કાનુડાના બાગમાં

સ્વર : સરોજબેન ગુદાણી
સંગીતકાર : ?
ગુજરાતી ફિલ્મ : વીર ચાંપરાજવાળો (૧૯૭૫)

સ્વર/સંગીત : હેમંત ચૌહાણ

એ…કાનુડાના બાગમાં (૨)
ચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ.

ફૂલ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ.
કેમ બોલે રે તારા દિલડાં ઉદાસીમાં છે….
એ…વાલા મને ઉતારામાં ઓરડા ને કાંઈ મેડીના મોલ
મોલ કેરે સાહેલડી તે સાયબો
મારો માને નહીં કેમ…કેમ.

એ…સાજનને ભોજન લાપશીને કં કઢિયેલ દૂધ,
દૂધ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ…કેમ.
એ…પ્રીતમને પોઢણ ઢોલીયાને કાંઈ હિંડોળા ખાટ,
ખાટ કેરે સાહેલડી તે સાયબો મારો માને નહીં કેમ…કેમ.

એ…કાનુડાના બાગમાં (૨)
ચંપો ને ચંપે આવ્યાં છે ફૂલ.

10 replies on “કાનુડાના બાગમાં”

 1. હેમન્ત ભૈ નો અવાજ …………ગેીતો ને ……..કલ્ગિ મુકિ ………….આબ્ભાર ………..ધન્યેવાદ ………………..

 2. લોક્ગેીતો ને મ્મૌજ ………..સરોજ્બેન ના સ્વર આપિ રહ્યો…………………આબ્ભાર ………………..ધન્યવ્દ

 3. બહુ સરસ રચના…ગમ્યુ

 4. સુંદર રચના… બંને ગાયકીમાં મજા આવી…

 5. Gajendra Choksi says:

  ગાયકી ખરેખર સરસ ! મજા આવી ગઈ.

 6. Neha Gundani says:

  Jayashree ben, thatnks for a nice folk song by Sarojben.

 7. Rajesh Vyas says:

  My favourite……
  Rajesh Vyas
  Chennai

 8. manubhai1981 says:

  બન્ને અવાજમાઁ ગેીત ખૂબ જ શોભે તેવુઁ છે.
  બેઉ ભાઇ-બહેનનો આભાર …જયશ્રેીબહેન સાથે !

 9. વિમલકુમાર નાયક says:

  નમસ્તે! આકાશવાણી અમદાવાદ વડોદરા પર વહેલી સવારે ઘણી વાર સરોજબેન ના સ્વર માં એક મીઠું ભજન વાગતુંઃ “સખી મુને વ્હાલો રે, એ સુંદર શામળો રે”, તે અને બીજું: “સૂણો, સૂણો રે! દયા મ્હારી અરજી” એ બે બરાબર યાદ રહી ગયેલા.

  બંને વર્ષો પહેલાં સાંભળેલા. ફરી સાંભળી શકાય? આભાર.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *