જન્મદિન મુબારક હો, જયશ્રી…!

વ્હાલી જયશ્રી, જન્મદિન મુબારક હો…!!       

જન્મદિનની મબલખ મબલખ શુભકામનાઓનો આ સરપ્રાઈઝ ટહુકો આજે વિવેક અને મારા તરફથી !

દૂધો નહાવ… પૂતો ફલો…અને પૂતી પણ ફલો…!! ઉફ્ફ… સોરી યાર, શું કરું?!!! આ એક જ આશિર્વાદ પર કેદાડની મારી પીન ચોંટી ગઈ છે!! 🙂 ચાલ, હવે ફરી શરૂ કરું…

તારા હર સપનાને હકીકતની પાંખો ફૂટે અને તારા બનાવેલા આકાશમાં એ ઊંચે ઊંચે ઉડાન ભરે અને સાકાર થાય… તેમ જ તું હંમેશા નવા નવા સોપાનો સર કરતી રહે… તથા જીવનમાં ખૂબ જ ખુશી, પ્રેમ અને એનો સંતોષ પામી સદા આમ જ ટહુકતી રહે અને બીજાને પણ ટહુકાવતી રહે એવી તને અમારા બંનેની સહકુટુંબ અંતરની ખૂબ ખૂબ શુભ શુભ શુભેચ્છાઓ…!!

સૌ પ્રથમ આ એક અંગ્રેજી કાવ્ય ખાસ તારા માટે… (મૂળ કાવ્યને બદલીને તારા માટે customize કર્યું છે… જેના માટે અંગ્રેજી કવિ Karl Fuchs ની માફી માંગુ છું!)

Once a year we get the chance
To wish you birthday cheer.
It pleases us no end to say,
we wish you another great year.

So happy birthday to you Jayshree,
From the bottom of our hearts.
And may your good times multiply,
Till they’re flying off the chart!

વિવેક તો એની ગઝલમાં કહે છે કે શબ્દના રસ્તે અમને મળતી રહે, પણ મારું તો તને ખાસ કહેવું છે કે માત્ર શબ્દના જ નહીં પણ કોંક્રીટનાં રસ્તે પણ ક્યારેક તો મળતી રહે દોસ્ત…!

jayshree_bday.jpg

શબ્દના રસ્તે મને મળતી રહે,
સ્વપ્નની અડફેટમાં ચડતી રહે.

દૂર મૃગજળ સમ ભલે સરતી રહે,
પણ સદા દૃષ્ટિ તું ભીંજવતી રહે

હું અહલ્યામાંથી શીલા થઈ જઈશ,
એક નજર તો આ તરફ કરતી રહે.

તું પ્રણયની હો પરી, શમણું હતું,
આદમીને પણ કદી અડતી રહે.

છું સમયની છીપમાં રેતી સમો,
સ્વાતિનું થઈ બુંદ તું પડતી રહે.

હું સમયની પાર વિસ્તરતો રહું,
તું અનાગત થઈ મને મળતી રહે.

લોક સમજે કાંકરો ડૂબી ગયો…
અંકમાં રાખી મને વહતી રહે.

-વિવેક મનહર ટેલર

તારી અમૂલ્ય મિત્રતા માટે ખૂબ ખૂબ આભાર દોસ્ત !!

સસ્નેહ… વિવેક, ઊર્મિ અને અમારા પરિવાર

25 replies on “જન્મદિન મુબારક હો, જયશ્રી…!”

  1. ટિનુ, મને તો એમ કે હુ એક જ તારિ દોસ્ત , પન તારે તો આટલા બધા. સપના. Sorry I tried typing in gujarati for the first time for you. I fel very prod looking at all the messages for you. Drop in few lines sometime for your old friend.

  2. જય શ્રીકૃષ્ણ જયશ્રીબેન્,
    જન્મદિનની ખૂબખૂબ શુભેચ્છાઓ… આજે મારી મિત્ર પ્રેરણાની એક રચના અહી રજૂ કરું છે જે તેણે મારી ભાણીના જન્મદિન પર મને બનાવી આપી હતી.

    महेक ऊठी है फिज़ा ये अभी अभी,
    फूल एक खिला है नया अभी अभी,
    रंग सुहाना, रुप सुहाना,
    झूम ऊठा मानो सारा ज़माना,
    चिडीया-भंवरे गुनगुनाये,
    बहेती हवायें गीत गाये,
    बहारो का मौसम रहे सदा,
    महेकता रहे तेरा दामन सदा,
    ना मिले कांटो की चुबन तुजे कभी,
    ना हो काली घटा का साया तुजपर कभी,
    है दुआ दिल में बस यहीं खुशिया मिले तुजको सभी.

    Belated Happy Birthday…

  3. तुम जीयो हजारो साल, सालके दिन हो पचास हजार ! हेपी बर्थ डे टू यु.

  4. Thank you So Much to all …
    Thanks a lot for all your wishes..

    Whenever friends shower their love to me like this : I always remember this one hindi song :
    एहसान मेरे दिलपे तुम्हारा है दोस्तो,
    ये दिल तुम्हारे प्यारका मारा है दोस्तो ।

    Once again… Thank you so much..!!

  5. Dear jayshree, It is great surprising for us because today’s rhushri kapoor Birthday too but who care about him, any how Wish you very happy birth day too….

  6. it is surprising.i have visited the site and found that its your birtday. wishing you very very happy birth day from the bottom of my heart.

  7. જયશ્રીબેન,
    જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.

    આમ તો દરેક દિવસ એ, ભગવાન!
    તમે આપેલી તાજી ભેટ છે.
    જાગ્રત માણસ માટે દરેક દિવસ નવી શરૂઆત બની શકે
    પણ ભગવાન, આજે જયશ્રીબેનનો જન્મદિવસ છે.
    અને એટલે આજનો દીવસ જયશ્રીબેન માટે
    વિશેષ પ્રાર્થનાઓ, વિશેષ જાગૃતિ, વિશેષ સંકલ્પનો દિવસ બની રહે એજ પ્રાર્થના.

    Many Many Happy returns of the day.

  8. જયશ્રી બેન ,

    તમારી ક્લ્પનાના પંખીનું ગગન વિસ્તરતું રહે એજ ઈશ્ર્વરને પ્રાર્થના
    જ્ન્મ દિવસની ખૂબ ખૂબ વધાઈ

    – અમિત ત્રિવેદી અને ધર્મિ ત્રિવેદી

  9. જન્મદિવસ ની ખુબ ખુબ શુભકામનાઓ જયશ્રીબેન..

    સુંદર ગઝલ અને પઠન, વિવેકભાઈ.

  10. હમ્મ્મ્મ હવે ખબર પડી કે એ રહસ્ય શું હતું!
    જન્મદિનની ખૂબ ખૂબ વધાઈ જયશ્રી. (આભાર વિવેકભાઈ et al.)

    આવતી દરેક સવાર ખુશનુમા અને સુધારસ સંપૃક્ત ઊગે એવી શુભેચ્છાઓ સાથે આ ત્વરિત કાવ્યભેટ-

    દિન
    પ્રતિદિન
    હર એક સવારે
    જયશ્રી-કર
    સૂર ઝરે,

    અંબર અડકી
    સમદર સરકી;
    દૂર દૂરના
    કર્ણદ્વાર પર
    ટહુકે ટહુકે
    મોરપિચ્છના
    રંગો ઝરમર ઝરે!

    જીવનરસ મન ભરે!!!

  11. જયશ્રી, તારી બર્થડેનું જાણી ઘણી જ ખુશી …..અભિનંદન ! જુગ જુગ જીવો જયશ્રી ! ઊર્મિ તારી સહેલી છે અને એણે આ પોસ્ટ મુંકી જણ કરી તે માટે એનો આભાર.>>>કાકા

  12. જયશ્રીબેન,
    વિવેકભાઈએ ઘણું બધું સરસ કહી જ દીધું છે. અમારા તરફથી પણ જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આશા રાખું કે આગામી દિવસો, મહિના ને વરસો તમારા જીવનના સુવર્ણ દિવસો બની રહે. અને તમે ટહુકો દ્વારા ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરતા રહો, વિશ્વભરમાં પડઘાવતા રહો.

  13. જન્મદિવસ ની શુભેચ્છા!
    વિવેક ની ગઝલ સુન્દર!

  14. અરે અચાનક અત્યારે અહીં આવી ચડ્યો અને આ જ પોસ્ટ… વાહ શું ટાઈમિંગ છે …. 🙂

    મારા તરફથી પણ ખુબ ખુબ ખુબ શુભેચ્છાઓ જયશ્રીબેનને…!!!

    wish all the very much in loads and loads of everything that Urmiben wished you in the post !!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *