિનંદન!
    “સાજ મેવાડા

  5. શ્રી ગૌરાંગભાઈની,મને ગમતી ગઝલ.
    અભિવ્યક્તિમાં નાવિન્ય અને સોંસરા ઉતરે એવા શબ્દોમાં કહેવાયેલી વાત,આખી ગઝલને એક અસામાન્યતા બક્ષે છે.-અભિનંદન દોસ્ત!

  6. સરસ રચના.
    એક માણસ ક્યારનો આંસુ લુંછે છે બાંયથી,
    આપણાથી તોયે ત્યાં રુમાલ દેવાતો નથી..
    ઘણી વખત કરવાનુ મન હોવા છતા કરી શક્તા નથી…
    કેમ? શું કામ?

  7. ક્યા બાત હૈ,ગૌરાન્ગ.થોડુ મળે,ઘણુ ન પણ મળે ત્યારે એની રજુઆત તો કરવીજ પડે અને એ રજૂઆત ઘણી જ સુન્દર.
    આભિનન્દન.–રાજેન્દ્ર – વૈશાલી,સુરત

  8. શુભપ્રભાત ગૌરાંગભાઇ,

    તું હવે વરસાદ રોકે તો હું સળગાવું ચૂલો,
    રોટલો આ છત વગરના ઘરમાં શેકાતો નથી.

    એક માણસ ક્યારનો આંસુ લૂંછે છે બાંયથી,
    આપણાથી તો ય ત્યાં રૂમાલ દેવાતો નથી.

    ડાળથી છૂટું પડેલું પાંદડું પૂછ્યા કરે,
    વૃક્ષ પરનો એક ટહુકો કેમ ભૂલાતો નથી ?

    એક એક રચના આફ્રિન પોકરે તેવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *