ગુજરાતી સાહિત્યની એક અમર કૃતિ – શિવાજીનું હાલરડું – આજે હેમુ ગઢવીના સ્વરમાં ફરી એકવાર..
——————-
posted on : April 17, 2007
સ્વર અને સંગીત : ચેતનભાઇ ગઢવી
આભમાં ઊગેલ ચાંદલો, ને જીજાબાઇને આવ્યાં બાળ રે (2)
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
પેટમાં પોઢીને સાંભળેલી બાળે રામ – લખમણની વાત
માતાજીને મુખ જે દીથી,
ઊડી એની ઊંઘ તે દીથી….શિવાજીને…
પોઢજો રે, મારાં બાળ ! પોઢી લેજો પેટ ભરીને આજ –
કાલે કાળાં જુદ્ધ ખેલાશે :
સૂવાટાણું ક્યાંય ન રહેશે….શિવાજીને…
ધાવજો રે, મારાં પેટ ! ધાવી લેજો ખૂબ ધ્રપીને આજ –
રહેશે નહીં, રણઘેલુડા !
ખાવા મૂઠી ધાનની વેળા…..શિવાજીને…
પ્હેરી – ઓઢી લેજો પાતળાં રે ! પીળાં-લાલ-પીરોજી ચીર –
કાયા તારી લોહીમાં ન્હાશે :
ઢાંકણ તે દી ઢાલનું થાશે….શિવાજીને…
ઘૂઘરા, ધાવણી, પોપટ-લાકડી ફેરવી લેજો આજ –
તે દી તારે હાથ રહેવાની
રાતી બંબોળ ભવાની….શિવાજીને…
લાલ કંકુ કેરા ચાંદલા ને ભાલે તાણજો કેસરાઆડ્ય –
તે દી તો સિંદોરિયા થાપા
છાતી માથે ઝીલવા, બાપા !….શિવાજીને…
આજ માતા ચોડે ચૂમીયું રે બાળા ! ઝીલજો બેવડ ગાલ –
તે દી તારાં મોઢડાં માથે
ધૂંવાધાર તોપ મંડાશે…….શિવાજીને…
આજ માતાજીની ગોદમાં રે તુંને હૂંફ આવે આઠ પ્હોર –
તે દી કાળી મેઘલી રાતે
વાયુ ટાઢા મોતના વાશે…..શિવાજીને…
આજ માતા દેતી પાથરી રે કૂણાં ફૂલડાં કેરી સેજ –
તે દી તારી વીરપથારી
પાથરશે વીશભુજાળી……શિવાજીને…
આજ માતાજીને ખોળલે રે તારાં માથડાં ઝોલે જાય –
તે દી તારે શિર ઓશીકાં
મેલાશે તીર- બંધૂકા….શિવાજીને…
સૂઈ લેજે, મારા કેસરી રે ! તારી હિંદવાણ્યું જોવે વાટ –
જાગી વ્હેલો આવ, બાલુડા !
માને હાથ ભેટ બંધાવા….શિવાજીને…
જાગી વ્હેલો આવજે, વીરા !
ટીલું માના લોહીનું લેવા !
શિવાજીને નીંદરું ના’વે
માતા જીજાબાઇ ઝુલાવે.
બાળુડાને માત હીંચોળે
ધણણણ ડુંગરા બોલે.
———————
ફરમાઇશ કરનાર મિત્ર : S.Vyas. , તિલક પટેલ, શ્વેતાંગ
Email
KHUB SARAS
Tamara tahuko roj manie chiye. aavo saro sangrah tame karyo che te badal dhnyavaad.
Navanitlal R. Shah
SHIVAJI JANMYO MAHARASHTRAMA …..ENA GUNLA GAVAYA
SAURASHTRAMA…!! DHANY CHHE MEGHANISHRINE ANE
DHANY CHHE SWARSAMRAT HEMU GADHAVINE!
SATHE SATHE ‘TAHUKO’NE ABHINANDAN.
R A J U . K A D A M
(SAVAYO GUJARATI)
હે ધન્ય કુખ જીજા બાય ની જ્યાં શીવોજી જનમ્યો હતો,
તલવાર કેરી ધાર પર જેણે હિંદુ ધર્મ રાખ્યો હતો,
પડકાર કરતી પુત્ર ને શિવા મરજે રણ મેદાન માં ,
એ દેશ ની એ આર્ય રમણી અમર છે ઈતિહાસ માં ….
જી રે અમર છે ઈતિહાસ માં …..
નાના હતા ત્યારે ગાયુ હતુ.હવે વાચ્યુ!
it is brillient…
ખુબ જ સરસ વીર રસથી સભર અા ગીત છે. ઘન્યવાદ મેઘાણીજી તથા હેમુ ગઢવીનો જેનો વારસો અા૫ણે સાચવવો રહયો.
ગમ્યુ. ખુબ ગમ્યુ
VERY NICE
very good
મોર બની થનગાટ કરે……
શ્રી હેમુ ગઢવીએ અને કોરસે ગાયેલુ મુકશો
આભાર
રાજ જાની
ઝવેરચંદ મેઘાણી ની કલમે લખાયેલ કાવ્ય ‘સૂના સમદર ની પાળે’ કાવ્ય મુકવા વિનંતી કરું છું.
Amaziinggg….one of my favourites…
I truly was getting crazy to find this Halardu online, finally got it on Tahuko.
I can simply listen to this all day long …
આભાર
લોક ગીત ;- સાયબો રે ગોવાડીયો મારો સાયબો રે ગોવાડીયો આ વેબસાઇટ પર મુકવા નમ્ર વિનતી
khoob saras halardu 6…