ટહુકો માં શોધો..

વિભાગો

જૂની પોસ્ટ

જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. - દામોદર ખુશાલદાસ બોટાદકર

આ દુનિયામાં જો કોઇ જબરજસ્ત transformation થતું હશે તો એ એ કે કન્યા જ્યારે મા બને છે. એનું શરીર, મન, બોલવું-ચાલવું, વ્યવહાર, જીવન આખું બદલાઈ જાય છે…ફક્ત એના દેવના દીધેલને માટે. અને આ transformation એવું કે જીવનપર્યંત એ મા જ રહે છે. ૯ મહિનાની પ્રસૂતિની વેદના, નવજાત શિશુનો ઉછેર અને એમ કરતાં કરતાં આખી દુનિયાથી અલિપ્ત થઈ જવું, આવા કેટલાય તબક્કાઓમાંથી પસાર થાય છે, ફક્ત એના બાળકના વિકાસ માટે! આવી આ મા જ્યાં સુધી જીવતી છે ત્યાં સુધી સંસ્ક્રુતિ જીવતી છે! અને એ માતાનું ભારતીય વિચારધારાએ વૈશ્વિકરણ એ રીતે કર્યું છે કે આપણે ગાય, નદી, પ્રુથ્વી, દેશ (ભારતમાતા), અરે ભગવાન સુધ્ધાંને માતા કહીએ છીએ. અહીં અમેરિકામાં આજનો દિવસ મધર્સ ડે છે, જ્યારે ત્યાં ભારતમાં હર દિવસની સવાર બાળકો માતાને માત્રુદેવો ભવ કહીને રોજેરોજ માત્રુદિન ઊજવે છે….ત્યારે એ નિમિત્તે આજે આપણે આપણી માતાને કહીએ કે “જનનીની જોડ સખી નહી મળે રે લોલ”.

પુરુષોત્તમ ઉપાધ્યાયના કંઠે આ મધુરુ ગીત શરૂ થાય તે પહેલા કવિ સુરેન ઠક્કર ‘મેહુલ’ એ કરેલી વાતો, એક-બે કાલ્પનિક પ્રસંગોની રજુઆત….. ખરેખર આંખો ભીની કરી જાય છે.

This text will be replaced

મીઠા મધુ ને મીઠા મેહુલા રે લોલ
એથી મીઠી તે મોરી માત રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

પ્રભુના એ પ્રેમતણી પૂતળી રે લોલ,
જગથી જૂદેરી એની જાત રે … જનનીની

અમીની ભરેલ એની આંખડી રે લોલ,
વ્હાલનાં ભરેલાં એના વેણ રે … જનનીની

હાથ ગૂંથેલ એના હીરના રે લોલ,
હૈયું હેમંત કેરી હેલ રે … જનનીની

દેવોને દૂધ એનાં દોહ્યલા રે લોલ,
શશીએ સિંચેલ એની સોડ્ય રે … જનનીની

જગનો આધાર એની આંગળી રે લોલ,
કાળજામાં કૈંક ભર્યા કોડ રે … જનનીની

ચિત્તડું ચડેલ એનું ચાકડે રે લોલ,
પળના બાંધેલ એના પ્રાણ રે … જનનીની

મૂંગી આશિષ ઉરે મલકતી રે લોલ,
લેતા ખૂટે ન એની લહાણ રે … જનનીની

ધરતી માતા એ હશે ધ્રૂજતી રે લોલ,
અચળા અચૂક એક માય રે … જનનીની

ગંગાનાં નીર તો વધે ઘટે રે લોલ,
સરખો એ પ્રેમનો પ્રવાહ રે … જનનીની

વરસે ઘડીક વ્યોમવાદળી રે લોલ,
માડીનો મેઘ બારે માસ રે … જનનીની

ચળતી ચંદાની દીસે ચાંદની રે લોલ,
એનો નહિ આથમે ઉજાસ રે
જનનીની જોડ સખી! નહી જડે રે લોલ.

(આભાર : ફોર એસ.વી. )
———————————

ફરમાઇશ કરનાર મિત્રો : ઊર્મિ , હિરલ, રમિત, આરિફ

33 comments to જનનીની જોડ સખી! નહી જડે રે લોલ. - દામોદર ખુશાલદાસ બોટાદકર

  1. s.vyas
    May 12th, 2007 at 4:27 pm

    હ્દયસ્પરશિ ગીત….. ઘણા વખતે સાંભળ્યું.
    Thank you.

  2. CHANDRAVADAN MISTRY MD
    May 12th, 2007 at 7:36 pm

    I visited tahuko.com first time.  અને જનની ની જોડ સાભળી આનંદ થયો. વળી આજે ૧૨મે અને કાલે ૧૩મે યાને મધર્સ ડે.ગુડ લક ચ્ન્દ્વદવદન

  3. Dr. C. M. MISTRY
    May 12th, 2007 at 8:01 pm

    ANKITBHAI I VISITED TAHUKO & WRONGLY WROTE KESUDO WHICH I EARLIER VISITED.CHANDRAVADAN.

  4. sujata
    May 12th, 2007 at 11:07 pm

    samay hath maathi sari jaaye chhe evu gana loko kahe chhey pan jayshree na hath maathi nathi sarto…..jayshree ni jod pan sakhi nahi jade re Lol…

  5. maharshi vyas
    May 13th, 2007 at 1:58 am

    kharekhar jordar chhe
    lagbhag 6 - 7 ma gujarati bhasha ma aa kaavya avtu hatu yaad taji thai gai

  6. harshad jangla
    May 13th, 2007 at 6:19 pm

    આ ગીતની જોડ પણ નહીં મળે રે લોલ……

  7. ઇન્દ્રવદન મિસ્ત્રી
    May 13th, 2007 at 9:07 pm

    માતાના ગુણગાન ગાતા આ ગીતની પણ કોઇ જોડ નહી મળે.

    પરંતુ, Mother’s Day (!!!!!!!!!!!!!) ની ઉજવણી કરવી પડે તેનાથી વધારે કરુણતા એક માતા માટે શું હોય? આ તો સંસ્કૃતિની દેન છે કે પાશ્ચાત્ય દેશોમાં મધર્સ ડે, ઉજવવો પડે અને આપણા ભારત વર્ષમાં તો જેમ જયશ્રીએ લખ્યું તેમ રોજે રોજ માતૃદેવો ભવ.

  8. મા « સહિયારું સર્જન - પદ્ય
    May 14th, 2007 at 6:26 am

    [...] મીઠા મધુ ને મીઠ મેહુલા રે લોલ, એથી મીઠી તે મોરી માત રે…  જનની રે જોડ સખી નહીં જડે રે લોલ… [...]

  9. KUNJAN
    July 3rd, 2007 at 11:39 am

    This site is awesome and i and my mom liked it very much.this is da cool collection i ever had seen on internet.i like this pretty much and i requests you to put INDULAL GANDHI;S
    ””’AANDHADI MAA NO KAAGAD   ( http://tahuko.com/?p=393 )
    ”” CAUSE MY MOM LIKED IT VERY MUCH AND I HOPE YOU’LL DO ME A FAVOUR..THANK YOU SO MUCH…AND I’M GLAD TO SEE YOUR WEBSITE….JAI SHREE KRISHANAA…..

  10. joshi vishal
    February 25th, 2008 at 12:28 am

    i like verymuch because this is nice

  11. Tushar
    April 26th, 2008 at 10:15 am

    GARVI GUJARATI BHASHA NI EK ADBHUT SEWA . — khubaj sundar karya.

  12. Sangati Bhatt
    May 13th, 2008 at 1:57 am

    Visited the site for the first time
    listened to Janni ni jod sakhi nahi male re lol geet.
    Just took me back to my place in Ahmedabad the home, the trees, the zhulo the beautuful sounds of birds and my parents enjoying an evening with a sip of tea togather on the same zhulo. which is still there in a closed home.

  13. badal
    May 28th, 2008 at 3:00 pm

    ખુબ જ સુન્દર્ ગાયન

  14. Shaillesh Tailor, Toronto
    September 20th, 2008 at 11:51 pm

    Listen it almost after 20 years. Thank you so much

  15. Hitesh V
    September 27th, 2008 at 4:38 am

    ખુબ જ સુન્દર, પણ આખુ ગિત સામ્ભળવા ન મલ્યુ, પણ રસ ના તો ચટકા હોય્ વાટકા ન હોય

  16. Komal
    November 18th, 2008 at 5:34 pm

    I have no words!
    ખુબ સરસ રચના છે.

    આભાર jayshreeben

  17. Jayesh Gadhvi
    November 20th, 2008 at 12:28 pm

    માં તે માં બીજા બધા વગડા નાં વા!!!

    ખુબ જ લાગણીમય ગીત..

    જય માતાજી…..

  18. kishor Shah
    December 22nd, 2008 at 4:35 am

    ઘણાં વર્શો પહેલાં આ કવિતા વાંચી હતી. આજે પહેલી વાર સાંભળી આંખો ભીની થઈ ગઈ.

  19. jignesh
    January 24th, 2009 at 7:51 am

    thanx didi for all gujarati songs .
    i love this site. and i m very happy to get this site.
    so again thanx…

  20. વિશાલ વ્યાશ
    January 28th, 2009 at 7:57 am

    તમારો ખુબખુબ આભાર. હુ નાનો હતો ત્યારે આ ગીત સાભલવા મલ્યુ હતુ. ફરિથિ સાંભળી ઘનો આનન્દ થયો.

    માતૃદેવો ભવ

  21. BIREN SONI
    February 3rd, 2009 at 9:12 pm

    I M NOT ABLE TO FIND THE LINK TO LIST THIS SONG ‘JANANI NI JOD SAKHI’ ON TAHUKO.COM/P=705. PLS GUIDE ME FOR THE SAME.

  22. gomatibhupesh
    March 12th, 2009 at 1:21 pm

    પ્રનામ પુર્સોતમભાઇ,
    તમારા સવર મા ગવાયેલુ આ મા નુ આ કાવ્ય અત્યરે અત્લુજ
    સાભદવુ ગમે.તમરા અવાઝ મા અન્ને ચાર ચન્દ લાગિ ગયા

  23. jagrut
    April 1st, 2009 at 9:50 am

    I am in USA right now. બસ મા નિ યાદ આવિ ગયિ

  24. JIGNA JANI
    April 17th, 2009 at 3:30 pm

    kharekhr jordar song che, hu to atyare sasri ma rahu chu pan daily aa song sambhu chu ane mari banne matao ek mari ma ane ak mara sasu ma ne manoman vandan karu chu.

    thanks a lot jayshree ben. thanks again.

    i miss u my mummy…i love u mummy.

  25. n
    May 8th, 2009 at 6:18 am

    USA ma rahi ne , India rehti ” MA ” ni yaad avi gai che. very good , i will sing it in my temple on mothers day. thank you

  26. Rashmikant Thakkar
    July 21st, 2009 at 8:48 am

    Can I download this song for my personal use only

  27. kishor parikh
    August 17th, 2009 at 1:54 pm

    i am very much happy to listen this nice song after

    many many years

    thanks jayshreeben

  28. meena
    August 24th, 2009 at 6:41 pm

    જર્મનિથિ ફોન મા બા ને સન્ભ્રરાવિયુ.
    મિચ્ચામિ દુક્ક્દ્મ!

  29. meena
    August 24th, 2009 at 6:47 pm

    since long Ba was mentioning this Geet. She is 83 years old, her Mosal was in Botad. She remembers (!) Kavi Botadkaerji even. ( when did he died ?)
    Today i called her from germany and let her hear from Tahuko.
    When she said, મજા આવિ ગઇ…’
    I think this the biggest thanks i got in my life !
    meena

  30. Viral Gada
    September 2nd, 2009 at 1:54 am

    This brings tears in my eye, everytime i listen it.
    Really we r lucky to have a mother previledge only on earth.
    Great song….

  31. mahendra d. vala
    November 20th, 2009 at 1:31 am

    i love this song,
    listen with my mother,
    my mother is cry and i too.

  32. Ranjit Ved
    December 22nd, 2009 at 8:15 am

    મારે “મત્રુ ગુહ્જન “…”માત્રુ ગુન્જન્”સમ્ભલ્વિ ચ્હે જરુર્થિ મુક્શોજિ લેખક ચ્હે શ્રેી દમોદર બોતદ્કર “દિક્રિને સસ્રે વદવ્ય પચ્હિનિ મતનિ વેદાન દર્શવતુ કવ્ય જરુર્થિ મુકવા વિનન્તિ ચ્હે રન્જિત્૫ અને ઇન્દ્ેીર જ્સ્ક્ઃજય્યોગેશ્વર્..ાભર્.

  33. Nirav patel
    February 4th, 2010 at 10:45 am

    હુ જ્યારે આ કાવ્ય સાંભળુ છુ ત્યારે મારુ રોમ રોમ પુલકિત થાય છે
    હુ મારા ભુત્કાળ માં સરિ પઙૂ છ્હુ

Leave a Reply

You can use these HTML tags

<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>